Gujarati Posts

કબજિયાત – અનેક રોગોનું મૂળ

કબજિયાત એ મોટાભાગના લોકોની કાયમી ફરિયાદ હોય છે અને તેના કારણે અનેક રોગ અથવા તકલીફો સતત વેઠવી પડતી હોય છે. તેથી જ કબજિયાતને અનેક રોગોનું મૂળ ગણવામાં આવ્યું છે.

મળ પ્રવૃત્તિ સાફ ન આવે તે વખતે ખૂબ જોર કરવું પડે. ગંધાતો, કાળો અને ચીકણો મળ ઊતરે તો કબજિયાત સમજવી. પેટ કઠણ રહે. સ્ફૂર્તિ જતી રહે. સાચું જ કહ્યું છે કે, “જેનો બગડ્યો ઝાડો, તેનો બગડ્યો દહાડો”

અહી અનુભવસિદ્ધ ઉપાયોની ચર્ચા કરી છે જેનાથી કબજિયાત મટે અથવા રાહત થાય. દરેક વ્યક્તિના શરીરની પ્રકૃતિ અનુસાર ઉપાય અલગ હોઈ શકે. આથી આ ઉપાયોને વૈદનું તમારા શરીર માટેનું નિદાન ના સમજવું. આ એક સર્વ સામાન્ય ઉપાયો છે અને દરેક અજમાવી શકે તેવા ઉમદા આશયથી રજૂ કર્યા છે. તેમ છતાં, કોઈ પણ વ્યક્તિ માટે અલગ કે વિશિષ્ટ ઉપાય હોઈ શકે જે તમને તપાસી વૈદ સૂચવી શકે.

કબજિયાતને constipation કહેવાય છે અને તેના ઉપાયો અહી સૂચવ્યા છે. 

કબજિયાત માટે ઉપવાસ શ્રેષ્ઠ છે. હૂંફાળું પાણી એકલું જ પીવાથી કાચો આહાર અને મળ સારી રીતે પાચન થઈ જાય છે અને પાચનતંત્ર સુધરે છે.

અજમો અને સોનામુખીનું ચુર્ણ હૂંફાળા ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત મટે છે.

પાકાં ટમેટાંનો એક કપ રસ પીવાથી આંતરડાનો મળ છૂટો પડી કબજિયાત મટે છે.

નરણે કોઠે સવારમાં થોડું ગરમ પાણી પીવાથી કબજિયાત મટે છે. રાત્રે સહેજ ગરમ પાણી પીવાથી કબજિયાત મટે છે.

લીંબુનો રસ ઠંડા અથવા ગરમ પાણીમાં સવારે અને રાત્રે પીવાથી કબજિયાત મટે છે.

ખજૂરને રાત્રે પલાળી રાખી, સવારે મસળી, ગાળીને આ પાણી પીવાથી કબજિયાત મટે છે.

ગરમ પાણીમાં એક ચમચી આદુંનો રસ, એક ચમચી લીંબુનો રસ અને બે ચમચી મધ મેળવી પીવાથી કબજિયાત મટે છે.

કાળી દ્રાક્ષને રાત્રે ઠંડા પાણીમાં પલાળી રાખી, સવારે દ્રાક્ષને મસળી, ગાળી, તે પાણી પીવાથી કબજિયાત મટે છે.

રાત્રે સૂતી વખતે એકાદ બે સંતરાં ખાવાથી કબજિયાત મટે છે. ત્રણ ગ્રામ મેથીનું ચૂર્ણ સવાર-સાંજ ગોળ અને પાણી સાથે લેવાથી કબજિયાત મટે છે.

ચાર ગ્રામ હરડે ને એક ગ્રામ તજ સો ગ્રામ પાણીમાં ગરમ કરીને લેવાથી કબજિયાત મટે છે.

રોજ સવારે એક ગ્લાસ ઠંડા પાણીમાં અને રાત્રે દૂધમાં બે ચમચી મધ મેળવીને પીવાથી કબજિયાત મટે છે.

અજમાના ચૂરણમાં સંચળ નાંખી દાંકવાથી કબજિયાત મટે છે.

તુલસીના ઉકાળામાં સિંધવ અને સૂંઠ મેળવીને પીવાથી કબજિયાત મટે છે.

જાયફળ લીંબુના રસમાં ઘસીને તે ઘસારો લેવાથી કબજિયાત મટે છે.

જમ્યા પછી એકાદ કલાકે ત્રણથી પાંચ હિન્મજ ખૂબ ચાવીને ખાવાથી કબજિયાત મટે છે.

કાંદાને ગરમ રાખમાં શીકી, રોજ સવારે ખાવાથી કબજિયાત મટે છે અને શક્તિ વધે છે.

કબજિયાત હોય અને ભૂખ ઓછી લગતી હોય તો સૂંઠ, પીપર, જીરું, સીંધાલૂણ, કાળાં મરી સરખે ભાગે લઈ, બારીક વાટી, ચૂર્ણ બનાવી, બે ગ્રામ દરરોજ જમ્યા પછી લેવાથી કબજિયાતમાં ફાયદો થાય છે.

દૂધ અથવા નવશેકા પાણી સાથે ચપટી વરિયાળી રોજ ફાકવાથી કબજિયાત દૂર થાય છે.

પેટનો ભાર અને કબજિયાતમાં બે-ત્રણ જાયફળને દાંત વડે ચાવીને ખાઈ જવાથી લાભ થાય છે.

નાનાં બાળકોને લીલી દ્રાક્ષનો રસ ચપટી મીઠા સાથે પિવડાવવાથી કબજિયાત મટે છે.

કાચાં કેળાંને બાફીને ખાવાથી કબજિયાત મટે છે.

આમળાનું ચૂર્ણ ઘી-સાકર સાથે ચાટવાથી કબજિયાત મટે છે.

પેટનાં દર્દ અને કબજિયાત મટાડવા એક ચમચી ઈસબગુલ સવાર-સાંજ દૂધ સાથે લેવું.

સૂંઠના ઉકાળા સાથે એરંડિયું પીવાથી કબજિયાત મટે છે.

તુલસીની માંજરના પાઉડરમાં સંચળ ભેળવી છાશ સાથે લેવાથી કબજિયાત મટે છે.

હરડેનું ચૂર્ણ યોગ્ય માત્રામાં રોજ રાત્રે કે વહેલી સવારે લેવું.

એક ચમચી મેથીનું ચુર્ણ, ગોળ અને પાણી સાથે સવાર અને સાંજે લેવાથી કબજિયાત મટે છે.

એક ચમચી હરડે અને અડધી ચમચી તજને એક ગ્લાસ પાણીમાં નાંખી, ઉકાળીને પોણો ગ્લાસ રહે ત્યારે સવારે અને રાત્રે પીવાથી કબજિયાત મટે છે.

વાસી, વાયડા, ભારે, ચીકણા, તળેલા ખોરાક ન લેવા. તેના બદલે સુપાચ્ય, હલકો, સાદો અને પૌષ્ટિક ખોરાક લેવો.

થૂલાવાળી (ચારણયુક્ત) રોટલી લેવાથી પેટના રોગમાં રાહત થાય છે.

પેટમાં ચૂંક, ગડગડાટવાળી વાયુજનિત કબજિયાતમાં દિવેલ વહેલી સવારે ઊઠીને કે રાત્રે સૂતી વખતે લઈ શકાય.

રાત્રે પાંચથી દસ પેશી ખજૂરની પાણીમાં પલાળી રાખી સવારે બરાબર મસળીને, ગાળીને તે પાણી પીવાથી કબજિયાતમાં ફાયદો થાય છે.

કફ બગડવાથી કબજિયાત થઈ હોય તો પાચન ઔષધો જેવાં કે, સૂંઠ, મરી, પીપર, ફૂદીનો, ગંઠોડાનો ઉકાળો લેવો.

દિવેલમાં શેકેલી હરડેનો રાત્રે સૂતી વખતે ઉપયોગ કરવો. રાત્રે સુતી વખતે દૂધમાં ઈસબગુલ મેળવીને પીવાથી મળ સુંવાળો આવશે.

