Press "Enter" to skip to content

Vigyan ane Technology Dhoran 10 [વિજ્ઞાન અને ટેકનોલૉજી ધોરણ 10]

Dinesh Patel 0

ધોરણ 10 એ બોર્ડની પરીક્ષાનું વર્ષ છે. અત્યાર સુધી જુની પદ્વતિમાં ધોરણ 1 થી 9 સુધી વિદ્યાર્થીઓને નાપાસ નહી કરવાની પદ્વતિ અમલમાં હતી. જેથી બાળકના કુમળા મન પર પરીક્ષાનો હાવ ધોરણ 10 થી હાવીત થતો હતો. હવે જો કે સુધારેલી પદ્વતિ પ્રમાણે ધોરણ 1 થી 5 માં નાપાસ નહી કરવાની પદ્વતિ અમલમાં છે. જ્યારે તેથી ઉપરના વર્ગોમાં નાપાસ જાહેર કરાશે. આવા સંજોગોમાં ધોરણ 10 માં એક સાથે પરીક્ષાનો હાવ ઉભો નહી થાય.


જો કે નાપાસ અને પાસ કે અભ્યાસનો બીનજરૂરી હાવ એ માત્ર પાસ થવાનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને લાગુ પડે છે. જેઓ સારા ટકા સાથે અને ધ્યાનથી અભ્યાસ કરવાવાળા વિદ્યાર્થી છે તેમના માટે પાસ નાપાસની બાબતો લાગુ પડતી નથી. તેમ છતાં બોર્ડનું વર્ષ હોવાથી વિદ્યાર્થીના માનસપટલ પર તેની અસર જરૂર રહે છે.

આ સંજોગોમાં વર્ષની શરૂઆતથી વિદ્યાર્થીને યોગ્ય માર્ગદર્શન મળે અને આખું વર્ષ નિયમિત મહેનત કરી વિદ્યાર્થી પોતાની કાળકિર્દીનું ઘડતર કરે તે માટે આગોતરૂ આયોજન જરૂરી છે. હાલમાં To the Point તૈયારી કરવાનો સમય છે. એટલે દરેક વિષયનો અભ્યાસક્રમ, પેપર સ્ટાઇલ જેવી બાબતોનું જ્ઞાન અથવા જાણકારી અભ્યાસને સરળ અને રસપ્રદ બનાવે છે.


આમ, અગાઉથી વિદ્યાર્થીને અભ્યાસક્રમ, પેપર સ્ટાઇલ તેમજ અગાઉના પેપર મદદરૂપ અને પ્રોત્સાહક પુરવાર થાય. ખાસ કરીને વિજ્ઞાન અને ટેકનોલૉજી ધોરણ 10 નો વિષય સ્કોરીગ સબજેક્ટ છે. જે પરિણામ નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. ઉત્તમ પરિણામ મેળવવા માગતા કોઇ પણ વિદ્યાર્થી તેને નજર અંદાજ કરી શકે નહી.

હાલમાં શાળાકીય શિક્ષણની સાથે ઓનલાઇન સંદર્ભ સાહિત્ય અને પૂરક તૈયારી માટે અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. જેનો ભરપુર ઉપયોગ કરી વિદ્યાર્થી પોતાનું પરિણામ સુધારી શકે છે. સાથે સાથે પરીક્ષાનો ડર દુર રાખી ભાર વિનાનું ભણતર અનુભવી શકે છે. આ સંદર્ભે નીચે આપેલ ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલૉજી નો અભ્યાસક્રમ દરેકને ઉપયોગી થશે. આ ચેપ્ટર વાઇઝ અભ્યાસક્રમ ગુજરાત રાજ્ય ગ્રંથ નિર્માણ બોર્ડના પાઠ્યપુસ્તક અનુસાર સ્વાધ્યાય તેમજ વધારાના પ્રશ્નોના મહાવરા માટે ખુબ ઉપયોગી થશે.

Vigyan Ane Technology Dhoran 10

1 નેનોટેકનોલૉજીનો પરિચય [Nanotechnology no Parichay]

2 પ્રકશ : પરાવર્તન અને વક્રિભવન [Prakash : Paravartan Ane Vakribhavan]

3 પ્રકશનું વિભાજન અને કુદરતી પ્રકશીય ઘટનાઓ [Prakashanu Vibhajan Ane Kudarati Prakashiy Ghatanao]

4 વિદ્યુત [Vidhyut]

5 વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો [Vidyut Pravah ni Chumbakiy Asaro]

6 બ્રહ્માંડ [Brahmand]

7 ઍસિડ, બેઇઝ અને ક્ષાર [Esid Beijh and Kshar]

8 ધાતુઓ [Dhatuo]

9 અધાતુઓ [Adhatuo]

10 ખનિજ કોલસો અને ખનિજ તેલ [Khanij Kolaso Ane Khanij Tel]

11 કાર્બનિક સંયોજનો [Karbanik Sanyojano]

12 પોષણ અને શ્વસન [Poshan Ane Shvasan]

13 સજીવોમાં વહન, પરિવહન અને ઉત્સર્જન [Sajivo ma Vahan, Parivahan Ane Utsarjan]

14 સજીવોમાં નિયંત્રણ અને સંકલન [સહનિયમન] [Sajivo ma Niyantran Ane Sankalan] [Saha Niyaman]

15 સજીવોમાં પ્રજનન [Sajivo ma Prajanan]

16 આનુવંશિકતા અને ઉત્ક્રાંતિ [Anuvanshikata Ane Utkranti]

17 આપણું પર્યાવરણ [Apanu Paryavaran]

18 નૈસર્ગિક સ્ત્રોતોની જાળવણી [Naisargik Strotoni Jalavani]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *