Chapter Chosen

પરિવહન

Book Chosen

ભૂગોળ ધોરણ 12

Subject Chosen

ભૂગોળ્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
જમીન માર્ગોના લાભ વર્ણવો.

Advertisement
વિશ્વના મુખ્ય આંતરાષ્ટ્રીય રેલમાર્ગો વિશે જણાવો. 

વિશ્વના મુખ્ય આંતરરાષ્ટ્રીય રેલમાર્ગો નીચે મુજબ છે :

1. ઓરિએન્ટલ ઍક્સપ્રેસ રેલમાર્ગ : યુરોપમાં ફ્રાન્સના પૅરિસથી તુર્કીના ઇસ્તંબૂલ સુધી સાત દેશોને આ રેલ માર્ગ જોડે છે. આ રેલવે પરિસથી સ્ટ્રાસબર્ગ થઈ વોયેના આવે છે. અહીં બર્લિનથી પણ રેલ-રસ્તાઓ આવી મળે છે. ત્યાંથી બુડાપેસ્ટ અને બેલગ્રેડ થઈને ઇસ્તંબુલ આવે છે.

2. ટ્રાન્સ સાઈબીરીયન રેલમાર્ગ : ટ્રાન્સ સાઈબીરીયન રેલમાર્ગ એશીયનો સૌથી મોટો તેમજ મહત્વનો આંતરખંડીય રેલમાર્ગ છે. આ રેલમાર્ગ પશ્ચિમમાં આવેલા સૅંટ પીટર્સબર્ગને પૂર્વમાં આવેલા વ્લાડિવૉસ્ટૉકથી જોડે છે. આદ્વિમાર્ગીય રેલમાર્ગ છે. તેની લંબાઈ 9332 કિમી છે. આ રેલ માર્ગ પર મૉસ્કો, ઉફા, ચિતા, ખાબારોવસ્ક વગેરે મુખ્ય સ્ટેશનો છે.





સાઇબીરીયાના વિકાસમાં આ રેલમાર્ગનો મહત્વનો ફાળો છે. આ માર્ગેથી ઘઉં, ઊન, ઇમારતી લાકડા, ખનીજ તેલ અને રૂવાંની હેરફેર થાય છે.

3. બ્યુનોસ એર્સ વાલપરીસો રેલમાર્ગ : દક્ષીણ અમેરીકામાં આ એક જ આંતરખંડીય રેલમાર્ગ છે. આ રેલમાર્ગ આર્જેન્ટિનાના બ્યુનોસ એર્સને ચિલિના વાલપારીસો સાથે જોડે છે. આ માર્ગ સમુદ્રસપાટીથી 3960 મીટર ઊંચાઈ પર આવેલા ઉસ્પાલાતા દર્રે થઈને એન્ડિઝ પર્વતશ્રેણી પાર કર છે. 

4. બૅંગ્વેલા રેલમાર્ગ : આ રેલમાર્ગ ઝામ્બિયાના તાંબાનાં ક્ષેત્રો સુધી જાય છે.

5. ટાન્ઝાનિયા રેલમાર્ગ : આ રેલમાર્ગ ઝામ્બિયાના તાંબાનાં ક્ષેત્રોથી સમુદ્રકિનારા પર આવેલા દાર એ સલામ જાય છે. 

6. કૅનેડા-પૅસિફિક રેલમાર્ગ : કૅનેડાના પશ્ચિમ કિનારા પર આવેલા વાનકુવરથી પૂર્વ કિનારાના હેલિફેક્સ વચ્ચે આ રેલમાર્ગ છે. તેની કુલ લંબાઈ 7,050 કિમિ છે. આ રેલમાર્ગનું નિર્માણ 1886માં થયું હતું. આ રેલમાર્ગને ક્યુબેક માંટ્રિયલ ઔદ્યોગીક પ્રદેશ, નરમ લાકડાના વનપ્રદેશ તથા પ્રેરીના ઘઉંના પ્રદેશથી જોડી દેવાથી તેનું આર્થીક મહત્વ વધી ગયું છે. 





આ માર્ગને વિશ્વના મહત્વના જળમાર્ગથી જોડવા માટે એક લૂપ રેલમાર્ગ વિનીપેગથી સુપિરિયર સરોવરના ઉત્તર છેડા પર આવેલા થન્ડર ખાડી સુધી બનાવવામાં આવે છે. 


Advertisement
પરિવહનનો અર્થ સમજાવો. 

દક્ષિણ ઍટલૅન્ટિક જળમાર્ગ

વિશ્વના મુખ્ય સડક માર્ગોની માહિતી આપો.

Advertisement