General

પંચમુખી કાર્યક્રમ અને બલવંતરાય મહેતા સમિતિ

ભારતમાં પંચાયતી રાજ ગ્રામીણ સ્વરાજની પદ્ધતિનું સૂચન કરે છે. તેને ભારતનાં દરેક રાજ્યોમાં રાજ્ય વિધાનસભાનાં અધિનિયમ હેઠળ સ્થાપવામાં આવી છે. પંચાયતી રાજને ગ્રામીણ વિકાસની જવાબદારી સોંપવામાં આવી છે. જેને લગતો પંચમુખી કાર્યક્રમ નીચે મુજબ છે.

પંચમુખી કાર્યક્રમ :

પંચાયત અંગેનો પંચમુખી કાર્યક્રમ વિનોબા ભાવેએ 1954ની સાલમાં રજુ ર્ક્યો. જે નીચે મુજબ છે.

  • (1) પંચાયતોની સાચી સત્તા લોકોનો ટેકો હોવાથી પંચાયતને લોકોની ઇચ્છાનું ધ્યાન રાખી તેનું અનુસરણ કરવું જોઈએ.
  • (2) પંચાયતો એ પોતાના વિસ્તારમાં જનસાધારણમાં બેરોજગારી અને ગરીબી દૂર કરવા પ્રયાસો કરવા જોઈએ.
  • (3) દરેક પંચાયતોને ગામનાં લોકોને દેશ અને દુનિયાના નવા વિચારોથી વાકેફ રાખવા માટે અભ્યાસ વર્તુળની રચના કરવી જોઈએ.
  • (4) કોઈપણ ઉત્પાદન કાર્ય માટે મુખ્યત્વે જમીન ફરજીયાત હોય છે. ગામની જમીનને ગામનાં લોકોમાં વહેંચવી જોઈએ. જેથી ગામનો કોઈપણ વ્યક્તિ જમીન વિહોણાપણું ના અનુભવે
  • (5) પંચાયતોને પોતાની પ્રાથમિક જવાબદારીમાં ગામનાં લોકોને ઉત્પાદન કાર્યમાં સામેલ કરી વિકાસ કરવો જોઈએ.

પંચાયતી રાજની સમિતિઓ

બળવંતરાય મહેતા સમિતિ :

સામુદાયીક વિકાસ કાર્યક્રમ (1952) તેમજ રાષ્ટ્રીય વિસ્તાર સેવા (1953)ની કાર્યપદ્ધતિની તપાસ કરવા તેમજ કાર્યપદ્ધતિમાં સુધારા લાવવા સંબંધી ઉપાય બતાવવા માટે જાન્યુઆરી 1957માં ભારત સરકાર દ્વારા એક સમિતિનું નિર્માણ કરવામાં આવ્યું આ સમિતિના અધ્યક્ષ બળવંતરાય મહેતાના નામ પરથી તેને બળવંતરાય મહેતા સમિતિ કહેવામાં આવે છે. જેની ભલામણો નીચે મુજબ છે.

  • (1)  તેમના મતાનુસાર ત્રિસ્તરીય પંચાયતી રાજની સ્થાપના કરવી જોઈએ. જેમાં ગ્રામ્ય કક્ષાએ ગ્રામપંચાયત, તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત અને જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત આ ત્રણ સ્તરને એકબીજા સાથે જોડવા માટે પરોક્ષ ચુંટણીનું માધ્યમ રાખવામાં આવે.
  • (2)  ગ્રામ પંચાયતની સ્થાપના પ્રત્યક્ષ રીતે ચુંટેલાં અને જિલ્લા પંચાયતની સ્થાપના પરોક્ષ રીતે ચૂંટેલા સભ્યો દ્વારા થવી જોઈએ.
  • (3)  બધીજ કલ્યાણકારી યોજના અને વિકાસનાં કાર્યો આ સંસ્થાને સોંપવા જોઈએ.
  • (4)  જિલ્લા પંચાયતનો અધ્યક્ષ ડિસ્ટ્રીક્ટ કલેક્ટર હોવો જોઈએ.
  • (5)  આ સંસ્થાઓને સાચા અર્થમાં જરૂરી સત્તા અને જવાબદારી સોંપવી જોઈએ.
  • (6)  આ લોકતાંત્રીક સંસ્થાઓને કાર્ય અને જવાબદારી પૂર્ણ થાય તે માટે સાધનો મળવા જોઈએ.
  • (7)  તેમને ભવિષ્યમાં વધારે અધિકારો પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

બળવંતરાય મહેતા સમિતિની આ ભલામણોને રાષ્ટ્રીય વિકાસ પરિષદ દ્વારા જાન્યુઆરી 1958માં સ્વીકારવામાં આવેલી.

