Chapter Chosen

ભારતની રાષ્ટ્રીય ચળવળો

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ઉગ્રક્રાંતિકારી ચળવળનો ઉદ્દભવ અને વિકાસ વર્ણવો. 

ટુંકનોંધ લખો. 
રૉલેટ ઍક્ટ 


ટુંકનોંધ લખો.
વિદેશોમાં ક્રંતિકારી ચળવળ 

Advertisement
અસહકારના આંદોલન કાર્યક્રમો, બનાવ જણાવી તેની અસરો તપાસો. 

અસહકારના અંદોલનના કાર્યક્રમો : મહાત્મા ગાંધીએ પોતાની ‘કૈસરે હિંદી’ની પદવીનો અને રવિન્દ્રનાથ ટાગોરે ‘નાઈટ હુડ’ના ખિતાબનો ત્યાગ કર્યો. દેશના અન્ય નેતાઓએ પણ પોતાપોતાની પદવીઓનો ત્યાગ કર્યો.

વિદ્યાર્થીઓએ શાળ-કૉલેજોનો ત્યાગ કર્યો અને શિક્ષકોએ રાજીનામાં આપ્યાં. ઠેર ઠેર વિદેશી કાપડની હોળિઓ પ્રગટાવવામાં આવી. દેશના નામાંકિત વકીલોએ વકીલાત છોડી. નવેમ્બર,1921માં ડ્યુક ઑફ કૈનાટ ભારત આવ્યા ત્યારે તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો. ભારતમાં આવેલા પ્રિન્સ ઑફ વેલ્સના સન્માનનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો.

સરકારી શિક્ષણના બહિષ્કારને કારણે વિદ્યારથીઓ શિક્ષણથી વંચીત ન રહે એ માટે રાષ્ટ્રીય શાળા-કૉલેજો શરૂ કરવામાં આવી. કાશી વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ, જામિયા-મિલિયા વિદ્યાપીઠ, ગુજરાત વિદ્યાપીઠ, વગેરે આવી વિદ્યાપીઠો હતી.

સ્વદેશી પ્રચર થતાં ઈંગ્લૅન્ડથી આયાત થતાં કાપડ, પગરખાં, મોજશોખની વસ્તુઓમાં ભારે ઘટાડો થયો. તેનો પડઘો ઈંગ્લૅન્ડની પાર્લામૅન્ટમાં પડ્યો. ઈંગ્લૅન્ડને થયેલા ભારે આર્થિક નુકશાનથી સરકાર ચોંકી ઉંઠી.

‘ટિળક સ્વરાજ્ય ફંડ’માં એક કરોડથી વધારે રૂપિયા એકઠા કરવામાં આવ્યાં. હિંદુ-મુસ્લીમ એકતા માટે કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા.

હિંદુ જમીનદારો અને મુસ્લીમ ખેડુતો વચ્ચે થયેલા મોપેલા બળવાને બ્રિટિશ સરકારે સખતાઈથી દબાવી દીધો. આ બળવો ટીકાપાત્ર બન્યો હતો.

અંગ્રેજ સરકારે અસહકારના આંદોલનને નિષ્ફળ બનાવવા દમનનીતિ અપનાવી. બેફામ કાઠીમાર, આડેધડ ગોળીબાર, સામુદાયિક ધરપકડો અને અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો. હિંદુ-મુસ્લિમ એકતાને તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો.

ચોરીચોરાનો બનાવ અને આંદોલનની મોકુફી :

5 ફેબ્રુઆરી, 1922ના રોજ ઉત્તર પ્રદેશનક ગોરખપુર જિલ્લાના ચુરીચોરા ગામે વિદેશી કપડ અને દારૂની દુકાન પર શાંતિથી પિકેટિંગ કરી રહેલા લોકો પર પોલિસે ગોળીબાર કર્યો. રાઈફલોમાંથી ગોળીઓ ખૂટી ગઈ ત્યારે પોલેસ ચોકીમાં ભરાઈ ગયાં. પોલીસોના દમનથી ઉશ્કેરાયેલા લોકો હિંસાને માર્ગે વળ્યાં. તેમણે પોલીસ ચોકીને આગ લગાડી. તેમાં 21 પોલીસો મૃત્યુ પામ્યા. આ હિંસક પ્રસંગથી ગાંધીજીને ખુબ દુઃખ થયું. તેમણે જણાવ્યું કે, ‘અહિંસાનું મૂલ્ય નહિ સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને ને હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે.’ ગાંધીજીએ અસહકારનું આંદોલન તત્કાલ પાછું ખેંચી લીધું.

અસહકારના આંદોલનની અસરો :

અસહકારના આંદોલનના હકારાત્મક અને નિષેધાત્મક કાર્યક્રમોએ લોકોને તેમના અધિકારો પ્રત્યે જાગ્રત કર્યા. દેશમાં અંગ્રેજ સરકાર પ્રત્યે વિરોધિ વાતાવરણ સર્જાયું. લોકોમાં અન્યાય પ્રત્યે સંઘર્ષ કરવાની ભાવના પ્રબળ બની. ભારતના બધા જ વર્ગોમાં રાજકીય જાગૃતિ આવી. સ્વરાજ્ય માટેની તેમની શ્રદ્ધા અડગ બની. લોકોના મનમાંથી લાઠી, દંડ અને જેલનો ભય દૂર થયો. યુવાનો અને બહેનો પણ લડતમાં જોડાયાં. કૉંગ્રેસ લોકસંસ્થા બની. દેશમાં રાષ્ટ્રીય શિક્ષણની શાળાઓ શરૂ થઈ. અંગ્રેજી ભાષાને સ્થાને હિન્દી ભાષાને મહત્વ મળ્યું. જે રાષ્ટ્રીય આંદોલન અત્યાર સુધી શહેરો અને બુદ્ધિજીવીઓ પૂરતૂં મર્યાદીત હતું તે હવે ગામડે ગામડે અને સામાન્ય નાગરીક સુધી પહોંચ્યુંં.


Advertisement

બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળનાં સ્વરૂપ અને પરિણામોની ચર્ચા કરો. 


Advertisement