Press "Enter" to skip to content

8 August 1942 – ‘હિન્દ છોડો’ આંદોલનની શરૂઆત

Pankaj Patel 0

8 August 1942 નો દિવસ ભારતીય ઈતિહાસમાં સીમાચિન્હરૂપ દિવસ છે. આ દિવસે મૂંબઈમાં કોંગ્રેસના અધિવેશનમાં મહાત્મા ગાંધીએ જે ભાષણ આપ્યું તેમાં ‘કરો યા મરો’ નો નારો આપ્યો. કોંગ્રેસે વિધિવત રીતે અંગ્રેજોને ‘હિન્દ છોડો’ નું એલાન આપ્યું. ભારત છોડો એ આઝાદીની લડતનું વધુ તીવ્ર આંદોલન હતું અને તેનાથી અંગ્રેજો સમજી ગયા કે હવે લાંબો વખત ભારતને ગુલામ રાખી શકાશે નહીં. આંદોલનની હવા વાતાવરણમાં હતી જ અને તેથી સરકારે તેને કચડી નાખવા પૂરતી તૈયારી કરી રાખેલી હતી. જેવી મુંબઈની સભા પતી કે તે જ દિવસથી એટલે કે 8 August ના દિવસથી જ ધરપકડોની શરૂઆત થઈ. 8 August ની રાત્રે કોંગ્રેસની મોટાભાગની કારોબારીના સભ્યોની ધરપકડ કરી લેવામાં આવી. ગાંધીજીની પણ ધરપકડ થઈ. ગાંધીજીને આગખાન મહેલમાં અને કોંગ્રેસ કારોબારીના અન્ય અગત્યના નેતાઓને છૂપી રીતે અહમદનગરના કીલ્લામાં લઈ જવાયા. કોંગ્રેસ ગેરકાયદેસર સંસ્થા જાહેર થઈ.

કોંગ્રેસ ગાંધીજીના પ્રભાવમાં આવી ત્યાર પછી પ્રથમ વખત આ આંદોલનમાં નાની મોટી હિંસા બરદાસ્ત કરી લેવાશે તેવી ગર્ભિત સહમતી હતી. બીજા વિશ્વયુદ્ધને કારણે બ્રિટિશ સરકાર દબાણમાં હતી અને ક્રાંતિકારીઑ પણ પોતાનું કાર્ય કરતા હતા. અગાઉ અસહકારના આંદોલન વખતે ચળવળના ઉચ્ચ શિખરે ચોરીચૌરાના બનાવથી ગાંધીજીએ લડત પાછી ખેંચી લીધેલી એવી શક્યતા આ વખતે નહોતી જણાતી. કોઈએ જાહેર રીતે હિંસાની તરફદારી કરી નહોતી પણ પ્રજાના માનસમાં એવું ઠસી ગયેલું કે નાની-મોટી હિંસાથી લડત બંધ રહેવાની નથી તથા હવે સ્વરાજ્ય આવી જ જવાનું છે.

બીજી એક અગત્યની બાબત એ હતી કે આંદોલન શરૂ થતાં જ એટલે કે 8 August ના દિવસથી જ મોટા નેતાઓની ધરપકડો થતાં ટૂંક સમયમાં જ આંદોલન નેતાગીરી વિહીન બન્યું. તેની આડઅસર જે થઈ તે સાથે લડત લોકોની બની ગઈ. કોઈ નેતા કે પક્ષની દોરવણી વિના લોકોએ લડત ઉપાડી લીધી અને દાવાનળની જેમ આંદોલન સમગ્ર દેશમાં ફેલાઈ ગયું. મોટા પાયે સરકારી મિલકતો નુકશાન કરાયું, ખાસ કરીને રેલ્વે અને તાર ટપાલ ખાતાની કામગીરી અવરોધે તેવા હેતુથી પાટા ઉખાડી નાખવામાં આવ્યા. ક્યાંક હિંસા પણ થઈ. આ આંદોલનમાં દેશમાં અને કોંગ્રેસમાં બીજી હરોળની નેતાગીરી ઊભરી આવી. સ્થાનિક કક્ષાએ લોકોએ પોત-પોતાની રીતે લડત ચલાવી.

અગાઉની લડતો કરતાં 8 August 1942 ના દિવસે શરૂ થયેલ આ ‘ભારત છોડો આંદોલન’ વધુ વ્યાપક હતું અને સ્વરાજ્યની તીવ્ર ઉત્કંઠાથી પ્રજાએ તેમાં ભાગ લીધો એ સાચું પણ સામે પક્ષે સરકાર પણ વધારે આક્રમક બની અને અગાઉ કરતાં વધરે લાઠી અને બંદુકનો ઉપયોગ કર્યો. વધુ ધરપકડો થઈ અને મોત પણ વધરે થયા. હજારો મોત અને લાખો ધરપકડો કરવા છતાં અંતે અંગ્રેજો એ જાણી ગયા કે હવે ભારતમાથી ઉચાળા ભરવાનો સમય થઈ ગયો છે. વિશ્વયુદ્ધના કારણે ઉદ્યોગ ધંધામાં આવેલી તેજીના કારણે ઉદ્યોગપતિઓ સરકાર સાથે હતા, સિવિલ સર્વિસના માણસો અને પોલીસ ખાતાનો સરકારને સાથ હતો. સમર્થ લશ્કર હતું અને વળી, કોંગ્રેસ જશ ખાટી ના જાય તેવી વૃત્તિવાળા લોકો પણ સરકાર પક્ષે હતા. સરકારે એડી-ચોટીનું જોર લગાવ્યું હતું. તેમ છતાં, સામાન્ય ભારતીય લડતની સાથે હતો. અને તેથી જ જગત જમાદાર બ્રિટિશ સરકાર હાંફી ગઈ.

આ લડતના તરત પછી તો આઝાદી મળી નહીં પણ આઝાદી મળશે અને અંગ્રેજ શાસન સમાપ્ત થશે તેવી સ્થિતિ ચોક્કસ નિર્માણ થઈ ગઈ. આમ, 8 August એ ભારતીય સ્વતંત્ર સંગ્રામનું મહત્વનુ સીમાચિહન છે. અને તેથી આ આંદોલનમાં પોતાનું તન, મન, ધન અને ખાસ તો જીવન ગુમાવી શહિદ થયેલા તમામના આપણે ઋણી છીએ.

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *