Press "Enter" to skip to content

સપના જોવાનું ક્યારેય ના છોડો

Pankaj Patel 0

દરેક મનુષ્ય પોતાની આંખોમાં સુંદર સપનાઓ સજાવીને રાખે છે અને એ સપનાઓ પૂરા કરવા માટે પૂરેપૂરી મહેનત પણ કરે છે. જીવનમાં સફળતા એ આ સપના પરથી જ મળે છે. સપનાઓ જોવાની કોઈ ઉંમર કે સીમા નથી હોતી. તેના પર કોઈ બંધન કે દબાણ નથી હોતું. જ્યાં સુધી વ્યક્તિ પોતાના સપનાઓને જીવંત સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરતો રહે છે ત્યાં સુધી તે સફળતાની નવી ઊંચાઈએ પહોંચતો જાય છે અને સફળતાના નવા સોપાન સર કરતો જાય છે.

સામાન્ય રીતે આપણા દેશમાં 35 થી 40 વર્ષની ઉંમર પછી લોકો સપના જોવાનું છોડી દેતા હોય છે. લોકો એવું વિચારવા લાગે છે કે જે બનવાનું હતું તે બની ગયા, શીખવાનું પણ પતી ગયું છે, હવે શીખીને શું ફાયદો ? હવે જે ચાલે છે એમ જ આગળ વધો. આવા નકારાત્મક વિચારવાળા માણસોના જીવનમાં આ વિચારસરણી એક અવરોધ સાબિત થાય છે જે એમને આગળ વધતા રોકે છે. ઘણા લોકો એવા પણ હોય છે જે વિચારે છે કે જે બનવાનું હતું તે ન બની શક્યા, જે શીખવાનું હતું તે ન શીખી શક્યા અને હવે કાંઈ નવું શીખવાની ઉંમર નથી વધી. આવી રીતે 35-40 ની ઉંમર વર્ષ પછી લોકો એવું વિચારે છે કે જિંદગીમાં હવે કશું નવું થશે જ નહિ અને કાંઈ નવું કરવા માટે બહું મોડું થઈ ગયું છે. શારિરીક અને માનસિક તાકાત પણ ઓછી થઈ ગઈ છે.

જો આપણે આપણા જીવનમાં કાંઇક કરવાનો દ્રઢ સંકલ્પ કરી લઈએ તો ઉંમર કે શારીરિક કે માનસિક શક્તિ તેમાં વિઘ્નરૂપ ક્યારેય ન બને. કારણ કે દ્રઢ સકલ્પ એ મનથી કરેલો હોય છે અને તેમાં મનની શક્તિ કામે લાગે છે. અને આ જ કારણે દ્રઢ સંકલ્પથી આપણે કોઈ પણ મુશ્કેલી કે અડચણ દૂર કરી આપણા લક્ષ તરફ આગળ વધી શકીએ છીએ. આ જ દ્રઢ સંકલ્પને કારણે ‘લિયાનર્દો દ વિંચી’ એ પોતાનું ચિત્ર ‘મોનાલિસા’ જે ખૂબ જ પ્રસંશા ને પાત્ર બન્યું હતુ તે 51 વર્ષની ઉંમરે બનાવ્યું હતું. રામચરિત માનસ ના રચયિતા તુલસીદાસજીએ 90 વર્ષની ઉંમરે રામચરિત માનસ લખવાની શરૂઆત કરી હતી. આવા તો ઘણા ઉદાહરણો મળશે. જેમણે ઘણી બધી મુશ્કેલીઓ પછી સફળતાનો સ્વાદ ચાખ્યો હોય.

મિત્રો, જીવનમાં ક્યારેય એવી પરિસ્થિતિ કે સમય નથી આવતો કે જ્યારે આપણે નવા સપના ના જોઈ શકીએ કારણ કે આપણા જીવનમાં ધ્યેય નિર્ધારિત કરવા માટે કે સપના જોવા માટે કોઈ અડચણ છે જ નહિ. એટલા માટે આપણે એનાથી દૂર જવાની જગ્યાએ એના માટે તૈયાર થવાની જરૂર છે. જો આપણે પોતે જ જીવનમાં આગળ વધવા માટે તૈયાર નહી થઈએ તો બીજું કોઈ આપણા માટે એ નહિ કરી શકે. પોતાના માટે આપણે જાતે જ કરવું પડશે. બહારની દુનિયામાંથી આપણને પ્રેરણા મળી શકે છે, આપણે કોઈકને આદર્શ પણ બનાવી શકીએ પણ પ્રયાસ કે મહેનત તો જાતે જ કરવી પડશે ને ?

મહાન માણસો એમના આખા જીવનની મહેનતને અંતે જીવનના અંતિમ તબક્કે સફળતા પામતા હોય છે. એક વૈજ્ઞાનિક અનેક અસફળ પ્રયત્નો કે પ્રયોગો પછી જ સફળતા પામે છે. મહાન માણસો પોતાના જીવનમાં જોયેલા સપનાઓ પુરા તો કરે જ છે પરંતુ, તેમનું જીવન અન્યો માટે પણ પ્રેરણાસ્ત્રોત બનતું હોય છે. કોઈ પણ વ્યક્તિ જીવનના કોઈ પણ તબક્કે કોઈ પણ સપનું જુવે અને તેને સફળ કરવા પ્રયત્ન કરે તો એ તો ચોક્કસ સફળ થાય પરંતુ બીજાના માટેય આદર્શ બને છે. સપના એટલે બીજા શબ્દોમાં ધ્યેય. જો ધ્યેય નિર્ધારિત હોય તો તેને પ્રાપ્ત કરવાનો માર્ગ નિયત કરી શકાય, અને યોગ્ય ધ્યેય માટે સાચા માર્ગે કરેલા પ્રયત્નો કદી બેકાર નથી જતા.

જીવનમાં સુધાર લાવવા માટે કે એને વધુ મધુર બનાવવા માટેની સંભાવના તો હોય છે જ, ખાલી આપણે એ તરફ જવાની જરૂર છે. અને એના માટે આપણે એ જાણવું જરૂરી છે કે આપણો સંકલ્પ શું છે ? આપણે શું કરવા માંગીએ છીએ ? કારણ કે જીવનમાં કોઈ લક્ષ્ય કે હેતુ વગર આપણે ક્યાં જવું તે સુયોજિત કરી શકાતું નથી. સફળતા માટે આપણે આપણા ચોક્કસ હેતુને નાના નાના હેતુઓમાં વિભાજિત કરી આગળ વધવું જોઈએ. આપણી ખામીઓને શોધીને તેને દૂર કરવી જોઈએ. કોઈ જાણકાર વ્યક્તિની સલાહ લઈને જ કામ કરવું જોઈએ. જે આપણને આગળ વધવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *