Press "Enter" to skip to content

સ્વતંત્ર ભારતમાં પંચાયતી રાજ નો ઈતિહાસ

Gaurav Chaudhry 0

સ્વતંત્ર ભારતમાં પંચાયતી રાજ નો ઈતિહાસ

સ્વતંત્ર ભારતમાં પંચાયતી રાજ નો ઇતિહાસ તપાસવા આપણે સ્વતંત્રતા સમયે બંધારણ ઘડતરની પ્રક્રિયાનો ખ્યાલ મેળવીએ.

બંધારણની પ્રક્રિયા:

  • 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણસભાની પ્રથમ બેઠક મળી.
  • જેમાં ડૉ. સચ્ચિદાનંદ સિન્હા બંધારણસભાના અસ્થાયી અધ્યક્ષ બન્યા.
  • 11 ડિસેમ્બર 1946ના રોજ બીજી બેઠક મળી. જેમાં ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સભાના ચુંટાયેલા અધ્યક્ષ અને સર બેનિગલ નરસિહરાવ (બી.એન.રાવ) ની બંધારણસભાના સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી.
  • 13 ડિસેમ્બર 1946ના રોજ જવાહરલાલ નહેરુએ બંધારણનો ઉદ્દેશ પ્રસ્તાવ રજુ કર્યો. જે બી.એન.રાવ દ્વારા તૈયાર કરવામાં આવેલ.
  • જેમાં રાષ્ટ્રના પાયાના એકમ તરીકે ગામડાના બદલે નાગરિકનો સ્વીકાર કરવામાં આવ્યો.
  • જેથી નાગરિકની સ્વતંત્રા અને તેના મુળભૂત અધિકારોની જોગવાઈ બંધારણના ભાગ 4 માં કરવામાં આવી.
  • આ ખરડામાં દ્વિસ્તરીય શાસન વ્યવસ્થા સ્વીકારવામાં આવી અને સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું પરંતુ તેને ગ્રામ્ય સ્તરે કેવી રીતે પહોંચાડવું તેનો ઉલ્લેખ બંધારણમાં ન હતો.
  • જે અંગે કેટલાક આગેવાનો દ્વારા ગાંધીજી સાથે ચર્ચા કરવામાં આવી. ત્યારબાદ ગંધીજીના કહેવાથી ઈ.સ.1950માં ભારતીય બંધારણના ભાગ 4 માં રાજ્યનિતીના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુછેદ 40 ની જોગવાઈ કરવામાં આવી.
  • અનુચ્છેદ 40 મુજબ ગ્રામ પંચાયતની રચના કરવા માટે સરકાર પગલા લેશે અને સ્વરાજના એકમ તરીકે તેઓ કાર્ય કરી શકે તે માટે જરૂરી સત્તા અને અધિકારો અપાશે તેમ ઠરાવવામાં આવ્યું.
  • ઈ.સ. 1947માં 15મી ઑગષ્ટના રોજ ભારત સ્વતંત્ર બન્યું અને ત્યાર બાદ 26મી નવેમ્બર 1949ના રોજ ભારતીય બંધારણના ઘડતરની પ્રક્રિયા પૂર્ણ થઈ.
  • ત્યાર બાદ 1952ના રોજ સામુદાયીક વિકાસ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.

સામુદાયીક વિકાસ કાર્યક્રમ:

  • 2 ઑક્ટોબર 1952 ગાંધીજીની જન્મ જ્યંતીના રોજ જવાહરલાલ નહેરુ દ્વારા સામુદાયિક વિકાસ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.
  • જેની ભલામણ ઘનશ્યામ તરીકે ઓળખાતા કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા કરવામાં આવેલી.
  • જેની 1976માં દયાચોબી સમિતિ દ્વારા સમિક્ષા કરવામાં આવી. સામુદાયિક વિકાસ એટલે ભૌગોલિક રીતે સમુહમાં રહેલા લોકોનો વિકાસ.
  • સામુદાયોક વિકાસની ચળવળ બીજા વિશ્વયુદ્ધ પછીની ઘટના છે.
  • આ યોજનામાં પ્રથમ પંચવર્ષીય યોજના અંતર્ગત 248 જેટલા બ્લૉકની રચના કરવામાં આવી.
  • જ્યારે દ્વિતિય પંચવર્ષિય યોજનામાં સોશ્યાલિસ્ટ પેટર્ન અને સોશ્યાલિસ્ટ એપ્રોચ પર ભાર મુકતા 3000 થી પણ વધુ બ્લૉકની રચના થઈ.
  • જેમાં ગ્રામ્ય વિસ્તારની લગભગ 70% વસ્તીનો સમાવેશ થાય છે.
  • સામુદાયિક વિકાસ કાર્યક્રમ ને આગળ વધારવા માટે અમેરિકા પાસેથી નાણાકિય સહાય મળતી હતી.
  • તેથી સામુદાયિક વિકાસ કાર્યક્રમ હેઠળ કૃષિ અને તેને લગતી બાબતો, સ્વાસ્થ્ય, ગૃહનિર્માણ, રોજગારી, વાહનવ્યવહાર, શિક્ષણ, તાલિમ અને સામાજિક કલ્યાણ જેવા નાના-મોટા 55 જેટલા કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા.
  • ભારતની આઝાદી પછી આ પહેલો એવો કાર્યક્રમ હતો જેમાં રાષ્ટ્રીય કક્ષાએ લોકોની ભાગીદારી સૌથી વધારે હતી.
  • સામુદાયિક વિકાસના કાર્યકમનો અમલ સરકારના વહિવટી તંત્ર મારફતે થતો હતો.
  • સામુદાયિક વિકાસ કાર્યક્રમનો વહિવટ ઉપરના સ્તરેથી નીચેના સ્તર તરફ હતો.
  • જેમાં ઉપલા સ્તર પર જિલ્લાઓને જુદા જુદા બ્લૉકમાં વહેંચવામાં આવ્યા હતા.
  • જેના વહિવટી અધિકારી બ્લૉક ડેવલપમેન્ટ ઓફિસર તરીકે ઓળખાતા હતા.
  • વચ્ચેના સ્તર પર ગામડાઓનો સમુહ કે જે મંડી તરીકે ઓળખાતો હતો તેનો સમાવેશ થાય છે.
  • જ્યારે સૌથી નીચેના સ્તર પર ગ્રામ સભાનો સમાવેશ કરવામાં આવતો હતો. જેમાં VLW (village level worker) ની નિમણૂક કરવામાં આવતી હતી.
  • જેમાં 10 થી 12 ગાંમડાઓનો સમાવેશ થતો હતો.

સર્વોચ્ચ કમિટિ:

  • આ સમગ્ર કાર્યક્રમને દોરવણી આપવા માટે કેન્દ્રમાં વડાપ્રધાન અને આયોજન કમિશન ના સભ્યો વાળી કમિટિની રચના કરવામાં આવી હતી.
  • જેની સર્વોચ્ચ જવાબદારી કમ્યુનિટિ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનના માથે હતી.
  • સામુદાયિક વિકાસનો સૌ પ્રથમ ખ્યાલ મહારાજા સયાજી રાવ ગાયકવાડને આવ્યો હતો.
  • તેમને આખા ભારતમાં પ્રગતીશીલ રાજ્ય તરીકે વડોદરા રાજ્યને ગણાવ્યું હતું.
  • તે સમયે વિ. ટી. ક્રિષ્ણમાચારી ત્યાંના દિવાન હતા. તેમણે આધુનિક સમયની વિસ્તરણ સેવા પદ્ધતિનો ઉપયોગ તે સમય દરમિયાન કર્યો હતો.
  • સપ્ટેમ્બર 1954 માં વિનોબા ભાવેએ ભારતના ગામડામાં રામ રાજ્ય સ્થપાય તે માટે ગ્રામ પંચાયતની કેટલીક ભલામણો કરેલી આ ભલામણો પંચમુખી અભિગમ દ્વારા ઓળખાય છે.

પંચાયતી રાજ  વિષયમાં આ અગાઉનો લેખ ‘1857 ના સ્વાતંત્ર સંગ્રામ બાદ પંચાયતી રાજનો વિકાસ‘ આજ ચેનલમાં ઉપલબ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *