CBSE
કાચી ધાતુમાં રહેલી અશુદ્વિઓના પ્રકાર અને તેના ટકાવાર પ્રમાણને આધારે તેનું સંકેન્દ્રણ કરવામાં આવે છે. પરિણામે તેમાંથી મોટા ભાગની અશુદ્વિઓ દૂર થવાથી કાચી ધાતુનું પ્રમાણ વધે છે. આ ક્રિયાને કાચી ધાતુનું સંકેન્દ્રણ કહેવાય છે.
ફીણ-પ્લવન પદ્વતિ : ફીણ –પ્લવન પદ્વતિનો ઉપયોગ સલ્ફાઈડયુક્ત ખનિજોવાળી કાચી ધાતુઓ (જેવી કે કૉપર, ઝિંક અને લેડની સલ્ફાઈડયુક્ત કાચી ધાતુઓ) ના સંકેન્દ્રણ માટે થાય છે.
આ પદ્વતિમાં કાચી ધાતુનો બારીક પાઉડર, પાણી અને ટર્પેન્ટાઈન (અથવા પાઈન તેલ) ના મિશ્રણને એક મોટા પાત્રમાં ભરવામાં આવે છે. પરિણામે કાચી ધાતુમાંના સલ્ફાઈડના કણો ટર્પેન્ટાઈનથી ભીંજાઈને ચોંટી જાય છે, જ્યારે માટી અને રેતીનાં કણો ટર્પેન્ટાઈનથી ભીંજાતા નથી.
હવે, આ પ્રવાહી મિશ્રણમાં એક નળી મારફતે દબાણથી હવા પસાર કરવામાં આવે છે ત્યારે ફીણ ઉત્પન્ન થાય છે. ફીણની સાથે તેલયુક્ત સલ્ફાઈડના કણો સપાટી પર આવે છે. માટી, રેતી વગેરેના કણો પાણી વડે ભીંજાઈ પાત્રના તળિયે બેસે છે.
સલ્ફાઈડ ખનિજવાળા ફીણને બીજા પાત્રમાં લઈ પાણીથી ધોવામાં આવે છે. આમ કરવાથી કાચી ધાતુનું સંકેન્દ્રણ થાય છે અને ખનિજમાંથી માટી, રેતી વગેરે દૂર થાય છે.
શ્વસન એટલે સજીવોમાં કાર્બનિક પોષક દ્રવ્યોના ઑક્સિડેશનથી ઉર્જા મુક્ત કરવાની ક્રિયાને શ્વસન કહેવાય છે. આ ક્રિયા કોષોની અંદર થતી હોવાથી તેને કોષીય શ્વસન કે આંતરિક શ્વસન પણ કહેવાય છે.
શ્વસનતંત્રની સમજૂતી નીચે પ્રમાણે છે.
મનુષ્યમાં સુવિકસિત શ્વસન આવેલું છે. મનુષ્યના શ્વસનમાં બાહ્ય નાસિકાછિદ્રો, નાસિકાકોટર, કંઠનળી, સ્વરપેટી, શ્વાસનળી, શ્વાસવાહિની અને ફેફસાંનો સમાવેશ થાય છે.
બાહ્ય નાસિકાછિદ્રો : નાકના અગ્ર છેડે બે નાસિકાછિદ્રો આવેલાં તે હવાના પ્રવેશમાર્ગ તરીકે અગત્યના છે.
નાસિકાકોટર : બાહ્ય છિદ્રો નાકમાં આવેલા પોલાણમાં ખુલે તેને નાસિકાકોટર કહેવામાં આવે છે. નાસિકાકોટરનું અસ્તર શ્લેષ્મ અને સુક્ષ્મ રોમ ધરાવે છે. નાકમાં પ્રવેશેલી હવામાંથી રજકણો, અન્ય કચરો અને સૂક્ષ્મજીવાણુઓ અહીં ગળાય છે અને તેને શ્વસનમાર્ગમાં આગળ વધતા અટકાવાય છે.
કંઠનળી : નાસિકાકોટરના અને અંતઃનાસિકા આવેલી છે. તે કંઠનળીમાં ખૂલે છે.
શ્વાસદ્વાર : કંઠનળી શ્વાસનળીમાં એક ફાટ દ્વાર ખૂલે છે. તેને શ્વાસદ્વાર કહેવાય છે. શ્વાસદ્વારની ઉપર રક્ષણાત્મક કાસ્થિમય પડદો ઘાંટીઢાંકણ આવેલો છે. ખોરાકનો કોળિયો ગળે ઉતારતી વખતે શ્વાસદ્વાર ઘાંટીઢાંકણથી બંધ થાય છે. તેથી ખોરાક શ્વાસનળીમાં જતો નથી. શ્વાસદ્વાર શ્વાસનળીમાં ખૂલે છે.
શ્વાસનળી : શ્વાસનળીના અગ્ર છેડે સ્વરપેટી આવેલી છે. તેને સ્વરયંત્ર કહેવાય છે. સ્વરયંત્રના પશ્વ છેડેથી શરૂ થતી શ્વાસનળી ઉરસીય ગુહાના મધ્યભાગ સુધી લંબાય છે. તે 12 cm લાંબી અને 2.5 cm પહોળી નલિકામય રચના છે. તે બે શાખામાં વહેચાય છે.
શ્વાસવાહિની : શ્વાસનળીની બે શાખાને શ્વાસવાહિની કહેવાય છે. તે પોતાની તરફના ફેફાસાંમાં પ્રવેશે છે.
શ્વાસનળી અને શ્વાસવાહિનીનાં પોલાણોની દીવાલમાં થોડા થોડા અંતરે ‘c’ આકારની કાસ્થિની બનેલી કડીઓ આવેલી છે. સ્વસનમાર્ગમાં હવા અન હોવા છતાં આ કડીઓ શ્વસનમાર્ગને રૂંધાતો અટકાવીને ખુલ્લો રાખે છે.
