Chapter Chosen

સમાજશાસ્ત્ર પરિચય

Book Chosen

સમાજ્શાસ્ત્ર ધોરણ 11

Subject Chosen

સમાજ શાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ :  ટુંકનોંધ લખો. 

સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન : ટુંક નોંધ લખો. 

સમાજશાસ્ત્રનું વિષયવસ્તુ સમજાવો. 

સમાજશાસ્ત્રનો શબ્દાર્થ સમજાવી, સમાજશાસ્ત્રના ઉદભવ વિશે નોંધ લખો.

Advertisement
ઇમાઇલ દુર્ખિમ અને મેક્સવેબરનું સમાજશાસ્ત્રમાં પ્રદાન જણાવો. 

ઇમાઇલ દુર્ખિમ નો જન્મ 13, એપ્રિલ, 1858 માં ફ્રાન્સના વોસાજી પ્રદેશમાં આવેલા લોરેન એમિનલ ખાતે એક યહુદી કુટુંબમાં થયો હતો.

ઇમાઇલ દુર્ખિમે શરૂઆતનું શિક્ષણ સ્થાનિક શાળા અને કૉલેજમાં લીધું અને ઉચ્ચ શિક્ષણ પૅરિસની ‘ઇકોલે પૉલિટેકનિક’ માં લીધું હતું.

ઇમાઇલ દુર્ખિમ ઇ.સ. 1906માં ફ્રાન્સની ‘પૅરિસ યુનિવર્સિટી’માં સમાજશાસ્ત્ર વિષયના સૌપ્રથમ પ્રધ્યાપક બન્યા.

ઇમાઇલ દુર્ખિમે તે સમયના શિક્ષણ, ધર્મ, અપરાધ, ન્યાય, આપઘાત, કુટુંબ, લગ્નવિચ્છેદ, ઔદ્યોગિક સંઘવાસ, રાજકીય સુધારણા વગેરે પ્રાશ્નો પર સંશોધન કરી
અભ્યાસલેખો લખ્યા. ઇમાઇલ દુર્ખિમે મધ્ય આફ્રિકા, ઑસ્ટ્રેલિયા અને ન્યુ ગિયાનાના આદિવાસીઓ વિશે અભ્યાસલેખો પણ લખ્યા છે.

ઇમાઇલ દુર્ખિમે સમાજશાસ્ત્રનો વૈજ્ઞાનિક પદ્વતિથી અભ્યાસ કરી તેને ‘આધુનિક સામાજિક વિજ્ઞાન’ તરીકે રજુ કર્યું.

ઇમાઇલ દુર્ખિમે પોતાના પુસ્તક ‘The Rules Of Sociological Method’ માં સામાજિક તથ્યો ની સમજુતી આપીને સમાજશાસ્ત્રના પદ્વતિશાસ્ત્રમાં મહત્વનું પ્રદાન
આપ્યું છે.

ઇમાઇલ દુર્ખિમના મત પ્રમાણે સમાજશાસ્ત્ર માત્ર સમાજનું પૃથક્કરણ નથી કરતું પરંતુ તે સામાજિક જીવન જીવવાની કલા છે. સમાજશાસ્ત્ર જીવંત વ્યક્તિઓના સમુહનો
અભ્યાસ કરતું શાસ્ત્ર છે.

દુર્ખિમે વ્યક્તિ અને સમુહ વચ્ચેના સંબંધોના કારણે સમુહની વ્યક્તિ પર શું અસર થાય છે તેના આધારે ‘સામાજિક તથ્યો’નો ખ્યાલ રજુ કર્યો.

દુર્ખિમના મતે ‘સામાજિક તથ્યો’ સમુહ જીવનમાંથી ઉદભવે છે. ભારતીય સમાજમાં રિવાજો, પરંપરાઓ, લોકરીતિઓ, રૂઢિઓ વગેરે સામાજિક તથ્યોનાં ઉદાહરણો છે.
સામાજિક તથ્યો વ્યક્તિઓની બહાર, તેમનાથી અલગ એક આગવું અસ્તિત્વ ધરાવે છે અને બહાર રહીને વ્યતિઓને ચોક્કસ રીતે વર્તન કરવાની ફરજ પાડે છે તેમજ
તેમના વર્તનનું નિયંત્રણ પણ કરે છે. આવાં તથ્યોનું વસ્તુલક્ષી રીતે નિરીક્ષણ કરી શકાય છે.

