Press "Enter" to skip to content

પંચાયતી રાજનો પૂર્વાર્ધ

Pankaj Patel 3

પંચાયતી રાજનો પૂર્વાર્ધ

પંચાયતી રાજનો પૂર્વાર્ધ – આ પ્રકરણમાં આપણે પ્રાચીન સમયથી શરૂ કરી દ્વિતીય  વિશ્વયુદ્ધ સુધીનો સમયગાળો તપાસીશું.

પંચાયત શબ્દ એ પંચ અને આયત પરથી ઉતરી આવેલ છે.

પંચ એટલે પાંચ અને આયત એટલે રહેઠાણ જે નિવાસનો ઉલ્લેખ કરે છે.

જેનો સીધો નિર્દેશ ‘પંચ ત્યાં પરમેશ્વર’ ની પૌરાણિક ઉક્તિ તરફ દિશા  નિર્દેશ કરે છે.

પૌરાણિક સમયમાં ગ્રામ પંચાયત

 •  ગ્રામ પંચાયત નું અસ્તિત્વ પ્રાચીનકાળ જેટલું પૌરાણિક છે.
 • લોકવાયકા મુજબ ગંગા અને જમુના નદી વચ્ચે પૃથુ રાજાએ પંચાયત પદ્ધતિ દાખલ કરેલ.
 • પંચાયતી રાજ નો ઉલ્લેખ આપણા ધર્મગ્રંથોમાં પણ જોવા મળે છે.
 • મહાભારતના સભા પર્વમાં પંચ કે ગ્રામ વડીલોના સ્થાનનો ઉલ્લેખ મળે છે.
 • આ સિવાય ગ્રામ સેવાનો ઉલ્લેખ મનુસ્મૃતિમાં પણ થયેલો છે.
 • મહાકવિ વાલ્મિકી રચીત રામાયણમાં સ્વાયત્ત  ગામોના સમૂહ એટલે કે જનપદ એ જ ગ્રામસભાનો ઉલ્લેખ જોવા મળ્યો છે.
 • આ સિવાય મૌર્યકાળ સમયે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ગ્રામજનો અને ગ્રામ્ય વ્યવસ્થા વિશે ખૂબ જ વિસ્તારથી વર્ણન  જોવા મળે છે.
 • જો વિદેશી મુસાફરોની વાત કરીએ તો ગ્રીક મુસાફર મેગસ્થનિઝે પંચાયતોનું પોતાના પુસ્તકમાં પેન્ટાર્ડ નામથી વિવિધતા પૂર્ણ વર્ણન કર્યું છે.
 • જો જાતક કથાઓની વાત કરવામાં આવે તો તેમાં પણ ગ્રામસભાના ઉલ્લેખો જોવા મળ્યા છે.
 • ચીની મુસાફરો યુ-એન-ત્સંગ અને ફાહિયાન એ  તતકલીન  ભારતવર્ષનું પરિભ્રમણ કરી આપણા સમૃદ્ધ ગ્રામીણ ભારતનું વર્ણન અને વખાણ કરેલ છે.
 • જો સુવ્યવસ્થિત ઢબે ગ્રામપ્રંચાયતના વિકાસની વાત કરીએ તો તે આપણને ભારતના સુર્વર્ણયુગ તરીકે ઓળખાતા ‘ગુપ્તયુગ‘ માં જોવા મળે છે.
 • આ સિવાય રાજસ્થાનમાં લગભગ આઠમી સદીની શરૂઆતમાં પંચકુળ એ પણ પંચાયતી રાજ અંગેનું લખાણ દર્શાવે છે.
 • આ જ પ્રકારના લખાણનો ઉલ્લેખ કર્ણાટક, આંધ્રપ્રદેશના કેટલાક અભિલેખોમાં જોવા મળે છે.
 • ચૌલ વંશ (ઈ.સ. 868 થી 1275) દરમિયાન પંચાયતો સારી રીતે ચાલતી હતી.
 • પરંતુ લગભગ પંદરમાં સૈકાની શરૂઆતમાં પંચાયતી રાજના વિકાસ પર અવરોધો શરૂ થયા હોય એમ પંચાયતી રાજનો ઈતિહાસ જોતા માલુમ પડે છે.

