Gujarati Posts

ભુજંગાસન

ભુજંગાસન : ભુજંગ એટલે સાપ. આ આસનમાં શરીરનો આકાર સર્પ જેવો થતો હોવાથી તેને ભુજંગાસન કહેવામાં આવે છે. આ ઉપરાંત આ આસનને સર્પાસન પણ કહે છે.

મૂળ સ્થિતિ : પેટ પર તણાવમુક્ત સ્થિતિમાં એટલે કે ઊંધા સૂઈ જવું.

પદ્ધતિ :

  • સૌ પ્રથમ ઊંધા સૂઈ જાઓ.
  • બન્ને હાથને કોણીમાંથી વાળી હથેળીને છાતીની બાજુ પર જમીન ઉપર ગોઠવો.
  • હાથના આંગળાં આગળની તરફ અને બન્ને પગના પંજા પાછળની તરફ ખેંચાયેલા રાખો.
  • બન્ને પગ ભેગા રાખો, કપાળ તથા દાઢી સામેની દિશામાં અને દાઢી જમીનને અડકેલી રાખવી.
  • હવે હાથની હઠેળીના ટેકા વડે માથું ઉપર તરફ ઉઠાવો.
  • ખભા તથા છાતીના ભાગને ઉપરની તરફ શ્વાસ લેતાં લેતાં લઈ જાઓ.
  • નાભિને જમીન સાથે અડાડેલી રાખીને કરોડને શક્ય તેટલો પાછળ વળાંક આપો.
  • શરૂઆતમાં 30 સેકન્ડ સુધી આ સ્થિતિમાં રહો.
  • થોડીવાર આ સ્થિતિમાં રહ્યા પછી ધીમે ધીમે મૂળ સ્થિતિમાં આવો.

ધ્યાનમાં રાખવાની બાબતો :

  • આ આસન ખૂબ જ ધીમેથી કરવું.
  • જોર કરીને કે આંચકા મારીને કરોડ વાળવી નહિ.
  • આ આસન કરતી વખતે એકદમ પાછળની તરફ ખુબ વળવું નહીં.
  • ચહેરા કે પગના સ્નાયુઓને તાણપૂર્વક ન ખેંચો.
  • જે કોઇ વ્યક્તિને પેટમાં દુખાવો હોય અથવા પીઠમાં વધારે પડતો દુખાવો હોય તેમને આ આસન કરવું નહીં.
  • સગર્ભા સ્ત્રીઓએ આ આસન ન કરવું.

ફાયદા :

  • પીઠના દુઃખાવામાં આ આસન ખૂબ જ લાભદાયી છે.
  • પેટના અવયવો અને આંતરડાંને વ્યાયામ મળે છે.
  • પેટના સ્નાયુઓ વધુ કાર્યક્ષમ બને છે.
  • આંતરડા અને ફેફ્સાને મજબૂત કરે છે.
  • જ્ઞાનતંતુનું સ્વાસ્થ્ય વધારે છે.
  • કરોડ વધુ સ્થિતિસ્થાપક બને છે.
  • કબજિયાત દૂર થાય છે અને શરીર સુડોળ બને છે.
  • છાતી, ખભા, ગરદન અને માથાના ભાગોના વિકાસ માટે આ આસન ખૂબ જ લાભદાયી છે.
  • આ આસનથી લોહિનું પરિભ્રમણ સુધરતાં મૂત્રપિંડની કાર્યક્ષમતા વધે છે.
  • જમ્યા પછી પેટમાં વાયુ થતો હોય તો આ આસનથી અટકે છે.
  • શ્વસનતંત્ર વધુ કાર્યક્ષમ બને છે તથા હૃદય બળવાન બને છે.
  • બહેનોને માસિક સંબંધી ફરિયાદો દૂર થાય છે.
  • આ આસનથી અતિ શ્રમ અને થાકને કારણે થતો બરડાનો દુખાવામાં રાહત મળે છે.
  • મગજમાંથી નીકળતા જ્ઞાનતંતુઓ બળવાન બને છે.
  • કફ, પિત્ત પ્રકૃતિના લોકો માટે આ આસન હિતકર છે.
  • થાક અને તણાવ ઓછા કરે છે.
  • આ આસનથી પેટની ચરબી ઓછી થાય છે.
Yogesh Patel

Recent Posts

Understanding Standard Form of Numbers: An Explanation With Examples

Through the standard form offers different advantages in mathematical calculations and scientific notation. Firstly, it…

5 months ago

How to deal with stress and anxiety in college

Introduction Stress is a feeling caused by an external trigger that makes us frustrated, such…

6 months ago

Why is Sociology Important These Days?

Sociology is a broad discipline that examines societal issues. It looks at the meaningful patterns…

6 months ago

How to Convert Inches to mm

Some info about Inch Inches are a unique measure that persuades us that even the…

8 months ago

Antilogarithms – Definition, Methods, and Examples

You should be familiar with logarithms to understand antilogarithms in a better manner. Logarithms involve…

10 months ago

नाटककार सुरेंद्र वर्मा

यहां "नाटककार सुरेंद्र वर्मा" पुस्तक की पीडीएफ विद्यार्थी, शोधार्थी और जो इसका अभ्यास के लिए…

10 months ago