દુર્ખિમે સામાજિક તથ્યોના ખ્યાલ ઉપરાંત શ્રમવિભાજન, આપઘાત, ધર્મ, સામાજિક એકતા, સામૂહિક પ્રતિનિધિત્વ વગેરે સિદ્વાંતો આપી સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વનું
યોગદાન આપ્યું છે.

મેક્સવેબરનો જન્મ 21, એપ્રિલ, 1864ના રોજ જર્મનીના બર્લિન શહેરમાં એક શ્રીમંત કુટુંબમાં થયો હતો.

સમાજશાસ્ત્રમાં મેક્સવેબરનું મુખ્ય પ્રદાન ‘સામાજિક ક્રિયા’ છે. મેક્સવેબરના મત પ્રમાણે સમાજશાસ્ત્રનું મુખ્ય અભ્યાસવિષય સામાજિક ક્રિયા છે. સામાજિક ક્રિયા
સમાજશાસ્ત્રને ‘વિજ્ઞાન’નો દરજ્જો આપવામાં મહત્વનો ભાગ ભજવે છે.

મેક્સવેબરે ‘આદર્શ પ્રકાર’ અભ્યાસ પદ્વતિ રજુ કરી હતી. જેના દ્વારા તેમણે પ્રાકૃતિક અને સામાજિક વિજ્ઞાન વચ્ચેનો તફાવત દુર કરીને બંને વિજ્ઞાનો વચ્ચે સમન્વય
સાધવાનો પ્રયત્ન કર્યો હતો. તેમની આ અભ્યાસપદ્વતિ સામાજિક સંશોધનમાં ઉપયોગી પુરવાર થઇ છે.

‘સામાજિક ક્રિયા’ એટલે સમાજમાં વ્યક્તિ દ્વારા કરવામાં આવતી અર્થપુર્ન ક્રિયા. સમાજશાસ્ત્રે વ્યક્તિના વર્તનને સમજવા માટે વ્યક્તિ જે હેતુથી પ્રેરાઇને વર્તન કરતી હોય
તેનું અર્થઘટન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.

મેક્સવેબરે ખ્રિસ્તી ધર્મના કૅથલિક અને પ્રોટેસસ્ટંટ સંપ્રદાયને અનુસરતા લોકો વચ્ચેનો તફાવત દર્શાવ્યો છે. કૅથલિક લોકો પરંપરાગત વલણ ધરાવે છે. આથી તેઓ
પરંપરાગત વ્યવસાયમાં વધુ જોડાય છે. જ્યારે પ્રોટેસ્ટંટ લોકો વધુ પડતા મૂદીવાદી સાહસ કરનારા છે અને તેઓ વહીવટી સ્થાનો ભાગ લે છે. આ બંને વચ્ચેની
ભિન્નતામાં તેમને વારસામાં મળેલું ધાર્મિક શિક્ષણ અને મૂલ્યને ગણાવી શકાય.

મેક્સવેબરે ‘નેતાઓ’ સમુહ પર કેવી અસર કરે છે તે જાણવા માટે ‘સત્તાનો ખ્યાલ’ રજુ કર્યો હતો. તેમણે સત્તાના ત્રણ પ્રકાર દર્શાવ્યા હતા : (1) બૌદ્વિ સત્તા, (2)
પરંપરાગત સત્તા, (3) વિભૂતિમાન સત્તા.

મેક્સવેબરે પોતાની ‘આદર્શ પ્રકારની અભ્યાસ પદ્વતિ’ના આધારે નોકરશાહીની લાક્ષણિકતાઓ રજુ કરી હતી.

મેક્સવેબરે વિશ્વના જુદા જુદા ધર્મોનો તુલનાત્મક અભ્યાસ કરી જણાવ્યું કે, ‘અર્થવ્યવસ્થા પર ધર્મનો પ્રભાવ હોય છે.’


Advertisement
Advertisement