Chapter Chosen

બોધાત્મક પ્રક્રિયાઓ

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
સમસ્યા ઉકેલની રીતોની સમજૂતી આપો.

માહિતી પ્રક્રિયાકરણના અભિગમ વિશે માહિતી આપી, તેનું પ્રતિમાન સમજાવો. 

વિચારણાની વ્યાખ્યા આપી, તેનું લક્ષણ વર્ણવો. 

સર્જકતા વધારવાનાં તમારાં સૂચનો જણાવો. 

Advertisement
સમસ્યા ઉકેલની વ્યાખ્યા આપી. તેનાં સોપાનો વર્ણવો. 

માનવીના જીવનમાં સદાય પ્રશ્નોની વણઝાર ચાલતી રહે છે. વ્યક્તિએ એક પછી એક પ્રશ્ન સાચા અને સારા નિર્ણયો લઈ ઉકેલવો પડે છે. દરેક વ્યક્તિએ જીવનમાં દરેક તબક્કે સમસ્યા ઉકેલવી પડે છે. તે માટે તેણે પોતાની જરૂરિયાતો અને વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ વાસ્તવિક પ્રત્યક્ષીકરણ અને મૂલ્યાંકન કરી સમસ્યા ઉકેલવી પડે છે.

સમસ્યા એટલે એવી પરિસ્થિતિ, જેનો તાત્કાલિક ઉકેલ ઉપલબ્ધ ન હોય. જ્યારે વ્યક્તિને કંઈક જોઈતું હોય અને તે પ્રાપ્ત કરવા માટે શું કરવું તેને તે વખતે જ્ઞાન ન હોય ત્યારે સમસ્યા અસ્તિત્વમાં આવે છે.

સમસ્યાઓ ઉકેલવા માટે માનવી કઈ રીતે પ્રયત્ન કરે છે તેનો અભ્યાસ મનોવિજ્ઞાન કરે છે. તે દ્વારા મનોવિજ્ઞાન વિચારણા અને સર્જકતાને સમજવાનો પ્રયાસ કરે છે. રોજિંદા જીવનમાં આપણે ઘણી પ્રવૃત્તિઓમાં સરળ અથવા અઘરી સમસ્યાઓ ઉકેલવાની હોય છે.

દા.ત., 1. આવનાર મહેમાનને કેરીનો રસ જમાડીશું કે શિખંડ ? (સરળ સમસ્યા‌)

2. આજના પ્રસંગમાં કઈ સાડી પહેરીશું ? (સરળ સમસ્યા)

3. હાલના બંગલામાં સમારકામ કરાવીને રહેવું કે નવો બંગલો ખરીદવો ? (અઘરી સમસ્યા)

સમસ્યાનો અર્થ : સમસ્યા એટલે એવી પરિસ્થિતિ જેમાં વ્યક્તિની પ્રવૃત્તિનું કોઈ લક્ષ્ય હોય છે, પરંતુ ત્યાં સુધી પહોંચવા માટે અમુક બાબતો અવરોધ પેદા કરે છે.

જોનસનના મત પ્રમાણે “પ્રાણી જ્યારે લક્ષ્ય સુધી પહોંચવા માટે પ્રેરિત હોય છે અને લક્ષ્યપ્રાપ્તિના પ્રથમ પ્રયત્નમાં નિષ્ફળ જાય છે ત્યારે પ્રાણી માટે સમસ્યારૂપ સ્થિતિ સર્જાય છે.”

સમસ્યા ઉકેલ : સમ્સ્યાનો ઉકેલ એટલે કોઈ વિશિષ્ટ પ્રશ્ન કે મુશ્કેલીનો ઉપાય શોધવા કે નિવેડો લાવવાની દિશામાં થતી વિચારણાની અને તેના અમલની પ્રક્રિયા.

જ્યારે વ્યક્તિ સમક્ષ કોઈ એવી સમ્સ્યા ઉદ્દભવે કે જેને ઉકેલવાની કોઈ તૈયાર પ્રતિક્રિયા તેની પાસે ન હોય ત્યારે તે યોગ્ય પ્રતિક્રિયાની શોધ કરીને તેને અમલમાં મૂકે તેને ‘સમસ્યા ઉકેલવાની પ્રક્રિયા’ કહેવામાં આવે છે. દરેક સમસ્યાનું અનિવાર્ય લક્ષણ એ છે કે લક્ષ્ય સિદ્ધ થઈ શકે તે માટેનું નવું જ્ઞાન સમસ્યાનો સામનો કરનાર વ્યક્તિએ પ્રાપ્ત કરવું પડે છે.

સમસ્યા ઉકેલની વ્યાખ્યા : મનોવૈજ્ઞાનિકોએ સમસ્યા ઉકેલની નીચે મુજબની વ્યાખ્યાઓ આપી છે :

1. વિટિંગ અને વિલિયમ્સ : “સમસ્યા ઉકેલનો અર્થ એ છે કે, અવરોધોને દૂર કરવા તથા લક્ષ્યપ્રાપ્તિ માટે વિચારણાની પ્રક્રિયાઓનો ઉપયોગ કરવો.”

2. બેરોન : “સમસ્યા એકેલમાં વિભિન્ન પ્રતિક્રિયાઓ કરવી કે તેમાંથી સાચી પ્રતિક્રિયાને પસંદ કરવી તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે, જેથી ઈચ્છીત લક્ષ્ય પ્રાપ્ત થઈ શકે.”

સમસ્યા ઉકેલનાં સોપાનો : વ્યક્તિ સમક્ષ જ્યારે સમસ્યા ઊભી થાય છે ત્યારે તેના ઉકેલ માટે વ્યક્તિ વિવિધ માનસિક અવસ્થાઓ અને કાર્યોમાંથી પસાર થાય છે. સમસ્યાની શરૂઆતથી તેના અંત સુધી વ્યક્તિ સાત પ્રકારની માનસિક ક્રિયાઓ કરે છે, જેને ‘સમસ્યા ઉકેલનાં સોપાનો’ કહેવામાં આવે છે, જે નીચે મુજબ છે:

1. સમસ્યાને ઓળખવી

2. સમસ્યાનું નિરૂપણ કે વર્ણન

3. ઉકેલની યોજના બનાવવી; પેટાલક્ષ્યો નક્કી કરવાં.

4. દરેક ઉકેલનું મૂલ્યાંકન

5. યોગ્ય ઉકેલને પસંદ કરી તે દિશામાં અમલીકરણ

6. પરિણામનું મુલ્યાંકન

7. સમસ્યા અને ઉકેલ વિશે પુનઃવિચાર કરી તેનું પુનઃઅર્થઘટન કે સમજૂતી.

ઉદાહરણ : સમસ્યાના ઉકેલની માનસિક ક્રુયાઓના સાત તબક્કાઓની ઉદાહરણ સહિત સમજૂતી નીચે મુજબ છે :



Advertisement
Advertisement