CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
જંગલો ઈમારતી લાકડું, બળતણ અને વિવિધ પ્રકારની અન્ય વસ્તુઓ પૂરી પાડે છે.
જંગલોમાં થતાં વાંસમાંથી કાગળ, રેયૉન, ટેપલા, ટોપલી, રમકડાં, સાદડી તેમજ ગૃહ-સુશોભનની વસ્તુઓ વગેરે બનાવવાના, ચીડના રસમાંથી ટર્પેન્ટાઈન, દેવદાર અને ચીડના લાકડામાંથી રમતગમતનાં સાધનો, દીવાસળી, ચા અને દવાનાં પૅકિંગની પેટીઓ, ચંદનમાંથી સિગંધીદાર તેલ અને સૌંદર્યવર્ધક ચીજો, ખખરાનાં પાનમાંથી પતરાળાં-પડિયા, ખેરના લાકડામાંથી કાથો, ટીમરુંનાં પાનમાંથી બીડી વગેરે બનાવવાના ઉદ્યોગો વિકસ્યા છે.
જંગલોમાંથી હરડે, બહેંડા, અશ્વગંધા, આંબળાં, સિંકોના, સર્પગંધા, નીલગિરિ, યુકેલિપ્ટસ વગેરે અનેક ઔષધિઓ મળે છે.
જંગલોમાંથી લાખ, રળ, ગુંદર, નેતર, મધ, રબર વગેરે પેદાશો મળે છે.
જંગલો વંવાસી પ્રજાને આજીવિકા પૂરી પાડે છે.
આથી જંગલો રાષ્ટ્રના આર્થિક વિકાસમાં ઉપયોગી બને છે.
જંગલો .................... વાયુ આપે છે.
ઉષ્ણ કટિબંધ કાંટાળા જંગલોની વિશેષતાઓ જણાવો.