બ્રિટિશ શાસન અને પંચાયતી રાજ

 • બ્રિટીશ શાસન દરમિયાન કેટલાક અંગ્રેજ અધિકારીઓ દ્વારા ભારતની તત્કાલિન શાસન પ્રણાલીને જોતાં પંચાયતી રાજ સ્થાપવાના પ્રયાસો થયેલા.
 • પરદેશીઓના આગમન સાથે વખતો વખત પંચાયતી શાસન પ્રણાલીનું પતન શરૂ થયું.
 • એ જ સૈકામાં ગ્રામીણ ભારતનું સ્વાયત શાસન સ્થાપવાના પ્રયાસ થયા છે.
 • જેમાં લોર્ડ રિપને પંચાયતી રાજ ને ભારતમાં શાસન પ્રણાલીના ભાગ તરીકે વિકાસ કરવાના હેતુસર ઉલ્લેખનીય કાર્ય કર્યું. તેથી તેને ‘પંચાયતી રાજના પિતા’ તરીકે ઓળખવામાં આવે છે.
 • લગભગ ઈ.સ.1687-88 ના સમયગાળામાં ભારતમાં સૌ પ્રથમ વાર મદ્રાસમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવેલ.
 • પરંતુ તેના સીધા કરવેરાને લીધે આ પ્રયોગ નિષ્ફળ ગયો.
 • ત્યાર બાદ ઈ.સ.1726માં બ્રિટિશરોએ ચાર્ટરએક્ટ પસાર કરી ભારતમાં મદ્રાસ, મુંબઈ અને કલકત્તા ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવેલી.

 

 • ત્યાર બાદ છેક ઈ.સ. 1793માં ભારતમાં ખરા અર્થમાં મ્યુનિસિપલ વ્યવસ્થા તંત્ર અમલમાં આવ્યું.
 • લગભગ ઈ.સ. 1842 સુધીમાં દેશના અન્ય નગરોમાં પણ મ્યુનિસિપલ વ્યવસ્થા તંત્રનું અમલીકરણ કરવામાં આવ્યું.
 • પરંતુ તેમાં સીધા કરવેરાને લીધે લોકોનો ઉગ્ર વિરોધ થયો.
 • જેના પરિણામે બ્રિટીશતંત્ર દ્વાર સીધા કરવેરાને બદલે પરોક્ષ કરવેરાની જોગવાઈ કરવામાં આવી.
 • લગભગ ઈ.સ. 1857ના સ્વાત્રંત્ય સંગ્રામ બાદ ભારતમાં પંચાયતી રાજ અને ગ્રામ્ય સ્તરે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આવશ્યકતા અંગ્રેજોને જણાવા લાગી.
 • ગ્રામવિસ્તાર માટે સ્યાયત્ત સંસ્થાના કાયદમાં સ્થાનિક સ્વરજ્યની સંસ્થાનો વિષય પ્રાંતિક અસરકાર અને સ્થાનિક સંસ્થાઓ કરવેરા નાખે તેવા કરોની એક અલગ અનુસૂચિ તૈયાર કરવામાં આવી
 • જેને લીધે બ્રિટિશ તાજ હેઠળના ભારતના કેટલાક પ્રાંતોમાં સ્થાનિક સ્વરાજ્યને લગતા કાયદાઓ અસ્તિત્વમાં આવ્યા.
 • ઈ.સ. 1934-35માં ગવરમેન્ટ ઑફ ઈન્ડિયા એક્ટ હેઠળ સ્થાનિક સ્વરાજ્યની જોગવાઈ કરી અને તેના ફળશ્રુતી સ્વરૂપે ઈ.સ.1937માં કેટલાક પ્રાંતોમાં લોકોએ ચુંટેલી પ્રજાકીય સરકારો અસ્તિત્વમાં આવી.
 • પરંતુ ઈ.સ. 1938-39માં દ્વિતિય વિશ્વ યુદ્ધ ફાટી નિકળતા આ યોજના ખોરવાઈ.

( આ વિષય પર આનાથી અગાઉનો લેખ ‘પંચાયતી રાજ – દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી‘ છે.)

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

 1. Angel Reyna Angel Reyna

  Wow! This can be one particular of the most useful blogs We have ever arrive across on this subject. Basically Wonderful. I’m also a specialist in this topic so I can understand your effort.

 2. Ann Jimenez Ann Jimenez

  My brother recommended I would possibly like this web site.

  He was once entirely right. This submit truly made my day.
  You cann’t imagine just how a lot time I had spent for this info!
  Thank you!

 3. Karen Witt Karen Witt

  Terrific work! This is the type of information that are meant to be shared
  across the web. Disgrace on Google for now not positioning this submit higher!

  Thank you

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *