Press "Enter" to skip to content

સમય એ સફળતાની ચાવી છે

Pankaj Patel 0

સમય એ સૌને માટે ખૂબ જ અગત્યનું પરિબળ છે કારણ કે એકવાર ગયેલો સમય ક્યારેય પાછો આવતો નથી. તો આપણે સૌએ સમયનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. સમયનું મહત્વ સમજવું જોઈએ. કારણ કે સમયની સાથે આવેલી તક એ ફરી ફરીને નહીં આવે. સફળતા અને નિષ્ફળતાનો આધાર એ સમયના ઉપયોગ પર જ આધારિત છે. જો આપણે એનો યોગ્ય ઉપયોગ કરીશું તો સફળતા જરૂર મળશે જ. સમય એ રૂપિયા કે નાણાં કરતાં પણ વધારે મહત્વનો છે કારણ કે સમયની અગત્યતા જાણ્યા વગર જો તેને યોગ્ય ઉપયોગ કરવામાં ન આવે તો આપણે નાણાં કમાઈ શકતા નથી. સમય અને નાણાં એ બિલકુલ જુદી વસ્તુ છે. આપણે નાણાં સાચવી રાખી શકીએ છીએ અને આપણા ઉપયોગ પ્રમાણે એને વાપરી શકીએ છીએ પરંતુ સમયને આપણી બચાવી કે સાચવી શકતા નથી અને એનો જરૂર પ્રમાણે ઉપયોગ પણ થઈ શકતો નથી. સમય એ કોઈના પણ માટે એક પળવાર માટે પણ રોકાતો નથી. સમય એ સૌને માટે સમાન તક લઈને આવે છે અને જે એનો યોગ્ય ઉપયોગ કરે છે એ એનો ફાયદો મેળવી શકે છે.

સમય એ દુનિયાની કોઈપણ કિંમતી વસ્તું કરતા પણ વધારે કિંમતી છે. કારણ કે દુનિયાની કોઈપણ કિંમતી વસ્તુ સમયના યોગ્ય ઉપયોગ દ્વારા મેળવી શકાય છે. કોઈકે સાચું જ કહ્યું છે કે જે લોકો સમયની કિંમત નથી કરતા, સમય પણ એમની કિંમત નથી કરતો. કારણ કે સમય એ આપણને સફળતાની એક નવી ઊંચાઈએ લઈ પણ જાય છે અને ત્યાંથી નીચે પણ ફેંકી શકે છે.

સમય એ સફળતાની ચાવી છે. સમયનું ચક્ર એ એની ગતિમાં ચાલે જ જાય છે અથવા એમ કહી શકાય કે ભાગી રહ્યું છે. ઘણી વખત આપણને ક્યાયને ક્યાય કોઈના દ્વારા એવું સાંભળવા મળે છે કે સમય જ નથી મળતો. પણ વાસ્તવિકતા એ છે કે આપણે સમયની સાથે પગ માંડીને ચાલી જ શકતા નથી અને પછડાઈ જઈએ છીએ. સમય એ ખૂબ જ મૂલ્યવાન સંપત્તિનો ભંડાર છે પણ છતાય આપણે સમય નથી એવું કહીને રડ્યા કરીએ છીએ અને આપણે આવા અમૂલ્ય સમયનો વિચાર્યા વગર જ વ્યર્થ ઉપયોગ કરી નાખીએ છીએ.​

 

 

આપણી સફળતામાં જો કોઈ મોટો અવરોધ હોય તો તે સમયની બરબાદી છે. એકવાર હાથમાંથી છૂટી ગયેલો સમય ક્યારેય પાછો આવતો નથી. આપણો ખૂબ જ મૂલ્યવાન વર્તમાન સમય એ ભૂતકાળ બની જશે અને કદી ક્યારેય પાછો નહી આવે. એટલે જ એક કહેવત સાચી લાગે છે કે વીતેલો સમય અને બોલેલા શબ્દો ક્યારેય પાછા આવતા નથી. સંત કબીરે પણ કહ્યું છે કે,’ કલ કરે સો આજ કર, આજ કરે સો અભી’. સાચી જ વાત છે ને મિત્રો, કોઈપણ કામ કાલ પર ના મૂકવું જોઈએ. કારણ કે આજનું કામ કાલે, કાલનું પરમદિવસે એમ કરીને કામનો બોજો વધી જાય છે. વાસી કામ વાસી ખાવા જેવું થઈ જાય છે જેમાં રસ કે રુચિ રહેતી નથી.

