General

સ્ટીવ જોબ્સ બિઝનેસ મેગ્નેટ અને Apple CEO કરતા પણ વિશેષ

સ્ટીવ જોબ્સ ને આખી દુનિયા ઓળખે છે.

5 October 2011 ના દિવસે તેઓ આ દુનિયા છોડી ચાલ્યા ગયા.

પણ દુનિયાને તેમના 56 વર્ષના  જીવનમાંથી ઘણુબધું શીખવા મળે અને લાંબા સમય સુધી પ્રેરણા મળે એવું તે મૂકીને ગયા છે.

સ્ટીવના કમ્પ્યુટર અને તેને લગતા શોધ-સંશોધન અંગે બધાને નેટ પર ભરપૂર સાહિત્ય મળે જ છે.

તો વળી, તેમની કંપની અને આર્થિક મહત્વની માહિતી પણ મળી જશે જ.

અહી તેમના જીવનના બીજા પાસા પર પ્રકાશ પાડવાનો મારો ઇરાદો છે. જે દરેક સ્થિતિમાં જીવતા માણસ માટે પ્રેરણારૂપ બનશે.

 

 

સામાન્ય પરિચય

સ્ટીવ એ આધુનિક દુનિયામાં કઈક નવું, વધુ સગવડભર્યું, ઉપયોગી શોધવાવાળા લોકો પૈકી એક છે.

Apple કંપનીના સહસ્થાપક અને લોકોને વધુ આધુનિક અને ઉપયોગી ગેઝેટ્સ આપવામાં અથવા દુનિયાને વધુ સારું આપવાની  વિચારસરણી વિકસાવવામાં તે અગ્રસ્થાને છે.

ક્યારેક કમાણીમાં દુનિયામાં અવ્વલ તો ક્યારેક નવી શોધ માટે અવ્વલ એમ હમેશા ચર્ચામાં રહ્યા છે.

પર્સનલ કમ્પ્યુટર, iPhone, iTunes store, App store, …. એવું ઘણું બધુ છે જે આજે આપણે રોજબરોજ વાપરીએ છીએ તે સ્ટીવની શોધ છે અથવા તે શોધોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ તેમનો ફાળો છે.

તેમનો જન્મ 24 February, 1955 અને અવસાન 5 October 1911 ના દિવસે થયેલ.

મારા જીવનની ત્રણ વાતો: સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં આપેલા ભાષણ પરથી.

સ્ટીવ કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી શક્યા નહોતા. તેમણે પોતાના જીવનના ત્રણ પ્રસંગોની વાત 12 June 2005 ના દિવસે પ્રતિષ્ઠિત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આપેલા ભાષણમાં કહેલી. અહી ભાષા અને સ્થાન ભેદના કારણે માત્ર એ ભાષણનો મર્મ રજૂ કર્યો છે.

1. પહેલો પ્રસંગ:

  • આ પ્રસંગ કોલેજમાં અભ્યાસ છોડી દેવા અંગેનો છે.
  • સ્ટીવની જન્મદાત્રી માતા પરણિત નહોતી. આથી જન્મેલા બાળકને દત્તક આપી દેવાનું ઠરાવેલું.
  • પણ પોતે ગ્રેજ્યુએટ હતી, આથી બાળક એવા દંપતીને જ આપવા માંગતી હતી જે ગ્રેજ્યુએટ હોય.
  • જે લોકોએ સ્ટીવને દત્તક લીધો એ ગ્રેજ્યુએટ નહોતા, આથી બાળકને કોલેજ શિક્ષણ આપશુ એવી ખાત્રી બાદ તેને દત્તક આપવામાં આવેલ.
  • આથી સ્ટીવના માતા-પિતાએ પોતાની આર્થિક શક્તિઓની ઉપરવટ જઈને સ્ટીવ જોબ્સ ને રીડ કોલેજમાં દાખલ કર્યો.
  • હવે અહી, થોડા જ સમયમાં તેને લાગ્યું કે આ અભ્યાસ મારા માટે ઉપયોગી નથી, સ્થિતિ પણ એવી કે મિત્રોની રૂમમાં રહેવાનુ અને જમીન પર પથારી કરી સુવાનું.
  • ખાવાના પૈસા માટે કોકની બાટલીઓ ભેગી કરી વેચવાની, અઠવાડિયે એકવાર હરેકૃષ્ણ મંદિરમાં મફત ખાવાનું !!
  • આ સ્થિતિમાં કોલેજનો રેગ્યુલર અભ્યાસ છોડી દીધા પછી તેને સુલેખન ના વર્ગો ભરવાનો મોકો મળ્યો, ભણવાનો આનંદ આવ્યો પણ આ શું ઉપયોગમાં આવશે એ ખબર નહોતી.
  • પણ, દશ વર્ષ બાદ જ્યારે તેમણે પહેલું પર્સનલ કમ્પ્યુટર બનાવ્યું ત્યારે વિવિધ ફૉન્ટ ઉપયોગી બન્યા અને આજે દુનિયાભરમાં લોકો કમ્પ્યુટર પર જે સુંદર લખાણ લખી શકે છે તે સ્થિતિ સર્જાઈ.
  • સ્ટીવનો કહેવાનો મતલબ એ હતો કે, તે સમયે જે સ્થિતિ સર્જાઈ તેની ભવિષ્યની અસર ત્યારે તો ખબર ના જ પડે પણ પછીથી સમજાય કે, જે થાય તે સારા માટે.
  • કોલેજનો રેગ્યુલર અભ્યાસ ના છૂટ્યો હોત તો સુલેખન શીખવા સમય જ ના મળ્યો હોત અને દુનિયા આખી કદાચ ટાઈપ રાઇટરના જમાના જેવી એક જ પ્રકારના કમ્પ્યુટર લખાણ લખતી હોત. !!

2. બીજા પ્રસંગની વાર્તા:

  • સ્ટીવ જોબ્સ ને પોતાના મિત્ર સાથે મળી, 20 વર્ષની ઉમરમાં Apple કંપનીનું કામ શરૂ કરેલું અને તે પણ એક ગેરેજમાં.
  • દશ વર્ષમાં કંપની 2 અબજ ડોલરની કિમત અને 4000 કર્મચારીઓ ધરાવતી બની ગઈ.
  • આ દરમિયાન સ્ટીવને જરૂર લાગતી ગઈ તેમ પોતાનાથી વધારે પ્રભાવશાળી લોકોને વહીવટમાં સામેલ કરતા ગયા.
  • એક સમય એવો આવ્યો કે ભવિષ્યના પ્લાન અંગે મતભેદો ઊભા થયા અને તે ઝગડામાં પરિણમ્યા.
  • બોર્ડના અન્ય સભ્યોએ તેમનો સાથ આપી જોબ્સને કંપનીમાથી હાંકી કાઢવામાં આવ્યા.
  • વિચારો કે, જે તમારું પોતાનું સર્જન હોય, જેના માટે જિંદગીનું સર્વસ્વ દાવ પર લગાવ્યું હોય એમાથી તમારી હાકલપટ્ટી થાય ત્યારે કેવું લાગે?
  • સમાધાનના નિષ્ફળ પ્રયાસો કર્યા, કેલિફોર્નિયા છોડી દેવાનો વિચાર પણ કર્યો.
  • પણ નિયતિને બીજું જ મંજૂર હતું.
  • સફળતાઓના બોઝથી મુક્ત, નવું વિચારવા મુક્ત માનસિક સ્થિતિ સર્જાઈ, જેણે ચમત્કાર સર્જ્યો.
  • આગલા 5 વર્ષોમાં NeXT અને Pixar કંપનીઓની સ્થાપના થઈ, જે માણસો સાથે મળી નવું કાર્ય શરૂ કર્યું એ પૈકી એક લોરેન પોવેલ સાથે સ્ટીવના લગ્ન થયા. જિંદગીએ જુદી ઊંચાઈઓ સર કરી.
  •  વળી, સમયની કરવટ બદલાઈ અને Apple એ NeXT કંપની ખરીદી લીધી.
  • ફરી સ્ટીવ Apple ના કર્તાહર્તા બન્યા.
  • અને આ વર્ષોમાં કરેલી શોધ Apple માટે પુનર્જીવનનો સ્ત્રોત બની. !!

3. ત્રીજો પ્રસંગ – મોતનો સામનો:

  • સ્ટીવે  ક્યારેક વાંચેલું કે જીવનનો પ્રત્યેક દિવસ આખરી દિવસ હોય એવી રીતે જીવો.
  • આ દર્શનની  તેમના ઉપર ઊંડી અસર થયેલી.
  • આ વક્તવ્ય આપ્યાના એકાદ વર્ષ અગાઉનો આ પ્રસંગ છે.
  • સ્ટીવ જોબ્સ ને કેન્સર હોવાનું  અને અસાધ્ય કેન્સર હોવાનું નિદાન થયું. (2004 માં)
  • ડોકટરોએ સમજાવ્યું કે, હવે સમય કુટુંબ સાથે ગાળો, તેમને જે હુંફ અને પ્રેમ આપવાનો રહી ગયો હોય તે એકસાથે આપી દો.
  • માનસિક સ્થિતિ થોડાક મહિનાઓમાં મૃત્યુ માટે થઈ ગઈ.
  • એ પછી આગળ તપાસ કરતાં લાગ્યું કે કદાચ ઓપરેશન સફળ થઈ શકે.
  • ઓપરેશન થયું અને જીવન ચાલુ રહ્યું.
  • ( સ્ટીવ જોબ્સ નું મોત કેન્સરથી જ થયેલું પણ થોડા વર્ષો બાદ )
  • જ્યારે તમે મોતના મુખમાથી પાછા આવો ત્યારે જીવન બોનસ લાગે.
  • પ્રત્યેક નવો દિવસ ખુશ રહીને કઈક વધારે સારું કરવાનો સંદેશ આપે. જે સ્ટીવે પછીની જિંદગીમાં કર્યું પણ ખરું.
  • આપણે પણ મૃત્યુ નિયત છે અને ગમે ત્યારે આવે, આજે જ આવી શકે એમ વિચારી જીવીએ તો કેટલો ફરક પડે !!

ક્યારેય એવું નહીં લાગે કે ઉણપ છે, જે દિવસ મળ્યો એ બોનસ સમજીને જીવીએ તો કરેલા કામનો આનંદ આવે અને વિશેષ તો જીવવાનો આનંદ આવે

 સ્ટીવ જોબ્સ ના જીવન પ્રસંગોની શીખ જેવી જ શીખ આપણને શાસ્ત્રો અને મુનિઓ સદીઓથી આપતા રહ્યા છે.

પણ એ ભાષા કદાચ આપણને જુદી લાગે છે.

જુદી સ્થિતિ અને જુદા પ્રસંગોએ અપાયેલી શીખ કદાચ ના સમજાય.

પણ સ્ટીવ આપણા સમયમાં જ થઈ ગયા. આપણને આધુનિક બનાવી ગયા. પૈસા અને પ્રતિષ્ઠા મેળવ્યા.

જે આપણી હમેશા ખ્વાહિશ હોય છે તે બધુ એમણે કર્યું. અને વધુમાં વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરીને કર્યું.

તેમના ઉદાહરણથી તો જીવનની સચ્ચાઈ સમજાઈ જવી જોઈએ.

જોકે હું પણ જાણું છુ કે શિખામણ આપવાની ચીજ છે લેવાની નહીં!!!  છતાં, જીવનની પરમ સચ્ચાઈ આજ છે.

અંતે જે માણસે જીવનભર સારું કરવા પ્રયત્ન કર્યો, પોતાની જ નહીં, દુનિયાની જિંદગી સુધરે તે માટે પ્રયત્નશીલ રહેનાર સ્ટીવ જોબ્સને પુણ્યતિથી એ વંદન સહ અસ્તુ.

 

 

 

 

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

View Comments

Recent Posts

Understanding Standard Form of Numbers: An Explanation With Examples

Through the standard form offers different advantages in mathematical calculations and scientific notation. Firstly, it…

5 months ago

How to deal with stress and anxiety in college

Introduction Stress is a feeling caused by an external trigger that makes us frustrated, such…

6 months ago

Why is Sociology Important These Days?

Sociology is a broad discipline that examines societal issues. It looks at the meaningful patterns…

6 months ago

How to Convert Inches to mm

Some info about Inch Inches are a unique measure that persuades us that even the…

8 months ago

Antilogarithms – Definition, Methods, and Examples

You should be familiar with logarithms to understand antilogarithms in a better manner. Logarithms involve…

10 months ago

नाटककार सुरेंद्र वर्मा

यहां "नाटककार सुरेंद्र वर्मा" पुस्तक की पीडीएफ विद्यार्थी, शोधार्थी और जो इसका अभ्यास के लिए…

10 months ago