Chapter Chosen

સ્વાતંત્ર્યોત્તર ભારત

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
દેશી રાજ્યોને ભારતીય સંઘમાંજોડાવા સરદાર પટેલે કઈ અપીલ કરી ? 

હૈદરાબાદમાં શા માટે ‘પોલિસ પગલું’ભરવામાં આવ્યું હતું ? 

દીવ, દમણ અને ગોવાના ભારતીય સંઘમાં જોડાણની માહિતિ આપો. 

હૈદરાબાદ અને જુનાગઢમાં રાજ્યો ભારતીય સંઘમાં કેવી રીતે ભળ્યાં ? સંક્ષેપમાં ચર્ચા કરો.

Advertisement
દેશી રાજ્યોના વિલિનીકરણ અંગે સંક્ષેપમાં માહિતી આપો. 

સ્વરજ્ય મળ્યું ત્યારે ભારતમાં નાનં-મોટાં મળીને 562 દેશી રાજ્યો હતા.

તેમનું ક્ષેત્રફળ સ્વતંત્ર ભારતના કુલ ક્ષેત્રફળ પૈકી 48% હતું. તેમની કુલ વસ્તી દેશની કુલ વસ્તીના લગભગ પાંચમાં ભાગ જેટલી હતી.

કશ્મીર, હૈદરબાદ અને મૈસુર મોટાં રાજ્યો હતાં.

બધાં દેશી રાજ્યોનાં રાજાઓ તેમજ નવાબોને ભારતીય સંઘમાં જોડાવાં માટે સમજાવવા એ ભગીરથી કાર્ય હતું. આ કાર્ય ઝડપથી પૂરું કરવાનું હતું.

સૌ પ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહે 15 જાન્યુઆરી, 1948ના રોજ ભાવનગરમાં, જવાબદાર સરકાર’ શરૂ કરી, સરદાર પટેલના પ્રયત્નથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં ભાવનગર રાજ્ય 15 ફેબ્રુઆરી, 1948માં તેમાં વિલીન થઈ ગયું.

સરદાર પટેલ અને તેમના સચિવ વી.પી.મેનનની મદદથી તેમણે દેશી રાજ્યો માટે એક ‘જોડાણખત’ અને ‘જૈસે થે કરાર’નો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો. સરદાર વલ્લભભાઈ પટેલે વ્યવહારુ બુદ્ધિથી લગભગ બધાં દેશી રાજ્યોની ભારતમાં વિલિનીકરણની પ્રક્રિયા શરૂ કરી. સરદાર પટેલે દેશી રાજાઓને અપીલ કરી કે તેમના શાસન હેઠળ પ્રજા અને ભારતીય સંઘના હિતમાં તેઓ પોતાનાં રાજ્યોનો સ્વેચ્છાએ ત્યાગ કરે અને એક મજબૂત, અખંડ અને સમૃદ્ધ ભારતનો પાયો નાખવામાં પોતાનો સહકાર આપે. સરદાર પટેલે ભારત સરકાર વતી રાજાઓને તેમનાં સાલિયાણાં, દરજ્જો, હકો અને હિતોના રક્ષણની ખાતરી આપી.

સરદાર વલ્લભભાઈ પટેલે રજૂ કરેલા મુસદ્દથી રાજાઓ સંતુષ્ટ થયા.

આથી જમ્મુ-કશ્મીર, જુનાગઢ, અને હૈદરાબાદના શાસકો સિવાયનાં બધાં રાજાઓએ 15 ઑગષ્ટ, 1947 પહેલાં જ જોડાણખત પર હસ્તાક્ષર કરી પોતાનાં રાજ્યો અને રિયાસતોને ભારતીય સંઘ સાથે જોડી દીધાં.

જમ્મું-કશ્મીર, જુનાગઢ અને હૈદરાબાદના જોડાણના પ્રશ્નો જુદી રીતે ઉકેલવામાં આવ્યાં.

જુનાગઢના નવાબ સામે લશ્કરી કાર્યવાહી તેમજ પ્રજાની પ્રબળ ઈચ્છશક્તિ વડે જુનાગઢને ભારતીય સંઘ સાથે જોડી દેવામાં આવ્યું.

હૈદરાબાદના નિઝામ સામે ‘પોલિસ પગલું’ ભરીને હૈદરાબાદને ભારતીય સંઘ સાથે જોડી દેવામાં આવ્યું.

આઝાદી પછી પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર પર આક્રમણ કર્યું. એ સમયે કશ્મિરનું રક્ષણ કરવા ભારત સરકારને મદદ મેળવવા રાજા હરિસિંહે તત્કાલિક જોડાણ ખત પર સહી કરી જમ્મુ-કશ્મીરને ભારતીય સંઘ સાથે જોડી દીધું.


Advertisement
Advertisement