Chapter Chosen

સમાજશાસ્ત્રીય સંશોધન પદ્વતિઓ

Book Chosen

સમાજ્શાસ્ત્ર ધોરણ 11

Subject Chosen

સમાજ શાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
પ્રશ્નાવલિનો અર્થ આપી, તેના પ્રકારો સમજાવો.

સર્વેક્ષણ પદ્વતિ વિશે વિગતવાર સમજ આપો. 

સામાજિક સંશોધનનાં સોપાનો ચર્ચો. 

‘વ્યક્તિ તપાસ પદ્વતિ’ સમજાવો. 

Advertisement
સહભાગી અને અસહભાગી નિરીક્ષણ સમજાવો. 

નિરીક્ષણ પ્રયુક્તિ માહિતી પ્રાપ્ત કરવા માટે સર્વ વિજ્ઞાનોની સૌથી જૂની પ્રયુક્તિ છે.

સંશોધનના હેતુના સંદર્ભમાં સહજ ક્રમમાં બનતી ઘટનાઓને ઘટનાસ્થળે જઈને પ્રત્યક્ષ અને વસ્તુલક્ષી સ્વરૂપે જોવામાં આવે ત્યારે તેને ‘નિરીક્ષણની પ્રયુક્તિ’ કહેવામાં આવે છે.

નિરીક્ષણ પ્રયુક્તિમાં આંખ અને કાન જેવી જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ કરીને માહિતી મેળવવામાં આવે છે.

સંશોધક પોતાના અભ્યાસક્ષેત્રની પ્રવૃત્તિઓ, ઉત્સવો, દૈનિક જીવન વગેરેમાં સહભાગી બને છે અને જરૂરી એકત્રિત કરે છે.

સહભાગીપનાની દ્વષ્ટિએ આ પ્રયુક્તિના બે પ્રકાર પડે છે :1 સહભાગી નિરીક્ષણ અને 2 અસહભાગી નિરીક્ષણ.

1 સહભાગી નિરીક્ષણ :

સહભાગી નિરીક્ષણ માનવશાસ્ત્રમાં વિશ્વભરમાં વપરાતી પ્રયુક્તિ છે અને સમાજશાસ્ત્રીઓએ તેનો સ્વીકાર કર્યો છે.

‘સહભાગી નિરીક્ષણ’ શબ્દ ઇ.સ. 1924માં સૌપ્રથમ લિંડમૅને તેમના પુસ્તક ‘સોશિયલ ડિસ્કવરીમાં પ્રયોજ્યો હતો.

વિશ્વવિખ્યાત માનવશાસ્ત્રી મેલિનોવસ્કિએ ઑસ્ટ્રેલિયાના ટ્રોબ્રિઆન્ડ ટાપુઓના આદિવાસી સમુદાયોના સંશોધનમાં સહભાગી નિરીક્ષણ પ્રયુક્તિનો ઉપયોગ કર્યો હતો. આથી તેઓ સહભાગી નિરીક્ષણ પ્રયુક્તિના ‘પ્રણેતા’ ગણાય છે.

આ પ્રયુક્તિમાં સંશોધક જે સમૂહનો અભ્યાસ કરવા માગતો હોય તેમની સાથે પોતાની ઓળખ છુપાવીને, તેમનાંમાંથી જ એક વ્યક્તિ તરીકે ભળી જાય છે અને તે સમૂહના રોજિંદા જીવનમાં સહભાગી બનીને તેમની પ્રવૃત્તિઓનું સતત નિરીક્ષણ કરે છે. આ રીતે તે જરૂરી માહિતી એકત્રિત કરે છે.

આમ, સંશોધક અભ્યાસના સ્થળે રહીને સમૂહના રોજબરોજના જીવનમાં ઓતપ્રોત બને છે અને આંખ-કાન જેવી જ્ઞાનેન્દ્વિયોની મદદથી માનવવ્યવહારોનું અવલોકન કરીએ તેમજ લોકોની દૈનિક ચર્ચાઓ સાંભળીને સતત નિરીક્ષણ દ્વારા મળતી માહિતી મેળવે છે.

સહભાગી નિરીક્ષણ દ્વારા વ્યક્તિઓના સ્વાભાવિક વર્તનને સાહજિક રીતે જોવાની સુવિધા મળે છે. સામાજિક જૂથના સભ્યોના વર્તનને સમજીને ઉપલબ્ધ માહિતીની ચકાસણી થઇ શકે છે. જે સંશોધનને વિશ્વસનીય બનાવે છે.

આદિવાસી સમૂહો તેમજ સમાજના વિવિધ સમૂહો અને સમૂદાયોના અભ્યાસ માટે આ પ્રયુક્તિનો ઉપયોગ થાય છે.

સહભાગી નિરીક્ષણમાં કેટલી વાર સંશોધકે બેવડી ભૂમિકા ભજવી પડે છે : (1) સમૂહના સક્રિય સભ્ય તરીકેની અને (2) સમૂહના વર્તનનો અભ્યાસ કરનાર એક તટસ્થ સંશોધક તરીકેની. કેટલીક વાર બંન્ને ભૂમિકાઓ વચ્ચે સમતોલ જાળવવાનું મુશ્કેલ બને છે.

નિરીક્ષણ જૂથના સભ્યોને નિરીક્ષણકર્તાના હેતુ અથવા ઓળખની જાણ થઇ જાય તો જૂથના સભ્યોનું વર્તન કૃત્રિમ બની જાય છે.

એક સંશોધકે નિરીક્ષણ દ્વારા મેળવેલી માઅહિતી બીજા સંશોધક દ્વારા ચકાસવી મુશ્કેલ છે.

કોઈ કોઈ વાર સંશોધકે જરૂરી માહિતી મેળવવા માટે લાંબા-લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. પરિણામે સમયનો બગાડ થાય છે.

જો નિરીક્ષણકર્તા તટસ્થ રહી માહિતી એકત્રિત ન કરી શકે તો આધારભૂત માહિતી પ્રાપ્ત થઈ શકતી નથી.

2 સહભાગી નિરીક્ષણ :

આ પ્રયુક્તિમાં નિરીક્ષણકર્તા જે બાબતનો અભ્યાસ કરવાનો હોય તે માટે સમુહના સક્રિય સભ્ય બન્યા વિના, સમૂહથી પોતાની જાતને અલિપ્ત રાખીને સમૂહના જીવનનું, સમૂહની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરીને માહિતી એકત્રિત કરે છે.

શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, કારખાનાંના કે કચેરીઓના કર્મચારીઓ, હડતાલ, ધાર્મિક ઉત્સવો કે વિધિઓ વગેરેનો સામાજિક અભ્યાસ કરવા માટે અસહભાગી નિરીક્ષણ પ્રયુક્તિનો ઉપયોગ થાય છે.

અસહભાગી નિરીક્ષણ પ્રયુક્તિમાં જેમનું નિરીક્ષણ કરવામાં આવે છે તેઓ સમાન થઈ જાય ત્યારે તેઓ વધુ ઉત્સાહીત વર્તવા લાગે છે અથવા કૃત્રિમ વર્તન કરવા લાગે છે.

સંશોધક અજાન્યો લાગે તો સમૂહના સભ્યો શરમ-સંકોચ અનુભવે છે. આથી તેમના વર્તનમાં કૃત્રિમતા આવે છે અને સંશોધન પર તેની નકારાત્મક અસર પડે છે.

નિરીક્ષણ પ્રયુક્તિને વધુ કાર્યક્ષમ બનાવવા માટે નિરીક્ષણ કરવા માટેના મુદ્દાઓની યાદી બનાવવામાં આવે છે. આ ઉપરાંત ટેપરેકૉર્ડર, કૅમેરા વગેરે જેવાં દ્વશ્ય-શ્રાવ્ય સાધનોની પણ મદદ લેવામાં આવે છે.

સહભાગી નિરીક્ષણ અને અસહભાગી નિરીક્ષણના પ્રકારો નિરીક્ષણકર્તાની ભૂમિકાના આધારે પાડવામાં આવ્યા છે. સંશોધનમાં સંપૂર્ણ સહભાગી નિરીક્ષણ અથવા સંપૂર્ણ અસભાગી નિરીક્ષણ મુશ્કેલ છે. આથી સંશોધનના ક્ષેત્રમાં સહભાગી અને અસહભાગી નિરીક્ષણના સંયોજન સ્વરૂપે ‘અર્ધસહભાગી નિરીક્ષણ પ્રયુક્તિ’ વિકસાવવામાં આવી છે. જે પ્રયુક્તિ સહભાગી નિરીક્ષણ અને અસહભાગી નિરીક્ષણમાં રહેલી મર્યાદાઓને દૂર કરે છે.


Advertisement
Advertisement