Press "Enter" to skip to content

હું માનવી માનવ થાઉં તો ઘણું….

Yogesh Patel 0

પૃથ્વી ઉછંગે ઉછરેલ માનવી,

હું માનવી માનવ થાઉં તો ઘણું.

આજે આપણે વિશ્વમાં ઘણા લોકોને જોઈએ છીએ જે સફળતાના ઉચ્ચતમ શિખરો પર હોય.

દુનિયાના દરેક માનવીના નસીબમાં કે એના પ્રારબ્ધમાં સફળ બનવું કે મહાન બનવું શક્ય નથી.

અને એ જરૂરી પણ નથી જો માનવ માનવતાના ગુણોવાળો અને જેને સાચાં અર્થમાં મનુષ્ય કહી શકાય તેવો માનવી બની ને રહે.

બસ આ જ માનવતા એના માટે અને સમાજ માટે હિતકારી અને પૂરતું છે.

હું માનવી માનવ થાઉં તો ઘણું….

આપેલ પંક્તિમાં કવિ કહે છે કે પૃથ્વીમાતાના ખોળે ઉછરી રહેલા દરેક માનવીના નસીબમાં મહાસિદ્ધિ ન હોય પરંતુ

તે સારા ગુણવાળો, સારા ચારિત્ર્ય અને સારા વિચારવાળો માનવી બને ને રહે તોય ઘણું છે.

આપણા ભારતીય શાસ્ત્રોમાં કહ્યું છે કે દરેક જીવને 84 લાખના ફેરામાંથી પસાર થવાનું છે

અને એ બધામાં જો કોઈ અજાયબી જેવું હોય તો એ મનુષ્ય છે.

ક્યારેક મનુષ્ય જાત-ભાતના ભેદ, ધર્મના ભેદ, રંગના ભેદ વગેરેની નિતિને કારણે હિંસા તરફ વળે છે.

મંદિર હોય કે મસ્જિદ કે પછી ચર્ચ બધેથી જોઈએ તો આ આખું આકાશ એક સમાન જ દેખાય છે,

આપણું શારીરિક બંધારણ સમાન છે, બધાના લોહીનો રંગ લાલ છે,

પૂજા કરવાની રીતો ભલે અલગ હોય પરંતુ માનવતાના ગુણો કે લક્ષણો તો એક જ છે.

તો પછી આ ધર્મના નામે ઝગડા કેમ થાય છે ?

માનવતા – આજની જરૂરિયાત –

કુદરત આ સૃષ્ટિમાં આવનાર દરેક જીવને કોઈકને કોઈક વિશિષતા સાથે મોકલે છે. મનુષ્યમાં પણ માનવતાના ગુણો હોય જ છે પરંતુ તે આ દુનિયામાં આવી પોતાના કર્મ દ્વારા નક્કી કરે છે કે એ માનવ રહેશે કે પછી દાનવ બનશે. આજના વિશ્વ તરફ નજર કરીએ તો દેખાશે કે ધીમે ધીમે માનવતાનો નિકાલ થઈ રહ્યો છે. આતંકવાદ, ગૃહ યુદ્ધ અને એના જેવા અનેક કારણો છે જેને લીધે માનવી માનવતા ભૂલી બીજા એના જેવા જ માનવીને દુઃખ આપી રહ્યો છે. આપણે માનવી તરીકે જન્મ્યા છીએ તો એક સાચા માનવી બનીને રહીએ. આજે મહાન કે કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરવી એ મનુષ્ય માટે જેટલું જરૂરી છે તેટલું જ દયા, પ્રેમ, ઉદારતા, પ્રામાણિકતા જેવા ગુણો જરૂરી નથી રહ્યાં. જો આવા ગુણોની સાથે સાથે સત્યનિષ્ઠા, સેવાભાવના અને માનવતા જેવા ગુણો નહી હોય તો મનુષ્ય ભલે ડૉક્ટર, વકીલ કે એંજિનિયર બને પરંતુ તે સાચાં અર્થમાં મનુષ્ય ન બની શકે અને તેની કિંમત એકડા વિનાના મીંડા જેવી છે.

(ધોરણ 8 થી 10માં વિચાર-વિસ્તાર અંતર્ગત આવી પંક્તિઓ પૂછાઈ શકે છે.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *