Press "Enter" to skip to content

ગિજુભાઈ બધેકા – મૂછાળી મા ના નામથી જાણીતા શિક્ષણવિદ્

Rina Gujarati 0
ગિજુભાઈ બધેકા

ગિજુભાઈ બધેકા (૧૫ નવેમ્બર ૧૮૮૫ – ૨૩ જૂન ૧૯૩૯) શિક્ષણવિદ્ હતા, જેમણે ભારતમાં મોન્ટેસરી શિક્ષણની રજૂઆતમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.

તેઓ “મૂછાળી મા” ના હૂલામણાં નામથી જાણીતા હતા. તેઓ શિક્ષણવિદ્ બન્યા પહેલાં હાઇકોર્ટમાં વકીલ હતા. ૧૯૨૩માં તેમના પુત્રના જન્મ પછી તેમણે બાળઉછેર અને શિક્ષણમાં રસ દાખવવાની શરૂઆત કરી. ૧૯૨૦ના દાયકામાં તેમણે બાલ મંદિરની સ્થાપના કરી હતી.[૨] તેમણે શિક્ષણના ક્ષેત્રના અનેક પુસ્તકો પ્રકાશિત કર્યા હતા, જેમાં દિવાસ્વપ્ન અત્યંત વખણાયું છે.

તેમનો જન્મ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ચિત્તળ ગામમાં થયો હતો. તેમનું જન્મનું નામ ગિરજાશંકર હતું. તેમનો ઉછેર ભાવનગરમાં થયો હતો. ૧૯૦૭માં તેઓ ધંધાર્થે પૂર્વ આફિક્રા અને પછી મુંબઈ ગયા હતા. ૨૩ જૂન ૧૯૩૯ના રોજ મુંબઈ ખાતે તેમનું અવસાન થયું હતું.

શિક્ષણક્ષેત્રે યોગદાન

૧૯૨૦ના દાયકામાં ગિજુભાઈએ બાલ મંદિરની સ્થાપના કરી. પછીથી, નાનાભાઈ ભટ્ટ, હરભાઈ ત્રિવેદી અને ગિજુભાઈ બધેકા એ ભાવનગરમાં શ્રી દક્ષિણામૂર્તિ વિનય મંદિર શાળાની સ્થાપના કરી હતી.

ગિજુભાઈએ ૨૦૦ જેટલાં પુસ્તકો લખ્યા હતા, જેમાં બાળસાહિત્યનો પણ સમાવેશ થાય છે.

શિક્ષણ –

વાર્તાનું શાસ્ત્ર (૧૯૨૫). માબાપ થવું આકરૂં છે. સ્વતંત્ર બાલશિક્ષણ. મોન્ટેસરી પદ્ધતિ (૧૯૨૭). અક્ષરજ્ઞાન યોજના. બાલ ક્રીડાંગણો. આ તે શી માથાફોડ? (૧૯૩૪). શિક્ષક હો તો (૧૯૩૫). ઘરમાં બાળકે શું કરવું.

બાળસાહિત્ય –

ઈસપનાં પાત્રો. કિશોર સાહિત્ય (૧-૬). બાલ સાહિત્ય માળા (૨૫ ગુચ્છો). બાલ સાહિત્ય વાટિકા (૨૮ પુસ્તિકા). જંગલ સમ્રાટ ટારઝનની અદ્ભૂત કથાઓ (૧-૧૦). બાલ સાહિત્ય માળા (૮૦ પુસ્તકો).

ચિંતન –

પ્રાસંગિક મનન (૧૯૩૨), શાંત પળોમાં (૧૯૩૪). દિવાસ્વપ્ન.

Rina Gujarati

I am working with zigya as a science teacher. Gujarati by birth and living in Delhi. I believe history as a everyday guiding source for all and learning from history helps avoiding mistakes in present.

More Posts - Website

Follow Me:
Facebook

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *