Press "Enter" to skip to content

1857 ના સ્વાતંત્ર સંગ્રામ બાદ પંચાયતી રાજનો વિકાસ

Pankaj Patel 2

1857 ના સ્વાતંત્ર સંગ્રામ બાદ પંચાયતી રાજનો વિકાસ

પંચાયતી રાજનો વિકાસ થવામાં 1857ના સ્વાતંત્ર સંગ્રામનું મહત્વનુ યોગદાન છે.

અંગ્રેજી શાસન દરમિયાન બીજા અનેક નાના મોટા વિરોધ થયેલા, પરંતુ 1857નો સ્વતંત્ર સંગ્રામ દેશવ્યાપી હતો.

આ ચળવળમાં નાના મોટા રાજાઓ, જાગીરદારો અને સામાન્ય લોકો પણ જોડાયા હતા, ઉપરાંત અંગ્રેજ સેનાના ભારતીય સૈનિકો પણ સામેલ થયા.

આ પ્રથમ સ્વતંત્ર સંગ્રામને સરવાળે અંગ્રેજ સરકારે નિર્દયતાપૂર્વક કચડી નાખ્યો, જેમાં ભારતીયો ઉપર ખૂબ જુલ્મ આચરવામાં આવ્યો.

આથી જનસમાન્યમાં શાસન વિરુદ્ધ પ્રબળ લાગણી પ્રવર્તતી હતી.

આ અસંતોષને ઓછો કરવા અને પ્રજાને લાગે કે વહીવટમાં તેમની ભાગીદારી છે તેવું દેખાડવા અંગ્રેજ સરકારે પંચાયતી રાજનો વિકાસ ને લગતા કેટલાક કાર્યો કર્યા જે આપણે જોઈએ.

1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ બ્રિટિશરો દ્વારા પંચાયતી રાજ માટે કેટલાક સુધારા કરેલ છે. જે નીચે મુજબ છે.

 • 1870માં લૉર્ડ મેયોએ વહિવટી વિકેન્દ્રીકરણમાં વધારો કર્યો અને ગ્રામ વિકાસ પર ભાર મુકવામાં આવ્યો.
 • જેના અનુસંધાને મદ્રાસ, પંજાબ તથા ઉત્તરપ્રદેશના ગ્રામ વિકાસ બોર્ડની રચના કરવામાં આવી.
 • લગભગ આ સૈકામાં ઈ.સ.1871માં લોર્ડ મેયો દ્વારા ગ્રામ્ય વિસ્તાર માટે સ્વતંત્ર સંસ્થા સ્થાપવાનો પ્રયાસ કર્યો.
 • તેણે ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિક સુશાસન અને સ્થાનિક કરવેરા દાખલ કરવાનું સુચવ્યું.
 • ઈ.સ.1884 માં બ્રિટિશ્ગ ગવર્નર લોર્ડ રિપનના લીધે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનો વિકાસ થયો અને તેની સાથે તેનો કાર્ય વિસ્તાર અને નાણાકિય ભંડોળ પણ નક્કી થયુ, પરંતુ તેમાં ગામને બદલે તાલુકો પસંદ કરવામાં આવ્યો.
 • જેથી ગ્રામ પંચાયતનું મહત્વ ઘટ્યું જેના લીધે બ્રિટિશ સરકાર દ્બારા મુંબઈ પ્રાંત માટે બોમ્બે લોકલ બોર્ડ એક્ટ પસાર કરવામાં આવ્યો.
 • જેના ઉપક્રમે ઈ.સ.1889માં બોમ્બે વિલેજ સેનિટેશન ઍક્ટ પસાર કરવામાં આવ્યો.

ઈ.સ.1907માં બ્રિટીશ સરકારના રોયલ કમિશન તથા ભારત સરકાર અધિનિયમ 1907 માં સ્થાનિક સ્વરાજ્યના સમગ્ર વિષય પર રાજા એડવર્ડ 8 દ્વારા ચર્ચા કરવામાં આવી અને એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું.

