Chapter Chosen

પર્યાવરણ અને સમાજ

Book Chosen

સમાજ્શાસ્ત્ર ધોરણ 11

Subject Chosen

સમાજ શાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
પર્યાવરણના પ્રકારો સમજાવો.

Advertisement
પ્રદુષણના કોઈ પણ બે પ્રકારો સમજાવો. 

આધુનિક સમજયમાં પર્યાવરણનું પ્રદુષણ વિશ્વ માટે એક ગંભીર સમસ્યા બન્યું છે. મનવીની સાથે કુદરત પણ જ્વાળામુખી પ્રસ્ફોટન, દાવાનળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ત્સુનામી વગેરે દ્વારા થોડા પ્રમાણમાં પ્રદુષણ ફેલાવે છે. ઔદ્યોગિક વિકાસ અને માનવીની પ્રવૃત્તિઓએ પ્રદુષણ સર્જવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે. સજીવસૃષ્ટિના અસ્તિત્વ માટે પર્યાવરણ જ્યારે અયોગ્ય બને છે, ત્યારે પ્રદુષણની બાબત ચિંતા પેદા કરે છે.

પ્રદુષણના પ્રકારો :

1 હવા પ્રદુષણ :

  • હવા પ્રદુષણ વાતાવરણને દુષિત કરે છે. સમાજજીવનને ટકાવી રાખવા માટે હવામાં રહેલાં તત્વોની સમતુલા જળવાઇ રહેવી જોઈએ.વૃક્ષો પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા વડે સૂર્યપ્રકાશની મદદથી કાર્બન ડાયૉક્સાઇડને શોષીને ઑક્સિજન મુક્ત કરે છે.
  • વૃક્ષોનું છેદન થતાં હવામાં કાર્બન ડાયૉક્સાઇડનું પ્રમાણ વધતાં પૃથ્વી પર તાપમાનમાં વધારો થાય છે. અસહ્ય ગરમી માનવી અને સજીવસૃષ્ટિને નુકસાન કરે છે.
  • વાહનો, કારખાનાં, મિલો, પાવર સ્ટેશનો, વિમાનની વાયુ સેરો, કોલસાની રજ, ઝેરી ગૅસ વગેરે દ્વારા નીકળતી દુષિત હવા, ધુમાડો અને ઝેરી પદાર્થો હવામાં ભળતાં શ્વાસોચ્છવાસની ક્રિયામાં તકલીફ પડે છે. અને આરોગ્યને નુકસાન કરે છે.
  • લાંબા સમયની ધૂર્મપાનની ટેવ, વાયુ પ્રદુષણ ફેલાવતા પ્રદુષકો સાથેનો લાંબો સમયનો સંપર્ક આરોગ્ય માટે હાનિકાર છે. હવા પ્રદુષણના કારણે બાળકો, વૃદ્વો, ગર્ભવતી મહિલાઓ વગેરેને શ્વસનતંત્રના રોગ, દમના રોગ અને હ્રદયરોગ થવાની સંભાવના વધે છે.
  • ધૂમ્રપાન કરવાવાળા અને તેના સંપર્કવાળા વ્યક્તિઓમાં લોહીમાં હીમોગ્લોબિન સાથે કાર્બન મોનૉક્સાઇડનું પ્રમાણ વધતાં ઑક્સિજનનું વહન થઈ શકતું નથી. આથી શ્વસનતંત્રના ગંભીર રોગ અને અન્ય શારિરિક બીમારીઓ થાય છે, જેની અસર વ્યક્તિગત અને કૌટિંબિક જીએવન પર પડે છે.
  • વાયુ પ્રદુષણના કારણે ઐતિહાસિક સ્મારકો અને ઇમારતો તથા પ્રાકૃતિક સૌંદર્યના મૂળ સ્વરૂપને નુકસાન થાય છે.
  • પૃથ્વીના ઓઝોન વિસ્તારને નુકસાન થતાં ચામડી બળવી, મોતિયો આવવો, ચામડીના રોગો અને ચામડીનું કૅન્સર વગેરે જેવી સમસ્યાઓ થાય છે.
  • વાયુ પ્રદુષણના કારણે માનવીની રોગપ્રતિકારકશક્તિ નબળી પડે છે અને અનેક રોગ થાય છે.
  • હવામાં રહેલા રજકણો, સલ્ફર, ડાયૉક્સાઇડ, કાર્બન મોનૉક્સાઇડ અને નાઇટ્રૉજન ઑક્સાઇડ જેવા પ્રદુષકોનું પ્રમાણ વધતાં વરસાદના પાણીમાં ઍસિડનું પ્રમાણ વધે છે.
  • આ ‘ઍસિડ વર્ષા’ જીવસૃષ્ટિ માટે વિઘાતક છે.
  • છેલ્લાં 20 વર્ષમાં રસાયણોની હાનિકારક અસરોના કારણે બાળકોમાં થતાં ‘અસ્થમાં’નું પ્રમાણ ત્રણ ગણું થયું છે.

2 જળ પ્રદુષણ :

  • ‘જળ એ જીવન છે.’ માનવી અને જીવનસૃષ્ટિ માટે શુદ્વ જળ જરૂરી છે. જેમ જળનો ઉપયોગ વધવા લાગ્યો છે તેમ તેની તંગી અનુભવાય છે. જળ પ્રદુષણ જલાવરણને દુષિત કરે છે.
  • ઝેરી રસાયણોવાળું દુષિત જળ નદી, તળાવ, કૂવા, સમુદ્વમાં છોડવામાં આવતાં શુદ્વ જળ દુષિત બને છે.
  • શહેર અને ગામની અશુદ્વિઓ તથા ઔદ્યોગિક કચરાનો નિકાલ વધવાના કારણે નદીઓ, ઝરણાં, સરોવરો અને સમુદ્વો સાર્વજનિક ઉકરડા બન્યા છે.
  • દુષિત જળ, વહાણો, સ્ટીમરો, નદી પરના પુલો અને જળાશયો પાણીમાં રહેતી જીવસૃષ્ટિને નુકસાન કરે છે.
  • જળ પ્રદુષણથી માનવી કૉલેરા, ટાઇફૉઇડ, કમળો, વાળો વગેરે રોગનો ભોગ બને છે.
  • દૂષિત જળમાંથી તૈયાર થયેલાં શાકભાજી અને અનાજ માનવીના આરોગ્યને નુકસાન પહોંચાડે છે.
  • ભારતની ગંગા, યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, કૃષ્ણા, ભીમા, તાપી અને સાબરમતી પ્રદુષિત નદીઓ બની છે.

Advertisement
પર્યાવરણની માનવજીવન પર અસર વર્ણવો. 

પર્યાવરણના ઘટકો વિશે સવિસ્તર માહિતી આપો.

પર્યાવરણનો અર્થ આપી, તેનાં મુખ્ય તત્વો વર્ણવો. 

Advertisement