સૂક્ષ્મ શ્વાસવાહિકાઓ : શ્વાસવાહિની ફેફસાંમાં પ્રવેશીને અનેક શાખાઓ અને ઉપશાખાઓમાં વહેંચાઈ જાય છે. અને સૂક્ષ્મ શ્વાસવાહિકાઓમાં પરિણમે છે. આ અંતિમ શાખાઓ વાયુકોષ્ઠોમાં અંત પામે છે.
વાયુકોષ્ઠો : ફેફસાંમાં આવેલી કોથળીમય રચનાઓ છે. વાયુકોષ્ઠો વાયુ-વિનિમયમાં અગત્ય ધરાવે છે.
ફેફસાં : ઉરસગુહામાં પાતળી દીવાલ ધરાવતાં, એક જોડ ફેફસાં આવેલા છે. તેની ફરતે બે પડનું આવરણ આવેલું છે. બે પડ વચ્ચે ધર્ષણનોરોધક પ્રવાહી આવેલું છે.
ખોરાકનાં પોષક તત્વોનો કાર્યશક્તિ મેળવવા, વૃદ્ધિ અને અન્ય જૈવિક ક્રિયાઓ જાળવી રાખવા શરીરમાં ઉપયોગ કરવાની ક્રિયાને પોષણ કહેવાય છે.
અમીબામાં પોષણની સમજૂતી નીચે પ્રમાણે છે.
અમીબા એકકોષી પ્રાણી છે. તેમાં પ્રણીસમ પોષણપદ્ધતિ જોવા મળે છે. અમીબામાં ખોરાક મેળવવાની પદ્ધતિને કોષીય ઘનભક્ષણ કહેવાય છે.
અમીબામાં પોષણમાં સમાવિષ્ટ પ્રક્રિયાઓ :
ખોરાક અંતઃગ્રહણ : અમીબા ખોરાકના કણ(ભક્ષ્ય)ની આસપાસ હંગામી ધોરણે ખોટા પગનું નિર્માણ કરી, ખોરાકને સંપૂર્ણપણે આવરી લે છે. ખોટા પગ વડે આવરિત ખોરાક કોષરસમાં પ્રવેશ પામી અન્નધાની બનાવે છે.
પાચન : અમીબામાં કોષાંતરીય પાચન જોવા મળે છે. કોષમાં લાયસોઝોમમાં રહેલા પાચક ઉત્સેચકો દ્વારા અન્નધાનીમાં રહેલા ખોરાકનું પાચન થાય છે.
શોષણ : અન્નધાનીમાંનો પાચિત ખોરાક પ્રસરણ દ્વારા કોષરસમાં સીધેસીધો શોષાય છે.
પરિપાચન : પાચિત ખોરાકનો કેટલોક ભાગ સ્વસન દ્વારા શક્તિ મેળવવામાં વપરાય છે અને બાકી રહેલો ભાગ અમીબામાં વૃદ્ધિ માટે ઉપયોગમાં લેવાય છે.
મળોત્સર્જન : અન્નધાનીમાં રહેલા અપાચિત શેષ દ્રવ્યો કોષરસસ્તર તોડી કોષમાંથી બહાર ફેંકાય છે.
આમ, અમીબાના પોષણમાં અંતઃગ્રહણ, પાચન, પરિપાચન અને મળૉત્સર્જ જેવી ક્રિયાઓ સંકળાય છે.
(1) તાંબાના શુદ્વીકરણની વિદ્યુતવિભાજનની પદ્વતિમાં કૉપર સલ્ફેટનું દ્રાવણ વિદ્યુતવિભાજય તરીકે લેવામાં આવે છે. તેમાં થોડા પ્રમાણમાં મંદ સલ્ફ્યુરિક ઍસિડ ઉમેરવામાં આવે છે. (2) આ દ્રાવણમાં અશુદ્વ કૉપરનો સળિયો ધન ધ્રુવ (ઍનોડ) અને શુદ્વ કૉપરની પાતળી પટ્ટી ઋણ ધ્રુવ (કૅથોડ) તરીકે ગોઠવી યોગ્ય વૉલ્ટેજ ધરાવતો એકમાર્ગીય વિદ્યુતપ્રવાહ (DC) પસાર કરવામાં આવે છે. (3) આમ, કરવાથી ઍનોડમાંથી કૉપર, કૉપર સલ્ફેટના જલીય દ્રાવણમાં ઓગળે છે અને તેટલા જ પ્રમાણમાં કૉપર, કૉપર સલ્ફેટના જલીય દ્રાવણમાંથી કૅથોડ પર જમા થાય છે. (4) ગોલ્ડ, સિલ્વર જેવી ઓછી સક્રિય ધાતુઓ વિદ્યુતવિભાજન કોષના તળિયે ભેગી થાય છે, જેને ઍનોડિક પંક કહે છે. (5) આ પદ્વતિથી 100% શુદ્વતાવાળું કૉપર મળે છે.
આમ, કૉપરના વિદ્યુતવિભાજનની પદ્વતિથી ધાતુને શુદ્વ કરી શકાય છે અને સાથે સાથે કીમતી ધાતુઓ પણ મેળવી શકાય છે.
ઍનોડ (ધન ધ્રુવ) : Cu(s) → Cu2+(aq) + 2e-(ઑક્સિડેશન)
અશુદ્ધ
કૅથોડ (ઋણ ધ્રુવ) : Cu2+(aq) + 2e- → Cu(s) (રીડક્સ્શન)
શુદ્ધ
કુલ પ્રક્રિયા : Cu(s) → Cu(s)
અશુદ્ધ શુદ્ધ