CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
મૂળભૂત હકોની અગ્ત્યતા સમજાવો.
મૂળભૂત હકો એટલે નાગરિકના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ માટે મળવી જોઈતી અમુક ચોક્કસ અનુકૂળતાઓ.
મૂળભૂત હકો એ દરેક નાગરિકની મહામુલી પૂંજે અને શક્તિ છે. તેમના દ્વારા નાગરિક સર્વાંગી પ્રગતિ અને વ્યક્તિત્વનો વિકાસ સાંધી શકે છે. સરળ, સ્વસ્થ, સમજદારીભર્યું અને સમૃદ્ધ જીવન જીવવા માટે મુળભૂત હકો અનિવાર્ય છે. નાગરિકના મૂળભૂત હકોનું રક્ષણ એ બીજી રીતે લોકશાહીનું જ રક્ષણ છે. જે સરકાર નાગરિકોને પાયાના હકો ગણાતા મૂળભૂત હકો આપે તેને લોકશાહીની સરકાર કહી શકાય. આમ, મૂળભૂત હકોમાં લોકશાહીની ભાવના રહેલી હોવાથી તેમનું અસાધરણ મહત્વ છે.