Chapter Chosen

બોધાત્મક પ્રક્રિયાઓ

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
સમસ્યા ઉકેલની વ્યાખ્યા આપી. તેનાં સોપાનો વર્ણવો. 

સમસ્યા ઉકેલની રીતોની સમજૂતી આપો.

Advertisement
સર્જકતા વધારવાનાં તમારાં સૂચનો જણાવો. 

સર્જનાત્મક વિચારણા એ વિચારણાનું સર્વશ્રેષ્ઠ સ્વરૂપ છે. સર્જનાત્મક વિચારણા ઉદ્દેશ લક્ષી વિચારણા છે. સર્જનાત્મક વિચારણાના કારણે જ નવીન અને મૌલિક સર્જન અસ્તિત્વમાં આવે છે.

સર્જકતા વધરવાનાં સુચનો : સર્જનાત્મક વ્યક્તિઓ પર કરવામાં આવેલા મનોવૈજ્ઞાનિક અભ્યાસો પરથી જાણવા મળે છે કે અમુક એવાં મનોવલણો. પ્રવૃતિઓ તથા કૌશલ્યો હોય છે; જે સર્જનાત્મક વિચારણાને વધારે છે. વ્યક્તિએ સર્જનાત્મક રીતે વિચારવાની ટેવ પાડવા માટે નીચેનાં સૂચનોને ધ્યાનમાં રાખવાં જોઈએ.

તમારી આસપાસની વસ્તુઓ, વ્યક્તિઓ, ઘટનાઓ, દ્રશ્યો, અવાજો, રચનાઓ, લાગણીઓ વગેરે પ્રત્યે ધ્યાન આપવામાં અને પ્રતિક્રિયા કરવામાં સક્ષમ બનવા માટે વધુ સજાગ અને સંવેદનશીલ બનો.

સમસ્યાઓ, ભૂલથી રહી ગયેલી માહિતીઓ, ખામીઓ, અપૂર્ણતાઓ વગેરે ધ્યાનમાં રાખો. જે બીજાના ધ્યાનમાં આવ્યા નથી તેવી પરિસ્થિતિમાં રહેલા વિરોધાભાસ અને અપૂર્ણતાઓને શોધવાનો પ્રયત્ન કરો. આ માટે વિસ્તૃત અભ્યાસ કરી માહિતી એકત્રિત કરવાની ટેવ વિકસાવો. પ્રશ્નો પૂછવાની અને વસ્તુઓનાં રહસ્યો પર મનન કરવાની ટેવ પાડો.

તમારા વિચારોનો પ્રવાહ વધારવા માટે કોઈ કાર્ય કે પરિસ્થિતિની બાબતમાં નવા ઉકેલો, યોજાનાઓ કે સૂચનો તૈયાર કરો. ચિંતનમાં લચિકતા લાવવા માટે કોઈ કાર્ય કે પરિસ્થિતિમાં જુદા જુદા પાસાઓ વિસ્તારથી શોધવાનો પ્રયત્ન કરો.

મુક્ત પરિસ્થિતિમાં વિચાર પ્રવાહ અને લચિકતા વધારવા માટે ઓસબોર્નની વિચાર સર્જન ટેકનિકનો ઉપયોગ કરો. આ ટેકનિક મુજબ કોઈ પણ સમસ્યા વિશે મનને મુક્તપણે વિચારવા દો અને આ વિચારો મહત્વના છે કે નહિ તેનો વિચાર કર્યા વગર મુક્તપણે વિચારો. આ પ્રક્રિયામાં જ્યાં સુધી વિચારો પૂર્ણ થાય ત્યાં સુધી વિચારોના મૂલ્યાંકન કરતાં કલ્પનાને વધુ મહત્વ આપવામાં આવે છે.

સર્જનત્મક વિચારક પર્વતમાન વિચારોને એકબીજા સથે જોડીને એક નવું સંયોજન પેદા કરે છે. દા.ત., ખાટલાની સામસામે બાંધેલું દોરડું જોઈને માનવીને ઉદન ખટોલાનો વિચાર આવ્યો હશે.

શોખ અને રુચી પ્રમાણે એવાં કાર્યોમાં જોડાવ કે જેમાં મૌલિક વિચારણાની જરૂર હોય. દા.ત., જૂની અને નકામી ચીજવસ્તુઓમાંથી શ્રેષ્ઠ ચીજ બનાવવી.

કોઈ સમસ્યા અંગેના અનેક ઉકેલનો વિચાર કરો, પછી તેમાંથી શ્રેષ્ઠ ઉકેલને પસંદ કરો.

તમે જેને શ્રેષ્ઠ ઉકેલ સમજતા હોવ તે ઉકેલ માટે એવી વ્યક્તિ આ સમસ્યા અંગે એવું વિચારવાનો પ્રયત્ન કરો કે અન્ય વ્યક્તિ આ સમસ્યાઓ સાથે વ્યક્તિગત રીતે જોડાયેલા જ હોય.

સમસ્યા અંગે એવું વિચારવાનો પ્રયત્ન કરો કે અન્ય વ્યક્તિ આ સમસ્યા ઉકેલવા માટે કેવો વિચાર કરશે.

સમસ્યા ઉકેલના તમારા વિચારોને ‘સેવનની અવસ્થા’માંથી પસાર થવા દો. આ અવસ્થામાં તમારું અજાગ્રત મન સમસ્યા ઉકેલ માટે વિચારતું હશે અને ક્યારેક તમને અચાનક ઉકેલ મળશે.

કેટલીક વાર તમારા વિચારો ઝૂમખામાં ગોઠવાયેલાં હોઈ શકે. આથી તમારા વિચારો કે ઉકેલોને એક પછી એક વિભાગમાંથી પસાર થવા દો. જેથી તમે સમસ્યાના ઉકેલ સુધી પહોંચી શકશો.

તાત્કાલિક મળતા પુરુસ્કાર, લાભ કે સફળતાના લાભોથી બચો અને હતાશા તથા નોષ્ફળતાઓનો સામનો કરો. હંમેશા ‘સ્વ’ ,મૂલ્યાંકનને પ્રોત્સાહન આપો.

સમસ્યાના કારણો અને અસરો વિશે માનસિક રીતે વિચારો અથવા કલ્પના કરો. જે બાબત ક્યારેય બની નથી તેના વિશે વિચાર કરો.

સમસ્યાને લગતી તમારી બચાવ-પ્રયુક્તિઓ પ્રત્યે સાવધાન રહો. જ્યારે આપણે કોઈ સમસ્યાથી ભય કે સંકટ્નો અનુભવ કરીએ છીએ ત્યારે સર્જનાત્મક વિચારણા કરવાની સંભાવના ઘટી જાય છે.

તમારી સર્જકતાને ક્યારેય નબળી ના સમજો. આત્મવિશ્વાસ રાખો અને હંમેશા હકરાત્મક રીતે વિચાર કરો. તમારા સર્જનના આનદની અનુભૂતિ કરો.


Advertisement
વિચારણાની વ્યાખ્યા આપી, તેનું લક્ષણ વર્ણવો. 

માહિતી પ્રક્રિયાકરણના અભિગમ વિશે માહિતી આપી, તેનું પ્રતિમાન સમજાવો. 

Advertisement