જેને લીધે ઈ.સ.1909માં લાહોર અધિવેશમાં ગ્રામ્ય વિસ્તારોની સ્થાનિક સ્વશાસન સંસ્થાઓના વિકાસ માટે લોકોને મતદાનનો હક આપવાની ભલામણ કરવામાં આવી.

ઈ.સ.1917માં ભારત સરકાર અધિનિયમ 1917 મુજબ સ્થાનિક સરકાર માટે બે મહત્વની જોગવાઈ કરવામાં આવી જે નીચે મુજબ છે.

 • 1.સ્થાનિક સ્વરાજ્યનો વિષય પ્રાંત સરકારને સોંપવામાં આવ્યો,. અને તેનો વહિવટ મંત્રી કરશે તેમ ઠરાવવામાં આવ્યું.
 • 2.સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા માટે એક અલગ કરવેરાની સૂચી બનાવવામાં આવી જેનો ઉપયોગ કરવાની સત્તા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સોંપવામાં આવી.

ઈ.સ. 1919માં મોંટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા દ્વારા સ્થાનિક સ્વરાજ્ય રાજ્યનો વિષય બનાવવામાં આવ્યો.

 • જે માટે કેટલાક અધિનિયમો ઘડવામાં આવ્યાં.
 • જેમકે, મુમ્બઈ પંચાયત ધારો 1920,
 • વડોદરા ગ્રામ અધિનિયમ 1926,
 • ભાવનગર પંચાયત અધિનિયમ 1943,
 • જયપુર ગ્રામપંચાયત ધારો 1948.

પરંતુ કેટલાક વિરોધોના પગલે ઈ.સ. 1921માં મોન્ટેગ્યુ ચેમ્ફોર્ડ ના કેટલાક જ સુધારા અમલમાં આવ્યા. જેના કેટલાક અંશ નીચે મુજબ છે.

 • 1. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એ પ્રાંતનો વિષય બનાવવામાં આવે.
 • 2. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બધા જ સભ્યોની ચુંટણી કરવામાં આવે.
 • 3. ગ્રામ પંચાયતમાં 21 વર્ષથી વધુ ઉંમરના પાંચ સભ્યોની ત્રણ વર્ષ માટે ચુંટણી કરવામાં આવે, જેમાં સરપંચની ચુંટણી દર વર્ષે કરવામાં આવે.
 • 4. પંચાયત પોતાનું બજેટ બનાવી જિલ્લા લોકલ બોર્ડને મોકલશે અને જિલ્લા લોકલ બોર્ડ ગામના વિકાસને લગતા કાર્યો કરશે. જેને લીધે “પાટિલ” નું પદ અસ્તિત્વમાં આવ્યું. જે સચિવ તરીકે ઓળખાતુ હતુ.
 • 5. ઈ.સ.1935માં ભારતીય શાસન અધિનિયમ મુજબ સ્થાનિક સ્વરાજ્યનો વિષય બનાવવામાં આવ્યો. અને બ્રિટિશ ભારતની રાજ્ય વ્યવસ્થામાં સમવાયતંત્ર દાખલ કરવામાં આવ્યું.
 • તે મુજબ રાષ્ટ્રીય કક્ષાએ કેન્દ્ર સરકાર અને પ્રાંતીય કક્ષાએ પ્રાંતીય સરકાર એમ દ્વીસ્તરીય તંત્ર દાખલ કરવામાં આવ્યું.

(આ વિષયમાં આની અગાઉનો લેખ “પંચાયતી રાજનો પૂર્વાર્ધ” આ બ્લોગ સાઇટ પર ઉપલબ્ધ છે.)

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

 1. minecraft free download 2018 minecraft free download 2018

  Write more, thats all I have to say. Literally, it seems
  as though you relied on the video to make your point.
  You clearly know what youre talking about,
  why waste your intelligence on just posting videos to your weblog
  when you could be giving us something enlightening to read?

 2. minecraft free download 2018 minecraft free download 2018

  Why viewers still make use of to read news papers when in this technological world everything is accessible on web?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *