Press "Enter" to skip to content

Samajik Vigyan Dhoran 10 [સામાજિક વિજ્ઞાન ધોરણ 10]

Dinesh Patel 1

ગુજરાત બોર્ડના અભ્યાસક્રમમાં ધોરણ 10 એ બોર્ડ પરીક્ષાનું વર્ષ છે. અન્ય બોર્ડની જેમ ગુજરાત બોર્ડમાં પણ ધોરણ 10નું પરિણામ એ આગાળના અભ્યાસ કરવા માટે Science, Commerce, Arts જેવા ક્ષેત્રોમાંથી પસંદગી કરવા પ્રવેશ દ્વાર છે. આ સંજોગોમાં ધોરણ 10 નું પરિણામ વિદ્યાર્થીની કારકિર્દી માં ખુબ અગત્યનું ગણાય છે.


સામાજિક વિજ્ઞાન ધોરણ 9 અને ધોરણ 10 એ ઈતિહાસ, ભુગોળ, નાગરિકશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, પર્યાવરણ વગેરે જેવા ખુબ અગત્યના વિષયોનો સામુહિક એક વિષય તરીકે પાયાનો અભ્યાસક્રમ પુરો પાડે છે. ધોરણ 10 માં ઉત્તમ પરીણામ મેળવવા માટે સામાજિક વિજ્ઞાન એક અગત્યનો સ્ક્રોરિગ સબજેક્ટ છે. વળી, રસપ્રદ, વિષયવસ્તુ અને વર્ણનાત્મક પ્રશ્નો હોવાથી વિદ્યાર્થીઓ માટે આ વિષય રસનો વિષય બને છે.


સામાજિક વિજ્ઞાનમાં અનેક સામાજિક વિષયોનો સમન્વય હોવાથી પાયાના વિષય તરીકે એક વિદ્યાર્થી કે જે ભવિષ્યના નાગરિક બંને તેવી દ્વષ્ટિએ આ અગત્યનો વિષય છે. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન માં હવે સિમેસ્ટર પદ્ધતિને બદલે આખા વર્ષનો અભ્યાસક્રમ છે. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં કુલ 21 પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં સમાવિષ્ઠ પ્રકરણો પ્રશ્નોત્તર સ્વરૂપે નીચે મુજબ છે:

Samajik Vigyan Dhoran 10 [સામાજિક વિજ્ઞાન ધોરણ 10]

1 ભારતનો વારસો [Bharatno Varaso]

2 ભારતનો સાંસ્કૃતિક વારસો: પરંપરાઓ : હસ્ત અને લલિતકલા [Bharatno Sanskrutik Varsho- Hast-Lalit Kala]

3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય [Bharatno Sanskrutik Varaso : Shilp Ane Sthapaty]

4 ભારતનો સાહિત્યિક વારસો [Bharatno Sahityik Varaso]

5 ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વારસો [Bharatno Vigyan Ane Technology Varso]

6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો [Bharatna Sanskrutik Varasa Na Sthalo]

7 આપણા વારસાનું જતન [Apna Varasa Nu Jatan]

8 કુદરતી સંસાધનો [Kudrati Sansadhano]

9 વન અને વન્યજીવ સંસાધન [Van Ane Vany Jiv Sansadhan]

10 ભારત : કૃષિ [Bharat : Krushi]

11 ભારત : જળ સંસાધન [Bharat : Jal Sansadhan]

12 ભારત : ખનિજ અને શક્તિનાં સંસાધનો [Bharat : Khanij Ane Shakti Na Sansadhano]

13 ઉત્પાદન ઉદ્યોગો [Utpadan Udyogo]

14 પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર [Parivahan, Sandeshavyavhar Ane Vyapar]

15 આર્થિક વિકાસ [Arthik Vikas]

16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ [Arthik Udarikaran Ane Vaishvikikaran]

17 આર્થિક સમસ્યાઓ અને પડકારો : ગરીબી અને બેરોજગારી [Arthik Samasyao Ane Padakaro : Garibi Ane Berojagari]

18 ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ [Bhav Vadharo Ane Grahak Jagruti]

19 માનવ વિકાસ [Manav Vikas]

20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકરો [Bharat ni Samajik Samasyao Ane Padkaro]

21 સામાજિક પરિવર્તન [Samajik Parivartan]

વિદ્યાર્થીઓને પાયાની સમજ મળે, પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત થાય અને રસ જળવાઈ રહે તે હેતુ સર સામાજિક વિજ્ઞાન વિષયનો પદ્ધતિ સરનો અભ્યાસ કરાવાય તે હિતાવહ છે. સાલવારી, નકશા, સ્થળોની ભૌગોલિક અને ઐતિહાસિક ઓળખ જેવા વિષયના અંતર્ગત પરંતુ, કેટલાંક પાઠ્યપુસ્તક બહારના મુદ્દાઓ પણ વર્ષ દરમિયાન સમજાવવામાં આવે તો ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય એ આશાએ અહીં વિષનો સમગ્ર ખ્યાલ આપવાનો પ્રયત્ન કરેલ છે જે વિદ્યાર્થી આલમ અને શિક્ષકમિત્રો તેમજ વાલિઓને પણ ઉપયોગી થાય તેવી આશા છે.

  1. Witһ a view to be successful with freelancing, it is essential to
    be seⅼf-dіsciplined, motivated, and organized. In case you eleϲt to tak the route of freelancing, you will need to
    have tһe ability to sseek and obtain prospective joЬs, bе very
    effective in ѕcheduling y᧐ur time, and have
    good math abilioties for the aim ⲟff billing and taxes.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *