Chapter Chosen

માનવવિકાસ

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકેલ છે ? સમજાવો. 

ગુજરાત સરકારે મહિલા સમાનતા – સશક્તીકરણ – માટે નીચે પ્રમાણેની યોજનાઓ અમલમાં મૂકેલ છે :

ગુજરાત સરકારે કન્યા – કેળવણીને પ્રોત્સાહન આપવા માટે ‘શાળા પ્રવેશોત્સવ’ અને ‘કન્યા – કેળવણી રથયાત્રા’ જેવા કાર્યક્રમો અમલમાં મૂક્યા છે.

રાજ્યમાં 33% થી ઓછો સ્ત્રી – સાક્ષરતા દર ધરાવતાં ગામોની અને શહેરી વિસ્તારોમાં ગરીબીરેખા નીચે જીવતાં કુટુંબોની દીકરીઓને પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવતી વખતે ‘વિદ્યાલક્ષી બૉન્ડ’ આપવામાં આવે છે.

‘સરસ્વતી સાધના યોજના’ અન્વેય દર વર્ષે 1.5 લાખ કન્યાઓને વિનામૂલ્યે સાઈકલો આપવામાં આવે છે.

પોતાના ઘેરથી બહારગામ અભ્યસ કરવા જતી કન્યાઓને એસ. ટી. બસમાં મફત મુસાફરીની સગવડ આપવામાં આવે છે.

રાજ્યની તમામ કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ તેમના કૌશલ્યના વિકાસ માટે સરકારે ‘સબલા યોજના’ અમલમાં મૂકી છે.

સરકારે સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 33 % અનામતી જોગવાઈ કરી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓને સ્થાન આપવા માટે 50% અનામતની જોગવાઈ કરવામાં આવી છે.

શ્રમજીવી અને નિરાધાર વૃદ્ઘ મહિલઓને પ્રૌઢ વયે જીવનનિર્વાહ માટે પેન્શન આપીને તેમના ભવિષ્યને સુરક્ષિત બનાવવા સરકારે ‘રષ્ટ્રીય સ્વાવલંબન યોજના’ અમલમાં મૂકી છે. આ ઉપરાંત, રાજ્યમાં નિરાધાર મહિલાઓના પુનઃસ્થાપન માટેની નાણાકીય સહાય યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે.

મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટે સખીમંડળ દ્વારા સરકાર ‘મિશન મંગલમ્’ યોજન હેઠળ આર્થિક મદદ આપે છે.

સરકારે મહિલાઓના આરોગ્ય માટે ‘ઈ – મમતા’ કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમ મુજબ મોબાઈલ દ્વારા સગર્ભા માતાઓની નોંધણી કરીને તેમને મમતા કાર્ડ આપવામાં આવે છે. પ્રસૂતિ દરમિયાન માતાની સારવાર કરવામાં આવે છે તેમજ નવજાત શિશુને રસીકરણ કારક્રમમાં આવરી લેવામાં આવે છે. આ રીતે માતા અને બાળકની તંદુરસ્તી માટે પ્રયત્નો કરવામાં આવે છે.

‘બેટી બચાવો’ અભિયાન દ્વારા જાતિભેદ નાબુદી માટે ‘બેટી બચાવો, બેટી વધાવો અને બેટી પઢાઓ’ અભિયાન ચલાવવામાં આવે છે.

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સામાન્ય પરિવારોની પ્રસૂતા મહિલાઓને ‘ચિરંજીવી યોજના’ અંતર્ગત પ્રસૂતિ સેવાઓ, લૅબોરેટરી તપાસ, ઑપરેશન વગેરે સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.


Advertisement

‘અભયમ્ યોજના’ શું છે ? સમજાવો.


માનવવિકાસ આંકની ગણતરી કઈ રીતે કરાય છે ? 

ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારે ભેદભાવ જોવા મળે છે ? 

માનવવિકાસને માનવજીવનની કઈ કઈ બાબતો સાથે સંબંધ છે ? 

માનવવિકાસ સામેના પડકારો જણાવો. 

Advertisement