Gujarati Posts

યોગ મુદ્રાસન

યોગ મુદ્રાસન : યોગ મુદ્રાસન એ પેટની ચરબી ઘટાડવા માટેનું એક ઉત્તમ આસન છે. આ આસનથી ચહેરો નિખરે છે અને નમ્ર બને છે.

મૂળ સ્થિતિ : પદ્માસનની સ્થિતિમાં બેસો.

પદ્ધતિ :

  • સૌ પ્રથમ પદ્માસનની સ્થિતિમાં બેસો.
  • હવે, બન્ને હાથ ઘૂંટણ પર જ્ઞાનમુદ્રામાં ગોઠવો.
  • શરીર તનાવમુક્ત કરી શ્વાસ ધીમે ધીમે છોડો.
  • કમરમાંથી શરીરને આગળની તરફ ઝૂકાવતા જાઓ.
  • હવે, બન્ને હાથ પાછળ થાપા ઉપર એકબીજાને પકડી લો.
  • આગળ ઝૂકતા ખભા જમીનને અડકે તથા કપાળ અથવા દાઢી જમીનને અડકે તે રીતે શરીરને ગોઠવવું.
  • શ્વાસોચ્છવાસ સામાન્ય રાખો.
  • યથાશક્તિ સમય આ સ્થિતિમાં રહ્યા પછી શ્વાસ લેતા લેતા ફરીથી મૂળ સ્થિતિમાં આવો.

ધ્યાનમાં રાખવાની બાબતો :

  • પદ્માસન એકદમ મજબૂત ન બાંધવું.
  • આગળ ઝૂકતા ઉતાવળ કરવી નહિ.
  • શ્વાસ વધુ પડતો ન રોકવો.
  • કમરની તકલીફવાળા વ્યક્તિઓએ આ આસન યોગ નિષ્ણાતના માર્ગદર્શનમાં કરવું.

ફાયદા :

  • આ આસનથી પેટના સ્નાયુઓ મજબૂત બને છે.
  • પેટની ચરબી ઓછી થાય છે.
  • આ આસનથી પાચનશક્તિ વધે છે.
  • મનની એકાગ્રતા વધારવા માટે આ આસન ખૂબ જ ઉપયોગી છે.
  • યકૃતનો સોજો મટે છે.
  • બરોળનો સોજો મટે છે.
  • શરીર સુંદર અને ચહેરો નમ્ર બને છે.
  • ક્રોધ દૂર થાય છે.
  • આ આસનની શરૂઆત પદ્માસનથી થતી હોવાથી પદ્માસનના લાભ પણ મળે છે.
Yogesh Patel

Recent Posts

Understanding Standard Form of Numbers: An Explanation With Examples

Through the standard form offers different advantages in mathematical calculations and scientific notation. Firstly, it…

5 months ago

How to deal with stress and anxiety in college

Introduction Stress is a feeling caused by an external trigger that makes us frustrated, such…

6 months ago

Why is Sociology Important These Days?

Sociology is a broad discipline that examines societal issues. It looks at the meaningful patterns…

6 months ago

How to Convert Inches to mm

Some info about Inch Inches are a unique measure that persuades us that even the…

8 months ago

Antilogarithms – Definition, Methods, and Examples

You should be familiar with logarithms to understand antilogarithms in a better manner. Logarithms involve…

10 months ago

नाटककार सुरेंद्र वर्मा

यहां "नाटककार सुरेंद्र वर्मा" पुस्तक की पीडीएफ विद्यार्थी, शोधार्थी और जो इसका अभ्यास के लिए…

10 months ago