Chapter Chosen

સ્મરણ અને વિસ્મરણ

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
ટુંક નોંધ લખો. 
PQRST પદ્ધતિ

સ્મૃત સુધારણા માટે મનોવિજ્ઞાનિકોએ અનેક યુક્તિઓ અને પદ્ધતિઓ વિકસાવી છે. તેમાં સ્મૃતિની તાલીમ પર ભાર મૂકવામાં આવે છે. આ તાલીમ ધ્વારા સંકેતાંકન, સંગ્રહ અને પુનઃપ્રાપ્તિની કાબેલિયતમાં સુધારણાના બે ઉપાયો છે. 1. સ્મૃતિ સુધારના પ્રયુક્તિઓ અને 2. PQRST પદ્ધતિ.

PQRST પદ્ધતિની સમજૂતી નીચે મુજબ છે.

PQRST પદ્ધતિ : અમેરિકાની ઓહાયો યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક થોમસ અને રોબિન્સને આ પ્રયુક્તિ વિકસાવી છે. તેમાં પાંચ ક્રિયાઓને લગતા શબ્દોના પ્રથમ અક્ષરો છે.

1. પૂર્વદર્શન (Preview) : કોઈ પણ બાબતોનો અભ્યાસ શરૂ કરતાં પહેલાં અભ્યાસના મુદ્દાઓનું અવલોકન કરવું જરૂરી છે. આ માટે એ વિષયમાં સમાયેલાં મુખ્ય મુદ્દાઓની સમજ મેળવવી જોઈએ, જેથી વિષયને એ પ્રાથમિક સમજૂતી મળી જાય. આ મહાવરો અભ્યાસમી સામગ્રીની રૂપરેખા મેળવવામાં અને ચર્ચા કરેલા વિવિધ મુદ્દાઓને સંગઠિત કરવામાં મદદરૂપ થાય છે.

2. પ્રશ્ન (Question) : પૂર્વાલોકન બાદ તેમાં ઉપસ્થિત થતા પૂરક પ્રશ્નોની નોંધ કરવી જોઈએ. આ પ્રશ્નનોંધ વિષયને વિશદપણે સમજવામાં ઉપયોગી થાય છે.

3. વાચન (Reading) : અભ્યાસની પૂર્વતૈયારી થાય પછી ધીરજપૂર્વક અભ્યાસની શરૂઆત કરવી જોઈએ. અભ્યાસની વિગતોનું વાચન કરવું જોઈએ. આ વાચનની સાથે સાથે પૂર્વતૈયારીની નોંધના સંદર્ભમાં અભ્યાસનોંધ તૈયાર કરવી જોઈએ. અભ્યાસનોંધને આધારે વિષયવસ્તુના હાર્દને સ્પષ્ટ કરે એવી સમગ્ર નોંધનું સંકલન કરવું જોઈએ.

4. સ્વ પઠન (Self-Recitation) : વાચન પછી સમગ્ર માહીતિને લખી જાઓ. આમ, સમગ્ર વિષયવસ્તુ અર્થપૂર્ણ બને એટલે તેને ‘સ્વ’ પઠન અથવા ‘મનન’થી સ્મૃતિમાં દ્દઢ કરવી જોઈએ. આ તબક્કે નિષ્ક્રિય વાચન કરતાં સક્રિય ‘સ્વ’ પઠન વધુ અસરકારક બને છે. વળી, ‘સ્વ’ પઠનથી અતિ અધ્યયન થાય છે અને પરિણામની જાણ પણ થતી રહે છે. આથી અભ્યાસ વધુ અસરકારક બને છે અને વધુ પ્રમાણમાં યાદ રહે છે.

5. કસોટી (test) : અભ્યાસના અંતે વિષયવસ્તુના મુદ્દા અંગે તમારા જ્ઞાન અને સમજને કસોટી કરો.

આમ, અભ્યાસની આ પદ્ધતિ વાચન, સ્મૃતિ સંગઠન અને વિસ્તારોને વધુ અસરકારક બનાવે છે.


Advertisement
ટુંકનોંધ લખો. 
લાંબા ગાળાની સ્મૃતિ 

સાંવેદનિક સ્મૃતિની કઈ વિશેષતાઓ માટે મનોવૈજ્ઞાનિકોમાં સર્વસન્મત જોવા મળે છે ? 

સંગ્રહ એટલે શું ? 

લાંબાગાળાની સ્મૃતિના પ્રકારો જણાવો. 

Advertisement