સવારે ગરમ પાણીમાં બે ચમચી મધ, એક ચમચી આદુંનો રસ અને એક ચમચી લીંબુનો રસ મેળવી પીવાથી કબજિયાત મટે છે.

રાત્રે સૂતા પહેલાં એક કે બે સંતરા ખાવાથી કબજિયાતમાં ફાયદો થાય છે.

પાકાં ટામેટાંનો રસ એક કપ જેટલો પીવાથી આંતરડાનો મળ છૂટો પડે છે. અને અને કબજિયાત મટે છે.

કાયમી કબજિયાતમાં ખોરાકમાં લસણ વધારે લેવું.

રાત્રે સૂતી વખતે 250 મિલિ દૂધ ગરમ કરી. તેમાં એક-બે ચમચી શુદ્ધ ઘી નાંખી હલાવીને પી જવું. (વૃદ્ધ વ્યક્તિએ દૂધમાં શુદ્ધ ઘી અને ચપટી ગંઠોડાનું ચૂર્ણ નાખી પીવાથી ફાયદો થશે.) દૂધ પીધા પછી પાણી ન પીવું.

ઊંઘ સારી આવશે અને સવારે મળત્યાગ સરળતાથી થશે. આદુંની મીઠાવાળી કાતરી જમ્યા પહેલાં લેવી જોઈએ. તેની સુકવણી પણ કરી શકાય. રોગ તીવ્ર હોય તો બેથી ચાર તોલા આદુંનો રસ જમ્યા પહેલાં લેવો.

એક ચમચી સીંગતેલ અને બે ચમચી મધ ભેગાં કરી પીવાથી તરત લાભ થાય છે.

ગરમાળાનું ચૂર્ણ એક ચમચી લેવાથી કબજિયાત મટે છે. અજમો અને સોનામુખીનું ચૂર્ણ હુંફાળા પાણી સાથે ફાકવાથી કબજિયાત મટે છે.

સંચળ અને અજમાનું ચૂર્ણ સાથે ફાકવાથી કબજિયાત મટે છે.

એકદમ પાકું પપૈયુ તથા ભોજન પછી છાશનું સેવન કરવાથી કબજિયાત મટે છે.

કોઈ પણ દવાથી કબજિયાત મટતી ન હોય તો એક ચપટી જેટલી નદીની સ્વચ્છ રેતી ફાકી જવી.

જૂની કબજિયાતના કારણે છાતીમાં દબાણ, છાતીમાં ધબકારા વધી જવા જેથી હદયરોગની સંભવના લાગે તો હિંગમાંથી બનાવેલ ઔષધ હિંગાષ્ટક ચૂર્ણ, રસોનાદિવટી અને હિંગુકર્પુરાદિવટી વૈદની સલાહ પ્રમાણે લેવી.

હરડે, અભયારિષ્ટ, ગરમાળો, અવિપત્તિકર ચૂર્ણ, સ્વાદિષ્ટ વિરેચન દીનદયાળ ચૂર્ણ વૈદની સલાહ પ્રમાણે લઈ શકાય.

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है।
Follow his work at www.zigya.com

More Posts

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

Recent Posts

Understanding Standard Form of Numbers: An Explanation With Examples

Through the standard form offers different advantages in mathematical calculations and scientific notation. Firstly, it…

5 months ago

How to deal with stress and anxiety in college

Introduction Stress is a feeling caused by an external trigger that makes us frustrated, such…

6 months ago

Why is Sociology Important These Days?

Sociology is a broad discipline that examines societal issues. It looks at the meaningful patterns…

6 months ago

How to Convert Inches to mm

Some info about Inch Inches are a unique measure that persuades us that even the…

8 months ago

Antilogarithms – Definition, Methods, and Examples

You should be familiar with logarithms to understand antilogarithms in a better manner. Logarithms involve…

10 months ago

नाटककार सुरेंद्र वर्मा

यहां "नाटककार सुरेंद्र वर्मा" पुस्तक की पीडीएफ विद्यार्थी, शोधार्थी और जो इसका अभ्यास के लिए…

10 months ago