CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ધોરી માર્ગો એ પાકી સડકો છે, જે દુરના સ્થળોને એકબીજા સાથે જોડે છે. વિશ્વના મુખ્ય સડક માર્ગો નીચે મુજબ છે.
1. ટ્રાન્સ કૅનેડીયન ધોરી માર્ગ : બ્રિટીશ કોલંબીયાના પશ્ચિમ કિનરે આવેલા વનકુવરને ન્યૂ ફાઉન્ડલૅન્ડના પૂર્વકિનારે આવેલા સૅટ જોન શહેર સાથ્જે જોડે છે.
2.અલાસ્કા ધોરી માર્ગ : કૅનેડાના એડમોંટન શહેરને અલાસ્કાના એન્કરેજ શહેર સાથે જોડે છે.
3. સ્ટુઅર્ટ ધોરી માર્ગ : ઑસ્ટ્રેલીયાનો આ એક મુખ્ય ધોરી માર્ગ છે. આ માર્ગ ઉત્તર ઑસ્ટ્રેલીયામાં આવેલા ડાર્વિન શહેરને ટેનેંટક્રિક અને એલીસ સ્પ્રિંગ થઈને વિક્ટોરીયા રાજ્યના મેલબોર્ન શહેર સાથે જોડે છે.
4. શાંગહાઇ ધોરી માર્ગ : દક્ષીણમાં ગ્વાંદ્ઝઊ તથા ઉત્તરમાં આવેલા બઈજિંગને આ ધોરી માર્ગ જોડે છે.
5. રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર 7 :ભારતનો સૌથી વધુ લંબાઈ ધરાવતો ધોરી માર્ગ છે. આ માર્ગ વારાણસીને કન્યાકુમારી સાથી જોડે છે.