મહાન ચાણક્યએ પણ કહ્યું છે કે જે વ્યક્તિ પોતાના જીવનમાં સમયનું ધ્યાન નથી રાખી શકતી એના હાથમાં અસફળતા અને પછતાવાનું જ આવે છે. હજી પણ આપણે સમયની અગત્યતા સંપૂર્ણ રીતે જાણી શક્યા નથી પરંતુ જે લોકો સમયનું મહત્વ સમજે છે એ વિશ્વના ઇતિહાસમાં સદાયને માટે અમર રહે છે. ગેલેલિયોનું નામ તો સાંભળ્યું જ હશે. ગેલેલિયો એ દવા વેચવાનું કામ કરતા હતા અને એમાંથી થોડો સમય વિજ્ઞાન પાછળ આપતા અને આપણે જોઈ શકીએ છીએ કે ગેલેલિયોએ કેટલી શોધો કરી છે. આ રીતે મહાન વ્યક્તિઓના જીવન ચરિત્રો પરથી ખબર પડે કે એમના જીવનમાં સમયનું કેટલું મહત્વ હતું, ત્યારે તે લોકો એટલા સફળ બની શક્યા અને આજે દુનિયા એમને યાદ કરે છે.

આજે જાપાન દેશ ખૂબ જ સફળ મનાય છે. ત્યાંના લોકો પોતાના વ્યાવસાયિક કામમાં સમય મળે એટલે નિયમિત રીતે કોઈ નવું રમકડું કે મશીન બનાવે છે. અને આનાથી એ અઢળક પૈસા કમાય છે. જાપાનના લોકોની ખૂશહાલીનું સૌથી મોટું રહસ્ય એ સમયનો સદઉપયોગ જ છે.

ચોક્કસ સમયપાલનની ટેવ વિદ્યાર્થીકાળથી જ પડવી જોઈએ. આપણે જાણીએ છીએ કે વર્ષમાં અમુક નિશ્ચિત પરિક્ષાઓ આવતી હોય છે. સમયસર અને ટાઇમ-ટેબલ મુજબ અભ્યાસ કરવામાં આવે તો પરિક્ષા સમયે સારી રીતે તેનું પુનરાવર્તન કરીને સારું પરિણામ મેળવી શકાય. વિદ્યાર્થી જીવન એ શાળા-કોલેજની પરિક્ષા જ પાસ કરવાનો સમય નથી, પરંતુ વ્યક્તિમાં સદગુણો, વિનય, વિવેક વગેરે કેળવવાનો પણ સમય છે. વિદ્યાર્થી જીવન દરમિયાન જો નિયમિતતા અને સમય પાલન સચવાય તો વિદ્યાર્થીને તેની સુષુપ્ત શક્તિઓ ખીલવવા તક મળે છે. યોગ્ય સમયપાલન હોય તો તે શારીરિક ક્ષમતા વિકસાવી શકે છે. આમ, વિદ્યાર્થી જીવનમાં સમયની સૌથી વધુ અગત્ય છે એ આપણે સમજવું જોઈએ.

સમય એ ઉચ્ચ શિખર પર પહોંચવાની સીડી છે. જીવનનો મહેલ એ સમયની એક એક પળ જેવી ઈંટ થી બને છે. પ્રકૃતિએ કોઈને અમીર કે ગરીબ નથી બનાવ્યા. સૌને સરખો જ સમય આપ્યો છે. આપણે કેટલો પણ પરિશ્રમ કરી લઈએ પરંતુ સમય ના સાચવ્યો હોય તો તે વ્યર્થ જ છે. જીવનની દરેક ઘડી કે દરેક પળ એ આપણા ઉજ્વળ ભવિષ્યની સંભાવનાઓ સાથે આવે છે. શું ખબર આપણે જે પળને વ્યર્થ કરી રહ્યા છીએ એ જ પળ આપણી સફળતાની પળ હોય ! એટલે જ આપણું એક કર્તવ્ય છે કે આપણે સમયનો સદઉપયોગ કરીએ.

 

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts