આ જળમાર્ગ પશ્ચિમ યુરોપ અને પશ્ચિમ આફ્રિકાના દેશને બ્રાઝિલ, આર્જેંટિના તથા ઉરૂગ્વેનાં બંદરો ને એકબીજા સાથે જોડે છે. દક્ષિણ ઍટલૅન્ટિક માર્ગ ઉત્તર ઍતલૅન્ટિક માર્ગની તુલનામાં વધુ મહત્વનો નથી, કારણ કે આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના કિનારા પર આવેલા દેશો ઓછી જનસંખ્યા ધરાવે છે તેમજ આર્થીક રીતે અલ્પવિકસિત છે. ફક્ત દક્ષિણ પૂર્વ બ્રાઝિલ અને દક્ષીણ આફ્રિકાનાં કેટલાક ક્ષેત્રોમાં જ ઔદ્યોગીક વિકાસ થયો છે. બ્રાઝિલથી કૉફી, કોકો તેમજ આર્જેન્ટિનાથી ઘઊં, માંસ, ઊન, અને શણ ઉત્તર અમેરિકા તથા યુરોપના ઔદ્યોગીક પ્રદેશોમાં નિકાસ કરવામાં આવે છે.