Press "Enter" to skip to content

ચંદ્રશેખર આઝાદ

Pankaj Patel 0

 

ચંદ્રશેખર આઝાદ એ ભારતના સ્વતંત્ર સંગ્રામમાં કદી ના ભૂલી શકાય એવું નામ છે. ક્રાંતિવીર તરીકે તેઓએ અંગ્રેજોનો સામનો કરવામાં અને માભોમની મુક્તિ માટે જીવન અને મરણ બન્ને ન્યોછાવર કર્યા. આવા આ મહાન ક્રાંતિકારી નો જન્મ જુલાઇ ૨૩, ૧૯૦૬નાં રોજ મધ્ય પ્રદેશનાં ઝાબુઆ જિલ્લાનાંભારવા ગામે થયેલો. તેઓ ભારતનાં એક અતી મહત્વનાં ક્રાંતિકારી હતા, કેટલાક તેઓને ભગતસિંહનાં માર્ગદર્શક માને છે. તેમનું આખું નામ 'ચંદ્રશેખર સિતારામ તિવારી' હતું પરંતુ માતૃભૂમિની આઝાદી માટેનાં ૧૯૨૧માં થયેલા અસહકાર આંદોલન દરમ્યાન મુકદ્દમો ચલાવતા ન્યાયાધિશે તેમનું નામ પુછતાં તેમણે જવાબમાં આઝાદ અને પિતાનું નામ સ્વાધીનતા જણાવ્યું હતું. ત્યારથી આઝાદીની ચળવળ માં તેમની ધગશને કારણે તેઓ ચંદ્રશેખર આઝાદ તરીકે ઓળખાવા લાગ્યા.

મોંઘા વતનનાં મોંઘા રતન ક્રાંતિવીર ચંદ્રશેખર આઝાદનો જન્મ મધ્યપ્રદેશના ભાવરા ગામમાં થયો હતો. નાનપણમાં પિતાએ ઠપકો આપતાં રિસાઇ, ઘરછોડી કાશી ગયા અને સંસ્કૃતનો અભ્યાસ શરૂ કર્યો. દરમિયાન અસહકારનું આંદોલન શરૂ થતાં પિકેટિંગમાં જોડાયા, પરંતુ અંતે ગાંધીજીની અહિંસા તેમને અનુકૂળ ન આવી. અસહકારનું આંદોલન પાછું ખેંચી લેવાતા અભ્યાસ છોડી ચંદ્રશેખર આઝાદ ક્રાંતિકારી દળમાં જોડાયા. દળમાં એમણે મોટી જવાબદારી નિભાવી. નાણાંની ખેંચ ઊભી થઇ ત્યારે કારોરી ખાતે રેલધાડના પ્રસ્તાવને સમર્થન આપનાર તેઓ પ્રથમ હતા. સંગઠનશક્તિ તથા સાહસિક સ્વભાવને કારણે સૌના માનીતા થઇ ગયા અને વીરપુરુષોના એ નેતા બની ગયા. સરકારે તેમને પકડવા અથાગ પ્રયાસો કર્યા પણ આઝાદ ‘આઝાદ’ જ રહ્યા.

એમને પકડવા સરકારે હજારોના ઇનામો જાહેર કર્યાં હોવા છતાં, એની લાલચ ક્રાંતિદળમાં કદી કોઇને સ્પર્શી ન હતી. ક્રાંતિકારીઓની તાકાત ધીમે ધીમે તૂટવા લાગી હતી. એક દિવસ અલ્હાબાદના એક બાગમાં પોલીસોએ તેમને ઘેરી લીધા. તેમણે ત્રણ-ચાર પોલીસોને ઘાયલ કર્યા, પરંતુ લાગ્યું કે હવે અહીંથી છટકાશે નહીં એટલે છેલ્લી ગોળી પોતાના જ લમણામાં ઝીંકી ચિરશાંતિની ગોદમાં પોઢી ગયા. એ દિવસ હતો ઇ.સ.1931 ના ફેબ્રુઆરી માસની 27મી તારીખનો. ચંદ્રશેખરનું જીવન એટલે જવામર્દી અને ઝિંદાદિલીના જવલંત કથા. “દુશ્મન કી ગોલિયોં કા હમ સામના કરેંગે, આઝાદ રહે હૈ, આઝાદ હી રહેંગે.” આવા આ મહાન ક્રન્તીવીરની યાદને આજે આપણે તાજી કરીએ અને તેમને નમન કરીએ. જ્યારે જ્યારે માં ભારતી માટે સંકટની ઘડી આવશે અને દેશને યુવા લોહીની જરૂર પડશે ત્યારે ત્યારે આવા મહાન દેશભક્તોની હંમેશા યાદ આવતી રહેશે. આજના સમયના યુવા વર્ગને હવે આવા મહાન વ્યક્તિત્વોમાંથી પ્રેરણા લેવાની છે, કારણ કે હાલના સમયમાં ત્યાગ અને બલિદાનના ઉદાહરણો ઘટતા જાય છે.

 

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *