Chapter Chosen

સમાજશાસ્ત્રીય સંશોધન પદ્વતિઓ

Book Chosen

સમાજ્શાસ્ત્ર ધોરણ 11

Subject Chosen

સમાજ શાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
‘વ્યક્તિ તપાસ પદ્વતિ’ સમજાવો. 

સામાજિક સંશોધનનાં સોપાનો ચર્ચો. 

Advertisement
પ્રશ્નાવલિનો અર્થ આપી, તેના પ્રકારો સમજાવો.

સામાજિક સંશોધક માટે સમાજશાસ્ત્રમાં અનેક સંશોધન પદ્વતિનો ઉપયોગ કરવામાં આવે છે. સામાજિક સંસોધન માટેની મુજબ પદ્વતિઓ આ પ્રમાણે છે : (1) સર્વેક્ષણ પદ્વતિ, (2) મુલાકાત પ્રયુક્તિ, (3) પ્રશ્નાવલિ પ્રયુક્તિ, (4) નિરીક્ષણ પ્રયુક્તિ અને (5) વ્યક્તિ તપાસ પદ્વતિ.

પ્રશ્નાવલીનો અર્થ :

પ્રશ્નાવલિ પ્રયુક્તિ એ વિશાળ અન એ વિસ્તૃત રીતે વિખરાયેલા ઉત્તરદાતાઓના જુઠ પાસેથી માહિતી એકત્રિત કરવાની ખૂબ ઝડપી અને અતિ સરળ પ્રયુક્તિ છે. આ પ્રયુક્તિમાં ખુબ સરળ સ્વરૂપે રચાયેલા પ્રશ્નોની એક યાઅદી કે પત્રક તૈયાર કરવામાં આવે છે. ઉત્તરદાતા પાસેથી ઉત્તરો રૂબરૂ, ટપાલ દ્વારા કે ઇ-મેઇલ દ્વારા મેળવવામાં આવે છે. પ્રશ્નાવલિ પ્રયુક્તિના ઉત્તરો ઉત્તરદાતાએ સંશોધકે પ્રાશ્નિકની વ્યક્તિગત મદદ વિના લખવાના હોય છે.

પ્રશ્નાવલિ પ્રયુક્તિના પ્રકારો :

1 પ્રતિબંધિત પ્રશ્નાવલિ કે વૈકલ્પિક જવાબી પ્રશ્નાવલી :

પ્રતિબંધિત પ્રશ્નાવલિમાં પ્રશ્નોના ઉત્તરો નક્કી કરેલા ‘હા’, ‘ના’ અથવા ‘ખબર નથી’ સ્વરૂપમાં આપવામાં આવે છે.

ઉત્તરદાતાએ પ્રશ્નનો ઉત્તર દર્શાવવા માટે આ ત્રણ વિકલ્પમાંથી પોતેને જે ઉત્તર યોગ્ય લાગે તે વિકલ્પ પર નિશાની કે ઉત્તર નીચે લીટી દોરવાની હોય છે.

ઉદાહરણ-પ્રશ્ન :
વિદ્યાર્થીઓની અભ્યાસસિદ્વિને વધુ ઉચ્ચ કક્ષાની બનાવવા માટે ખાનગી ટ્યૂશનની પ્રથાને પ્રોત્સાહન આપવું જોઈએ ?


કેટલીક વાર પ્રશ્નાવલિના આ પ્રકારમાં આપવામાં આવેલા પ્રશ્નો સામે ઉત્તરદાતાએ ‘સંમતિ’ અથવા ‘અસંમતિ’ દર્શાવવાની હોય છે.

વૈકલ્પિક જવાબી પ્રશ્નાવલિમાં પ્રશ્નોના ઉત્તરો નક્કી કરેલા ચાર વિકલ્પના સ્વરૂપમાં આપવામાં આવે છે. ઉત્તરદાતાએ પ્રશ્નનો ઉત્તર દર્શાવવા માટે આ ચાર વિકલ્પમાંથી પોતાને જે ઉત્તર યોગ્ય લાગે તે વિકલ્પનો ક્રમ પ્રશ્નની સામે દર્શાવેલા ચોરસમાં દર્શાવવાનો હોય છે.

ઉદાહરણ-પ્રશ્ન :  ચૂંટણીપ્રચારમાં નીચે જણાવેલાં સાધનોમાંથી કયા સાધનને તમે સૌથી વધુ અસરકારક માનો છો ?
(a) પત્રિકાઓ (b) સમૂહ માધ્યમ (c) પત્રિકાઓ (d) રૂબરૂ સંપર્ક              ........ 

આ પ્રકારની પ્રશ્નાવલિમાં પૂછવામાં આવેલા પ્રશ્નોને ‘પ્રતિબંધિત પ્રશ્નો’ કહેવામાં આવે છે અને આ પ્રકારના પ્રશ્નોવાળી પ્રશ્નાવલિને ‘પ્રતિબંધિત પ્રશ્નાવલિ’ કહે છે.

આ પ્રશ્નાવલિમાં પ્રશ્નો સાથે તેના ઉત્તરો અગાઉથી જ આપેલા હોવાથી ઉત્તરદાતા સરળતાથી અને ઓછા સમયામં ઉત્તરો આપી શકે છે.

સંશોધક મળેલી માહિતીનું વર્ગીકરણ સરળતાથી કરી શકે છે અને માહિતીને સંખ્યાત્મક સ્વરૂપે રજૂ કરી શકે છે.

ઉત્તરદાતાએ આપેલા વિકલ્પમાંથી એક વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનો હોય છે. આથી ઉત્તરદાતાને મૌલિક ઉત્તર અથવા અભિપ્રાય આપવાની તક મળતી નથી.

2 અપ્રતિબંધિત પ્રશ્નાવલિ કે મુક્તજવાબી પ્રશ્નાવલિ :


અપ્રતિબંધિત પ્રશ્નાવલિ કે મુક્તજવાબી પ્રશ્નાવલીમાં ઉત્તરદાતાએ પ્રશ્નોના ઉત્તરો કોઇ પણ પ્રકારના પ્રતિબંધ વગર, મુક્ત રીતે, પોતાના શબ્દોમાં આપવાના હોય છે.

આ પ્રકારની પ્રશ્નાવલિમાં ઉત્તરદાતાએ મુક્ત રીતે ઉત્તરો આપવાના હોવાથી ઉત્તરદાતાને પોતાના અભિપ્રાયો, માન્યતાઓ અને વિચારો રજૂ કરવાની તક મળે છે.

આ પ્રશ્નાવલિમાં ઉત્તરો અગાઉથી નક્કી કરેલા નહી હોવાથી ઉત્તરદાતા લાંબા કે ટુંકા ઉત્તરો આપી શકે છે. ઉત્તરદાતા પ્રશ્નોના ઉત્તરો સંશોધકની હાજરી અથવા ગેરહાજરીમાં લખીને જણાવી શકે છે.

ઉદાહરણ-પ્રશ્ન : સમાજમાંથી નિરક્ષરતા દૂર કરવા માટે તમે કયા ઉપયો સૂચવો છો ?

આ પ્રકારની પ્રશ્નાવલિની મદદથી ઉત્તરદાતાઓના બાહ્ય અને આંતરિક સ્વરૂપને જાણી શકાય છે.

આ પ્રશ્નાવલિ પ્રયુક્તિમાં સંશોધકને પોતાની અપેક્ષા મુજબના ઉત્તર મળતા નથી, પરંતુ કોઈ પણ વિવાદાસ્પદ સમસ્યાના સંશોધન કરવામાં આ પ્રયુક્તિ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે.

3 પ્રત્યક્ષ પ્રશ્નોવાળી પ્રશ્નાવલિ :

પ્રત્યક્ષ પ્રશ્નોવાળી પ્રશ્નાવલિમાં સંશોધકનો પ્રશ્નો પુછાવાનો હેતું શું છે તે ઉત્તરદાતા સ્પષ્ટ રીતે સમજી શકે છે. આ પ્રકારના પ્રશ્નોને ‘પ્રત્યક્ષ પ્રશ્નો કહે છે. આમ, પ્રત્યક્ષ પ્રશ્નો સંશોધકના હેતુને વ્યક્ત કરતા હોય છે.

