Chapter Chosen

પરિવહન અને દૂરસંચાર

Book Chosen

ભૂગોળ ધોરણ 12

Subject Chosen

ભૂગોળ્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ભારતના આંતરીક જળ માર્ગો વિશે ટૂંક નોધ લખો. 

ભારતમાં પાથરવામાં આવેલી તેલ અને ગૅસ પાઈપલાઈનની ચર્ચા કરો. 

Advertisement

ભારતની સડકોના પ્રકારની ચર્ચા કરો. 


મહત્વની દ્વષ્ટીએ ભારતની સડકોને છ જૂથામાં વહેચાવામા આવી છે: 

1. સુવર્ણ ચતુષ્કોણ સુપર ઍક્સપ્રૅસ હાઈવે

2. રાષ્ટ્રીય ધોરી માર્ગો

3. રાજ્ય ધોરી માર્ગો

4. સરહદી ધોરી માર્ગો

5. જિલ્લા માર્ગો

6. ગ્રામ્ય સડકો

1. સુવર્ણ ચતુષ્કોણ સુપર ઍક્સપ્રેસ હાઈવે : આ પરિયોજના અંતર્ગત દેશના ચાર મહાનગરો દિલ્લી, કોલકત્તા, ચેન્નઈ, મુંબઈને આ હાઈવેથી સાંકળી લેવામાં આવશે. આ સડક છ ટ્રેકની બનશે. આ યોજનાના ભાગરૂપે શ્રીનગર અને કન્યાકુમારીને જોડતા અને પોરબંદરને સિલ્ચર સાથે જોડતા ઊપ-ઍક્સપ્રેસ માર્ગો પણ બાંધવાં આવશે. આ સડકો તૈયાર કરવાનું કાર્ય રાષ્ટ્રીય ધોરી માર્ગ નિગમને હસ્તક છે.

2. રાષ્ટ્રીય ધોરી માર્ગો :

1. રાષ્ટ્રીય ધોરી માર્ગની સાચવણી અને તેના નિર્માણની જવાબદારી કેન્દ્વ્રિય જાહેરમાર્ગ અને બાંધકામની છે. 

2.1999-2000 માં રાષ્ટ્રીય ધોરી માર્ગોની લંબાઈ 57,000 કિમીની હતી. 

3. રાષ્ટ્રીય ધોરી માર્ગો દેશના સામસામા છેડાને જોડે છે. 

4. નૅશનલ હાઈવે નંબર-1 'શેરશાહ સૂરી માર્ગ' તરીકે ઓળખાય છે. આ માર્ગ દિલ્લીને અમૃતસર સાથે જોડે છે. 

5.નૅશનલ હાઈવે નં-2 દિલ્લી અને કોલકત્તાને જોડે છે. 

6. નૅશનલ હાએવે નં-6 દેશના બીજા ક્રમનો લાંબો માર્ગ છે. તેની લંબાઈ 1949 કિમી છે. 

7. ભાર્તનો સૌથી લાંબો નૅશનલ હાઈવે નંબર-7 છે. તેની લંબાઈ 2369 કિમી છે. 

8. નૅશનલ હાઈવે નંબર-8 દીલ્લીને મુંબઈ સાથે જોડે છે. આ માર્ગ ગુજરાતમાં થઈને પસાર થાય છે.

3. રાજ્ય ધોરી માર્ગો : 

1. રાજ્ય ધોરી માર્ગો રાજ્યના પાટનગરને જિલ્લાનાં કેન્દ્વ્રો સાથે જોડે છે.

2. તેમનું નિર્માણ જેતે રાજ્યના જાહેરમાર્ગ અને બાંધકામ વિભાગ દ્વારા કરવામાં આવે છે. 

3. પ્રત્યેક રાજ્ય પોતાનાં મહત્વના શહેરોને જોડતા ધોરી માર્ગ બાંધે છે. 

4. રાજ્ય ધોરી માર્ગો પાકી સડકો છે. 

4. સરહ્દી ધોરી માર્ગો : 

1.  ઉત્તર અને પૂર્વ સરહદી ક્ષેત્રોમાં સુરક્ષાની દ્વષ્ટિએ સરહદી ધોરી માર્ગો બનાવવામાં આવ્યા છે. 

2. રાષ્ટ્રીય સરહદ માર્ગ સંસ્થાન આ પ્રકારની સડકોનું નિર્માણ કરે છે. 

3. આ સડકો બનવાથી દુર્ગમ પ્રદેશોમાં પહોચવાનું સરળ બન્યું છે. 

4. માર્ચ, 2002 સુધીમાં રાષ્ટ્રીય સરહદ માર્ગ સંસ્થાન દ્વારા 30,028 કિમી લંબાઈની સડકોનું નિર્માણ કાર્ય પૂર્ણ કરેલ છે. કેટલાક કાયમી પુલ બનાવવામાં આવ્યા છે. 

5-6. જિલ્લા મર્ગો અને ગ્રામ્ય સડકો :

1. કેટલીક પાકી તેમજ કાચી સડકો ગ્રામીણ ક્ષેત્રોને પરસ્પર જોડે છે અને તેમને શહેરો સાથે પણ સાંકળે છે. 

2. ગ્રામ્ય માર્ગોની જગ્યાએ હવે ઘણી પાકી સડકો બની ગઈ છે. 


Advertisement
વિદ્યુતગ્રીડ

ભારતીય રેલ માર્ગના પ્રકાર 

Advertisement