CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
આલેખમાં દર્શાવેલી માહિતીના સ્વરૂપ પ્રમાણે આલેખોનું નેચે પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવે છે.
1. એક પરિમાણીય આલેખ : આ વિભાગમાં રેખા અને સ્તંભ આલેખોનો સમાવેશ થાય છે.
2. દ્વિ પરિમાણીય આલેખ : આ વિભાગમાં વર્તુળ, ચોરસ, અને લંબચોરસ વગેરે ભૌમિતિક આકૃતિવાળા આલેખોનો સમાવેશ થાય છે.
3. ત્રિ પરિમણીય આલેખ : આ વિભાગમાં બ્લૉક પાઈલ્સ, ઘન ગોળો, ઘન ચોરસ, વગેરે આકૃતિઓ દર્શાવતા આલેખોનો સમાવેશ થાય છે.
4. ચિત્રાત્મક અને અન્ય આલેખ : આ વિભાગમાં ચિત્રાત્મક અને કાર્ટોગ્રામ દર્શાવતા આલેખોનો સમાવેશ થાય છે. આ પદ્વતિમાં જે વિગતને લગતા આંકડા હોય તે વિગતનું સૂચન તેના ચિત્ર દ્વારા કરવામાં આવે છે. દા.ત., કોઈ પ્રદેશની વસ્તી દર્શાવવાં માટે માનવીનું ચિહન”" આપી શકાય.