પ્રત્યક્ષ પ્રશ્નો સંશોધનના હેતુ સાથે સુસંગત હોય છે અને સંશોધનની જે સમસ્યા હોય તે સમસ્યા સાથે જોડાયેલા હોય છે.

પ્રત્યક્ષ પ્રશ્નો પ્રતિબંધિત સ્વરૂપના અથવા અપ્રતિબંધિત સ્વરૂપના પણ હોઇ શકે છે.

પ્રત્યક્ષ પ્રશ્નો દ્વારા સંશોધક ઉત્તરદાતા વિચારો, વલણો, અભિપ્રાયો અને માન્યતાઓ જાણી શકે છે.

4 પરોક્ષ પ્રશ્નોવાળે પ્રશ્નાવલી :

પરોક્ષ પ્રશ્નોવાળી પ્રશ્નાવલિમાં સંશોકનો પ્રશ્નો પુછવાનો હેતુ શું છે તે ઉત્તરદાતા સ્પષ્ટ રીતે સમજી શકતો નથી. આ પ્રકારના પ્રશ્નોને ‘પરોક્ષ પ્રશ્નો’ કહે છે.

પરોક્ષ પ્રશ્નો સંશોધનના હેતુ સાથે સીધેસીસા સુસંગત અથવા સંબંધમાં હોતા નથી, પરંતુ ધારણા કે સિદ્વાંતથી તે સંશોધનના હેતુ સાથે સુસંગત અને સંબંધિત હોય છે.

પરોક્ષ પ્રશ્નાવલિમાં ઉત્તરદાતાને આ જ પ્રમાણે કોઈ અપૂર્ણ વાક્ય આપીને તે વાક્યને પૂર્ણ કરવાનું કહેવામાં આવે છે. જેમ કે, ‘જો હું શાળાનો આચાર્ય હોઉં તો...’.

5 મિશ્ર પ્રશ્નાવલિ :

સામાજિક સંશોધનમાં સંશોધક માટે તમામ પ્રકારના પ્રશ્નો ઉપયોગી અને મહત્વના છે. આ પ્રશ્નો પ્રત્યક્ષ કે પરોક્ષ અથવા પ્રતિબંધિત કે અપ્રતિબંધિત સ્વરૂપના હોઈ શકે છે. આમ, કોઈ પણ પ્રશ્નાવલિ ઉપર મુજબના પ્રશ્નોના સંયોજનરૂપે હોય છે. આ પ્રકારની પ્રશ્નાવલિ ‘મિશ્ર પ્રશ્નાવલિ’ કહે છે.

6 ચિત્રાત્મક પ્રશ્નાવલિ :

ચિત્રાત્મક પ્રશ્નાવલિમાં ઉત્તરદાતાને પ્રશ્નોના શક્ય ઉત્તરો ચિત્રો રજૂ કરવામાં આવે છે. અથવા આ પ્રશ્નાવલિમાં ઉત્તરદાતાને ચિત્રોના સ્વરૂપમાં પ્રશ્નો પુછવામાં આવે છે, જેથી ઉતરદાતા ચિત્ર પર નિશાની કરીને ઉત્તર આપી શકે છે.

ચિત્રાત્મક પ્રશ્નાવલિનો ઉપયોગ બાળકો, નિરક્ષર ઉત્તરદાતા કે મંદબુદ્વિના ઉત્તરદાતા માટે કરવામાં આવે છે.

કેટલીક વાર પ્રશ્નાવલિને આકર્ષક બનાવવા માટે પણ ચિત્રાત્મક પ્રશ્નાવલિનો ઉપયોગ કરવામાં આવે છે.


Advertisement
સહભાગી અને અસહભાગી નિરીક્ષણ સમજાવો. 

સર્વેક્ષણ પદ્વતિ વિશે વિગતવાર સમજ આપો. 

Advertisement