Chapter Chosen

પર્યાવરણ અને સમાજ

Book Chosen

સમાજ્શાસ્ત્ર ધોરણ 11

Subject Chosen

સમાજ શાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
પર્યાવરણની માનવજીવન પર અસર વર્ણવો. 

માનવી કુદરતનું જ એક અંગ છે. માનવજીવન પર્યાવરણને અનુસરે છે. માનવસંસ્કૃતિના વિકાસમાં કુદરતનો મહત્વનો ફાળો છે. ડાર્વિનના ઉત્ક્રાંતિના સિદ્વાંત અનુસાર માનવીની ઉત્પતિ કુદરતનાં તત્વોમાંથી થઇ છે. અરેક જીવ પોતાનું અસ્તિત્વ ટકાવવા કુદરતનાં સાધનોનો ઉપયોગ કરે છે. કુદરતનાં સાધનોનો ઉપયોગ કરીને માનવી સુરક્ષિતતા, ભૌતિક સગવડો અને સંસ્કારોમાં વધારો કરતો રહ્યો છે.

પર્યાવરણની માનવજીવન પર અસર :

1 સ્થાનિક સંબંધ :

કોઈ પણ સમાજના સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક વિકાસમાં સ્થાનિક સંબંધ મહત્વનો છે. સ્થાનિક સંબંધમાં સ્થિતિ, કદ અને આકારનો સમાવેશ થાય છે. કોઈ પણ દેશ કે સમાજ પૃથ્વીના કયા ભાગમાં છે તેના આધારે તે દેશ કે સમાજના વિકાસમાં તે સ્થાનની પર્યાવરણીય સ્થિતિ મદદરૂપ થતીહોય છે. પૃથ્વી પરના અક્ષાંશ અને રેખાંશ તે પ્રદેશની જળ, વાયુ, કુદરતી સંપત્તિ, માનવજીવન, પ્રાણીજીવન, સંસ્કૃતિ વગેરે નક્કી કરે છે.

2 જમીન અને માનવજીવન :

માનવી જે પ્રદેશમાં રહે છે તે પ્રદેશની જમીનનું સ્વરૂપ તેના માનવજીવન અને સામાજિક જીવનને અસર કરે છે. પર્વતાળ પ્રદેશમાં રહેતા માનવીને મોટા ઉદ્યોગ-ધંધા કે મહાનગરો પ્રાપ્ત થતાં નથી. આથી તે પ્રદૂષણ અને વસ્તીવધારાની સમસ્યાથી મુક્ત રહે છે. સમતલ પ્રદેશમાં રહેતા માનવીને સમતલ જમીનનો પર્યાવરણીય લાભ મળે છે. સમતલ જમીન વિકાસ માટે ઉપયોગી છે. માનવી જે પ્રદેશોમાં રહેતો હોય તે પ્રદેશનું કુદરતી પર્યાવર તેના ખોરાક, પોશાક અને સમાજજીવનને અસર કરે છે. ઉત્તર ભારતમાં અને દક્ષિણ ભારતમાં વસતા માનવીના દેખાવ, ખોરાક અને જીવનશૈલી એમનો જમીન સાથેનો સંબંધ દર્શાવે છે.

3 જળ અને માનવજીવન :

‘જળ એ જીવન છે.’ આનવીને પીવા માટે, દૈનિક, કાર્ય માટે, ખેતી, ઉદ્યોગ અને પશુપાલન માટે પાણીની જરૂર પડે છે. જે પ્રદેશોમાં સાગર, નદી, ઝરણાં, તળાવ, કૂવા અથવા સિંચાઇની સુવિધા હોય ત્યાં સુખાકારી માટે જળ મહત્વનું બને છે. નદીઓની આસપાસ જુદી જુદી સંસ્કૃતિઓનો વિકાસ થયો છે. સાગરના કિનારે મત્સ્યઉદ્યોગ, વહાણવટું અને વિદેશ વ્યાપાર થઈ શકે છે. આમ, જળ માનવજીવન, સમાજજીવન અને અર્થવ્યવસ્થાને અસર કરે છે.

4 મોટી, ખનીજ અને માનવજીવન :

માટી અને ખનીજની માનવજીવન અને માનવીની ક્રિયાઓ પર મહત્વની અસર થાય છે. જુદા જુદા પ્રદેશના પાક અને જંગલ સંપત્તિ એ પ્રદેશની માટી પર આધાર રાખે છે. ખેતીના પાક ફળદ્વુપ જમીન, કાળી જમીન, ગોરાડું જમીન કે રેતાળ જમીનના આધારે થાય છે. રેતાળ જમીનની સરખામણીમાં ફળદ્વુપ જમીએન ખેતીના પાકના ઉત્પાદન માટે ઉપયોગી છે. ભારતમાં ઘઉં, ડાંગર, શેરડી, શણ, કપાસ, મગફળી, જુવાર, બાજરી, વગેરેનું ઉત્પાદન માટીના પ્રકાર પર આધારિત છે. માનવી ખનીજોનો ઉપયોગ પાષાણયુગ, તામ્રયુગ, કાંસ્પયુગ, લોહયુગ વગેરે યુગથી કરતો આવ્યો છે. આધુનિક સમયમાં ઔદ્યોગિક વિકાસમાં ખનીજ સંપત્તિ ખૂબ ઉપયોગી છે. ભારતમાં લેખંડ, મૅંગેનીઝ, બૉક્સાઇડ, તાંબું, અબરખ, જિપ્સમ, ચૂનાના પથ્થર, આરસપહાણ,ખનીજ તેલ વગેરે ઉદ્યોગોમાં ઉપયોગી ખનીજો છે. સોનું, ચાંદી, પ્લૅટિનમ વગેરે બહુમૂલ્ય ખનીજો પણ છે. ખનીજો પ્રદેશના વિકાસમાં મહત્વનાં છે. આમ, માનવજીવન માટી અને ખનીજ સાથે જોડાયેલું છે.

કુદરતી સંપત્તિ માનવજીવન પર અસર કરે છે. માનવીના ઉદભવથી પશુસંપત્તિની માનવજીવન પર મોટી અસર છે. પશુઓ માલવહનમાં, સવારીમાં, ખોરાક અને પોશાકમાં, ડેરી ઉદ્યોગ અને ચર્મઉદ્યોગમાં મહત્વનાં છે.


Advertisement
પર્યાવરણનો અર્થ આપી, તેનાં મુખ્ય તત્વો વર્ણવો. 

પ્રદુષણના કોઈ પણ બે પ્રકારો સમજાવો. 

પર્યાવરણના પ્રકારો સમજાવો.

પર્યાવરણના ઘટકો વિશે સવિસ્તર માહિતી આપો.

Advertisement