એક નળાકરના બંને છેડા અર્ધગોલકથી બંધ કરવામાં આવ્યાં છે. નળાકારની ત્રિજ્યા 14 સેમી અને ઉંચાઈ 50 સેમી છે, તો તેનું કુલ પૃષ્ઠફળ શોધો.
એક પેટી નળાકાર અને તેની ઉપર શંકું મૂકીને બનાવેલ છે. નળાકાર અને શંકુની ત્રિજ્યા 12 સેમી છે અને શંકુની તિયર્ક ઊંચાઈ 13 સેમી છે. નળાકારની ઊંચાઈ 11 સેમી છે. પેટીનું કુલ વક્રપૃષ્ઠફળ શોધો.
3મીટર ઊંચા અને 8 મીટર વ્યાસવળા શંકું આકારના ચાર તંબુ બનાવવા કેટલા ચોરસ મીટર કાપડ જોઈશે ?
Advertisement
શંકુ નીચે અર્ધગોલક લગાવેલ ધન પદાર્થોની વક્રસપાટીનું કુલ ક્ષેત્રફળ 361.1 સેમી2 છે જો શંકુની તિયર્ક ઊંચાઈ 13 સેમી હોય, તો ઘન પદાર્થની કુલ ઊંચાઈ શોધો. ()
અહીં, શંકુની તિયર્ક ઉંચાઈ l = 13 સેમી તથા શંકુની તેમજ અર્ધગોલક લગાવી બનતા ઘન પદાર્થની વક્ર સપાટીનું કુલ ક્ષેત્રફળ = શંકુની વક્રપૃષ્ઠફળ + અર્ધગોલકનું વક્રપૃષ્ઠફળ
∴ r = 5 સેમી
શંકુ માટે, l2 = r2 + h2
∴ h2 = l2 - r2 = 132 - 52 = 169 - 25 = 144
∴ h = 12 સેમી
આમ, શંકુવાળા ભાગની ઉંચાઈ = 12 સેમી
આપેલ ઘન પદાર્થની કુલ ઊંચાઈ
= શંકુવાળા ભાગની ઉંચાઈ + અર્ધગોલકની ત્રિજ્યા
= 12 + 5
= 17 સેમી
ઘન પદાર્થની કુલ ઊંચાઈ 17 સેમી છે.
Advertisement
એક ધાતુનો નળાકાર જેની ત્રિજ્યા 5 સેમી અને ઊંચાઈ 7 સેમી છે. તેને ઓગાળી(પીગળી)ને 0.5 સેમી ત્રિજ્યાવાળા કેટલા દડા બનશે ?