અને રાષ્ટ્રીય વિકાસ પરિષદે પંચાયતી રાજ માટે કોઈ એક માળખું સ્વીકારવાને બદલે માળખાનું નિર્ધારણ સ્થાનિક પરિસ્થિતિ મુજબ કરવાનું કાર્ય રાજ્યો પર છોડ્યું.

પરંતુ મૂળ સિદ્ધાત અને વિસ્તૃત આધાર સમગ્ર દેશમાં એક સમાન રાખ્યા.

 

રાજસ્થાન દેશનું પ્રથમ રાજ્ય છે. જ્યાં પંચાયતી રાજની પ્રથમ સ્થાપના થઈ.

રાજસ્થાનમાં નાગૌરથી ઈ.સ. 1959માં વડાપ્રધાન શ્રી પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા પંચાયતી રાજનો શુભારંભ થયો હતો.

ત્યાર બાદ 1959 બાદ આંધ્રપ્રદેશમાં પંચાયતી રાજ અમલમાં આવ્યું.  ત્યારબાદ અનેક રાજ્યો દ્વારા પંચાયતી રાજની પદ્ધતિનો અમલ કરવામાં આવ્યો.

1960 સુધીમાં પંચાયતી રાજની સ્થાપનાં દેશનાં લગભગ દરેક રાજ્યમાં થઈ ચુકી હતી. પરંતુ અલગ અલગ રાજ્યોમાં તેનું માળખું, કાર્યો, નાણાકિય વ્યવસ્થા વગેરે દ્રષ્ટિએ સમાનતા ન હતી.

જેમકે રાજસ્થાનમાં ત્રીસ્તરીત પંચાયતી રાજનું માળખું હતું. આ ઉપરાંત રાજસ્થાન અને આંધ્રપ્રદેશમાં તાલુકા પંચાયતનું મહત્વ અને શક્તિઓ ગ્રામ પંચાયત કરતાં વધારે હતી.

અભ્યાસી સંગઠન અને સમિતિઓ

1960માં પંચાયતી રાજ પ્રણાલીની કાર્યપદ્ધતિનાં વિવિધ પાસાની તપાસ માટે અભ્યાસી સંગઠન અને કેટલીક સમિતિઓની નિમણૂક થઈ છે. જે નીચે મુજબ છે.

સૌ પ્રથમ ઈ.સ. 1960માં વી.આર.રાવ.નાં અધ્યક્ષ પદે કમિટિ ઓન રેશનલાઈજેશન ઑફ પંચાયત સ્ટેટેસ્ટિક્સની નિમણૂક કરવામાં આવી.

ત્યારબાદ ઈ.સ. 1961માં એસ.ડી.મિશ્રાનાં અધ્યક્ષ પદે વર્કિંગ ગ્રૂપ ઑફ પંચાયત એન્ડ કો.ઓપરેટિવ અને પંચાયતી રાજ એડમિનિસ્ટ્રેશનની નિમણૂક કરવામાં આવી.

આ સિવાય ઈ.સ. 1952માં સ્ટડી ટીમ ઓન ન્યાય પંચાયત ને જી.આર.રાજગોપાલના અધ્યક્ષ પદે નિમણૂક કરવામાં આવી.

આ વિષયમાં આના અગાઉનો લેખ ‘સ્વતંત્ર ભારતમાં પંચાયતી રાજ નો ઈતિહાસ‘ પણ જુઓ.

Gaurav Chaudhry

View Comments

  • It's difficult to find well-informed people about this subject,
    however, you seem like you know what you're talking about!
    Thanks

  • Wow, awesome blog layout! How long have you been blogging for?
    you made blogging look easy. The overall look of your site is excellent, let
    alone the content!

  • I'm really enjoying the theme/design of your site.
    Do you ever run into any internet browser compatibility issues?

    A couple of my blog readers have complained about my website not operating correctly in Explorer but looks great in Opera.

    Do you have any tips to help fix this problem?

    • Thanks for your expression of interest. Please share your inputs/suggestions on connect@zigya.com for the relevant team members to look into it with all the details. You can give my reference.

Recent Posts

Understanding Standard Form of Numbers: An Explanation With Examples

Through the standard form offers different advantages in mathematical calculations and scientific notation. Firstly, it…

5 months ago

How to deal with stress and anxiety in college

Introduction Stress is a feeling caused by an external trigger that makes us frustrated, such…

6 months ago

Why is Sociology Important These Days?

Sociology is a broad discipline that examines societal issues. It looks at the meaningful patterns…

6 months ago

How to Convert Inches to mm

Some info about Inch Inches are a unique measure that persuades us that even the…

8 months ago

Antilogarithms – Definition, Methods, and Examples

You should be familiar with logarithms to understand antilogarithms in a better manner. Logarithms involve…

10 months ago

नाटककार सुरेंद्र वर्मा

यहां "नाटककार सुरेंद्र वर्मा" पुस्तक की पीडीएफ विद्यार्थी, शोधार्थी और जो इसका अभ्यास के लिए…

10 months ago