Chapter Chosen

કુદરતી વનસ્પતિ

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ભારતમાં વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ શા માટે જોવા મળે છે ? 

જંગલોનું પર્યાવરણીય મહત્વ શું છે ?

Advertisement
ભારતનાં જંગલોના પ્રકાર જણાવો. 

ભારતનાં જંગલોના પાંચ પ્રકાર છે . 1. ઉષ્ણ કટિબંધિય વરાસાદી જંગલો. 2. ઉષ્ણ કટિબંધિય ખરાઉ જંગલો, 3. ઉષ્ણ કટિબંધિય કાંટાળા જંગલો, 4. સમશીતોષ્ણ કટિબંધિય જંગલો, 5. ભરતીના જંગલો.

1. ઉષ્ણ કતિબંધીય વરસાદી જંગલો :

વિતરણ : ભારતમાં આ જંગલો ગરમ અને ભેજવાળી આબોહવા, વાર્ષિક 200 સેમી કરતા વધુ વરસાદ અને 22bold degree સે કરતાં વધ તાપમાનવાળા પ્રદેશોમાં આવેલાં છે.

ભારતમાં તે પશ્ચિમઘાટના વધુ વરસાદવાળા વિસ્તારો, લક્ષદ્વિપ અને અંદમાન-નિકોબાર ટાપુઓ, અસમની ઉપરનાં વિસ્તારોમાં અને તમિલનાડુના તટીય પ્રદેશોમાં જોવા મળે છે.

વૃક્ષો : મૅહોગની, અબનૂસ, રોઝવુડ, રબર વગેરે અહીંના મુખ્ય વૃક્ષો છે.

વિશેષતાઓ : અહીંના વૃક્ષોની ઊંચાઈ 60 મીટર કરતાં વધુ હોય છે.

ઝાડી-ઝાંખરાંનાં કારણે અહીં ભેજનું પ્રમાણ વધુ હોય છે.

આ જંગલોમાં પાનખર ઋતુ હોતી નથી.

તે બારે માસ લીલાં રહે છે, તેથી તેમને ‘નિત્યલીલાંં જંગલો’ પણ કહે છે.

અહીં વૃક્ષોનાં થડ જાંડાં તથા તેમનું લાકડું કઠણ અને વજનદાર હોય છે.

2. ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો :

વિતરણ : ભારતમાં આ પ્રકારના જંગલો 70થી 200 સેમી વરસાદ મેળવતાં ઉત્તર-પૂર્વીય રાજ્યો, હિમાલયની તળેટીનો પ્રદેશ, પોઅશ્ચિમ ઓડિશા, છત્તિસગઢ, ઝારખંડ, પશ્ચિમઘાટ,ના પૂર્વીય ઢોળાવો અને વિંધ્ય તથા સાતપુડાના પર્વતોમાં જોવા મળે છે.

વૃક્ષો : સાગ., સાલ, સીસમ, ચંદન, ખેર, વાંસ વગેરે અહીંના મહત્વનાં વૃક્ષો છે.

વિષેષતાઓ : અહીંના વૃક્ષો પાનખર ઋતુમાં 6 થી 8 અઠવાડિયાં દરમિયાન પોતાનાં બધાં પાંદડાં ખેરવી નાંખે છે. તેથી આ જંગલો ‘ખરાઉ જંગલો’ કહેવાય છે.

દરેક પ્રજાતિનાં વૃક્ષો પાન ખેરવવાનો ચોક્કસ સમય જુદો જુદો હોય છે. તેથી આખું જંગલ એક ચોક્કસ સમય માટે પાન વગરનું થઈ જતું નથી.

આ જંગલોના વૃક્ષો મોસમ પ્રમાણે પાન ખેરવતાં હોવાથી તેને ‘મોસમી જંગલો’ પણ કહે છે.

3. ઉષ્ણ કટિબંધીય કાંટાળાં જંગલો :

વિતરણ : ભારતમાં આ જંગલો 70 સેમી કરતાં ઓછા વરસાદવાળા પ્રદેશોમાં જોવા મળે છે.

આ પ્રકારના જંગલો ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પશ્ચિમઘાટના વર્ષાછાયાના કેટલાક વિસ્તારોમાં આવેલાં છે.

વૃક્ષો : ખજૂર, બોરડી, બાવળ, થોર, ખીજડો વગેરે અહીંનાં વૃક્ષો છે.

વિશેષતાઓ : આ વનસ્પતિનાં મૂળ લાંબાં, ઊંડા અને પાણી મેળવવા માટે વર્તુળની ત્રિજ્યાઓની જેમ ચોતરફ ફેલાયેલા હોય છે.

તેમનાં પાન નાંના હોય છે, જેથી લાંગી સૂકી ઋતુમાં બાષ્પનિષ્કાસનની ક્રિયા મંદ થાય છે.




4.સમશીતોષ્ણ કટિબંધીય જંગલો તથા ઘાસનાં મેદનો :




શંકુદ્રુમ જંગલોની વિશેષતાઓ : અહીંના વૃક્ષો શંકુ આકાર ધરાવે છે.

વૃક્ષોની ડાળીઓ નીચે તરફ ઢળતી હોવાથી હિમવર્ષા વખતે વૃક્ષો પર પડતો બરફ સહેલાઈથી જમીન પર સરકી જાય છે.

વૃક્ષોનાં પાન લાંબા, અણીદાર અને ચીકાશવાળાં હોય છે. તે ભેજને લાંબા સમય સુધી ટકાવી રાખે છે.

વૃક્ષોનું લાકડું અંદરથી પોચું અને માવાદાર હોય છે. તેથી તે કાગળ બનાવવા માટે ઉપયોગી છે.

આ વૃક્ષોનો વિકાસ થવામાં ઘણાં વર્ષો લાગે છે.

5 . ભરતીનાં જંગલો :

વિતરણ : આ જંગલો દરિયાકિનારે નદીઓનાં મુખત્રિકોણપ્રદેશોમાં આવેલાં છે.

ભારતમાં તે બંગાળાની ખાડીના કિનારાન પ્રદેશમાં તેમજ ગુજરાતના દરિયાકિનારે દલદલીય વિસ્તારમાં નાના પાયા પર જોવા મળે છે.

વૃક્ષો : સુંદરી અને ચેર અહીંનાં મુખ્ય વૃક્ષો છે.


Advertisement
જંગલોના વિનાશના કારણો કયાં કયાં છે ?

જંગલ વિનાશની અસરો કઈ કઈ છે ? 

Advertisement