Press "Enter" to skip to content

શીખવા ની ટેવ પાડો – ચાણક્ય

Pankaj Patel 2

ચાણક્ય ના અનેક સૂત્રો અને ઉક્તિઓ આપણે હમેશાં ક્વોટ કરતાં હોઈએ છીએ. એવું જ ખૂબ પ્રચલિત ક્વોટ છે, “જીવનનો એક પણ દિવસ કઈક નવું, સારું અને ઉપયોગી શીખ્યા વગર પસાર થવા દેશો નહીં.’

એક વાત તો સૌ સ્વીકારશે કે દરેક મનુષ્ય જ્ઞાનની બાબતમાં સમાન જન્મે છે. જેમ જેમ સમય પસાર થાય તેમ આપણે શીખતા જઈએ છીએ અને આપણા એ જ્ઞાનનો સંચય થતો જાય છે. બાલ્યાવસ્થાથી ધીમે ધીમે આ શીખવાની, નવું જાણવાની વૃત્તિ વધતી જાય છે. પણ ઉમર વધતાં જીવનમાં સમય સાથે શીખવાની ઉત્સુકતા ધટતી જાય અને એક સમય એવો આવે કે નવું શીખવાની તાલાવેલી ના રહે ત્યારે સમજવું કે ચિંતા કરવાની જરૂર છે.

વ્યક્તિની સમૃદ્ધિ નક્કી કરતાં ઘણા પરિબળો હોય છે. જેમ કે ધન, દોલત, પ્રતિષ્ઠા, સુખ, સગવડ, આવક. જાવક … આવી અનેક બાબતો તેમાં ગણાવી શકાય. પણ તેમાં કદાચ સહુથી મહત્વનુ અને મૂલ્યવાન કોઈ પાસું હોય તો જ્ઞાન છે. જ્ઞાન એ આપણા સુખી અને સંપન્ન જીવન માટે મુળ છે. આપણે જાણીએ છીએ કે ડાળીઓ, પાદડાઓ અને ક્યારેક થડ કપાયેલું વૃક્ષ જીવી જાય અને ફરીથી વૃદ્ધિ પામે પણ મૂળનો નાશ થયો હોય તે વૃક્ષ ફરીથી પાલાવુ અસંભવ જેવુ છે. એ જ રીતે જ્ઞાન દેખાતું નથી પણ આપણા સુખી જીવનનું મૂળ છે અને તેના વિના જીવન નકામું છે. અહી એ કહેવું જરૂરી છે કે જ્ઞાન માત્ર પુસ્તકનું નહીં પણ કોઈ પણ રીતે મેળવેલ જ્ઞાનની વાત છે અને અનુભવ એમાં સહુથી ઉત્તમ જ્ઞાન છે.

જ્ઞાન અથવા શિક્ષણ માણસને કામ વધુ સારી રીતે કરવાની સમજ આપે છે. જે તેની કાર્યક્ષમતા સુધારે છે. સારા-નરસાનો ભેદ સમજવાની શક્તિ આપે છે. જગતમાં દરેક માટે દિવસ 24 કલાકનો જ હોય છે, પણ અસમાનતા કેટલી બધી છે. કારણ કે જ્ઞાનનો ફરક છે અને એ વધુ સારું જીવન જીવવા માટે જરૂરી છે. સખત મહેનત કરતા મજૂર કરતાં તેનો મુકાદમ વધુ કમાય અને તેનો મેનેજર એથી વધુ કમાય. વળી સૌથી ઓછી મજૂરી કરનાર સૌથી વધુ કમાય. સરવાળે તો જ્ઞાન અથવા સમજ જ તમારા કામનું વળતર નક્કી કરે છે ને !

માણસ હમેશાં અનેક રોલ ભજવતો હોય છે. ચાણક્ય જે સમયમાં જીવતા હતા તેના કરતાં આજના સમયમાં તો આ વધુ વિસ્તીર્ણ અભિગમ બન્યો છે. આજે કોઈ માત્ર નોકર, માલિક, વિદ્યાર્થી, શિક્ષક, એવા એક કાર્યમાં જોડાયેલ નથી એકસાથે અનેક રોલ ભજવવા પડે છે. દરેકે કોઈના પિતા તો કોઈના પુત્ર તરીકે જીવવાનું હોય છે. ક્યાક શીખવાનું તો બીજે શીખવવાનું હોય છે. જ્ઞાનની ક્ષિતિજો ખૂબ વિસ્તરેલી છે. એક પ્રકારનું જ્ઞાન અનેક જગ્યાએ એપ્લાય કરવાનું હોય છે. વર્તમાન સમયમાં શીખવાની વૃત્તિ જે ગુમાવે તે જીવતા જીવત મરી જાય એમ કહીએ તો ખોટું નથી. આમ છતાં, હજારો વર્ષ પહેલા ચાણક્ય આ કહી ગયા છે. એટલે જ કદાચ આજે પણ આપણે તેમને યાદ કરીએ છીએ.

સતત જ્ઞાન માટે ભૂખ્યા રહો. પોતાની જિજ્ઞાશા જાળવી રાખો. વળી, ચાણક્ય જ કહી ગયા છે કે, ‘ જેનું જ્ઞાન માત્ર પુસ્તકમાં છે, એ અરીસો લઈને ફરતા આંધળા જેવો છે.’ આથી આપણે પોથીના પંડિત નહીં પણ પ્રેક્ટિકલ બનીએ. આપણું જ્ઞાન વ્યવહારમાં ઉપયોગમાં લાવીએ.

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

  1. minecraft minecraft

    If some one wishes expert view about running a blog afterward i
    propose him/her to pay a visit this website, Keep up the nice job.

  2. Hey there! I’ve been reading your web site for
    a long time now and finally got the courage to go ahead and give you a
    shout out from New Caney Tx! Just wanted to tell you keep up the excellent job!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *