Press "Enter" to skip to content

8 ઓક્ટોબર – ભારતીય વાયુસેના દિવસ

Yogesh Patel 2

 नभ: स्पृशं दिप्तम – ગૌરવ સાથે આકાશને આંંબો

આજે 8 ઓક્ટોબર એટલે કે ભારતીય વાયુસેના દિવસ .

ભારતની હવાઈ પાંખ એવી આપણી વાયુસેના દુનિયામાં અજોડ છે.

અદમ્ય સાહસ અને શૌર્યનો પરિચય કરાવી આપણા દેશની રક્ષા કરતી આપણી આ વાયુસેનાનો આજે 84મો જન્મ દિવસ છે એમ કહી શકાય.

8 ઓક્ટોબર 1932માં “રોયલ ભારતીય વાયુસેના” એવા નામથી આપણી વાયુસેનાની સ્થાપના કરવામાં આવી. આથી 8 October ભારતમાં વાયુસેના દિવસ તરીકે ઉજવાય છે.

આઝાદી પછી વાયુસેનાને નવું નામ “ભારતીય વાયુસેના” મળ્યું.

ભારતીય વાયુસેના આપણી સશસ્ત્ર સેનાનો એક એવું અંગ છે કે જે હવાઈ હુમલાઓ અને હવાઈ નિરિક્ષણ દ્વારા દુશ્મનોથી દેશની રક્ષા કરે છે.

આઝાદી પછી પાકિસ્તાન સાથેના ત્રણ યુદ્ધો અને ચીન સાથેના યુદ્ધમાં આપણી વાયુસેનાએ ખૂબ જ પરાક્રમી કાર્ય કર્યું હતું.

આજ સુધીમાં આપણી વાયુસેનાએ ઘણા ઓપરેશન પાર પાડી દુશ્મનો સામે જીત મેળવીને દેશનું ગૌરવ વધાર્યું છે.

ભારતના રાષ્ટ્રપતિ ભારતીય વાયુસેનાના કમાંડર ઈન ચીફ તરીકે કાર્ય કરે છે.

એ સિવાય વાયુ સેના અધ્યક્ષ, એયર ચીફ માર્શલ અને એક ચાર સ્ટાર કમાંડર પણ વાયુસેનાનું નેતૃત્વ કરે છે.

વાયુસેનાનું મુખ્યમથક દેશની રાજધાની દીલ્હીમાં આવેલું છે. 1,40,000 જેટલા વીર જવાન અને 2100 થી પણ વધારે શક્તિશાળી એરક્રાફ્ટ સાથે દુનિયાની ચોથી સૌથી શક્તિશાળી એવી આપણી વાયુસેના એના પરાક્રમ અને અદમ્ય સાહસ માટે દુનિયાભરમાં જાણીતી છે.

વાયુસેના દિવસ

ભારતીય વાયુસેના યુદ્ધ જેવી પરિસ્થિતિમાં દેશની અન્ય સેના અને દેશનું હવાઈ હુમલાઓથી રક્ષણ કરે છે.

ભારતની અન્ય સેનાઓ ઈંડિયન આર્મી અને ઈંદિયન નેવીને દરેક મદદ પહોચાડવા ઉપરાંત એયરલિફ્ટ જેવા અનેક ઓપરેશન માટે હંમેશા તૈયાર રહે છે.

ભારતની અંતરિક્ષ વિજ્ઞાન સંસ્થા ISRO સાથે મળીને આપણી વાયુસેના દેશની સુરક્ષા માટે હંમેશા સજાગ રહે છે.

કુદરતી આફતના સમયે નાગરિકોને બચાવવા માટે વાયુસેના હંમેશા તત્પર રહે છે. ભારતીય વાયુસેના દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણા સૌમાં આપણી વાયુસેના વિશે જાગૃતિ આવે અને સૌ કોઈ જાણે કે વાયુસેના એ આપણા ભારત દેશની સુરક્ષા માટે કેટલી જરૂરી છે.

વાયુસેનાની શક્તિ :

ભારતીય વાયુસેના પાસે

 • ધ્રુવ, ચેતક, ચિત્તા, MI-8, MI-7, જગુઆર, બાઈ સન ફાઈટર એરક્રાફ્ટ
 • MI-26 જેવા હેલિકોપ્ટર અને મિગ-26, મિગ-27, મિગ-29 અને મિરાજ-2000 જેવા ફાઈટર વિમાન છે.
 • જેની સંખ્યા અંદાજે 2100 જેટલી છે.
 • 1965ના પાકિસ્તાન સાથેના યુદ્ધ બાદ વાયુસેનાએ પોતાની તાકાતમાં ખૂબ જ વધારો કર્યો છે.
 • આજે ભારતીય વાયુસેના કોઈપણ સમયે દુશ્મન સામે ટકરાવવા માટે સક્ષમ અને સજ્જ છે.
 • ભારતીય વાયુસેનાનું લડાકુ વિમાન સુખોઈ સૌથી ખતરનાક વિમાન છે.
 • આ વિમાન ભારતે રશિયા પાસેથી ખરીદ્યા છે.
 • આપણી વાયુસેના પાસે આશરે 200 જેટલા સુખોઈ વિમાન છે.
 • એ સિવાય રાફેલ વિમાનો માટે પણ ફ્રાન્સ સાથે કરાર થઈ ચૂક્યા છે.

વાયુસેના : વાયુ સૈનિકો અને અધિકારીઓ

એક અહેવાલ પ્રમાણે હાલમાં આપણી વાયુસેનામાં 1,40,000 જેટલા વાયુ સૈનિક અને 13,000 જેટલા અધિકારીઓ છે.

વાયુસેના દિવસ

ભારતીય વાયુસેનાના મહત્વના યુદ્ધ અને ઓપરેશન :

વિશ્વ યુદ્ધ – 2, પાકિસ્તાન સાથેના 3 યુદ્ધો, ચીન સાથેનું યુદ્ધ અને સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં પણ ભારતીય વાયુસેનાએ મહત્વની ભૂમિકા ભજવી છે. એ સિવાય મોટા ઓપરેશન નીચે મુજબ છે.

ઓપરેશન વિજય

ગોવાનો કબજો ન છોડતા પોર્ટુગલના સકંજામાથી ગોવાને આઝાદ કરાવવા માટે ઓપરેશન વિજયના ગુપ્ત નામે ભારતીય વાયુસેના એ ઓપરેશન કરીને 36 કલાકમાં જ ગોવાને આઝાદી અપાવી હતી.

ઓપરેશન મેઘદૂત

જમ્મુ-કાશ્મીર સરહદે સિયાચીનમાં દુશ્મનોએ કબજો કર્યો હોવાની બાતમીને આધારે 1983માં વાયુસેનાએ ઓપરેશન મેઘદૂત પાર પાડીએ સિયાચીન પર કબજો મેળવ્યો હતો.

ઓપરેશન કેક્ટસ

શ્રીલંકાના તામિલ લિબરેશન ઓરગેનાઈઝેશન ઑફ તામિલ ઈલમ દ્વારા માલદિવમાં સરકાર ઉથલાવીને સત્તા કબજે કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે વાયુસેનાએ ઓપરેશન કેક્ટસ પાર પાડીને એ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.

ઓપરેશન ઈગલ મિશન – 4

1987માં શ્રીલંકાના સિવિલ વોર વખતે જાફના શહેરમાં ફસાયેલા તામિલ ટાઈગર્સને સુરક્ષા આપી જાફના પર કબજો મેળવી આપવા માટે ભારતીય વાયુદળે ઈગલ મિશન-4 નામે સફળ કામગીરી કરી હતી.

ઓપરેશન રાહત

2015માં યમન દેશમાં ફસાયેલા આશરે 5000 નાગરીકોને ભારતીય નેવીની મદદથી વાયુસેનાએ ઓપરેશન રાહત પાર પાડી ફક્ત ભારતીય નાગરિકોને નહિ પરંતુ 2000 જેટલા વિદેશી નાગરિકોને પણ સુરક્ષિત કાધવામાં સફળતા મેળવી હતી.

ભારતીય વાયુસેનાના સાત કમાન્ડ

 1. સેન્ટ્રલ કમાંડ – અલાહાબાદ – ઉત્તર પ્રદેશ
 2. ઈસ્ટર્ન કમાંડ – શિલૉન્ગ – મેઘાલય
 3. સાઉધર્ન કમાંડ – તિરુવનંતપૂરમ – કેરળ
 4. સાઉથ વેસ્ટર્ન કમાંડ – ગાંધીનગર – ગુજરાત
 5. વેસ્ટર્ન એર કમાંડ – નવી દિલ્હી
 6. ટ્રેનિંગ કમાંડ – બેંગલોર – કર્ણાટક
 7. મેન્ટેનન્સ કમાંડ – નાગપૂર – મહરાષ્ટ્ર

વાયુસેના દિવસ

આપણી રક્ષા માટે હમેશાં તત્પર વીર જવાનોને આજે વાયુસેના દિવસ નિમિત્તે તેમની દેશસેવાને બિરદાવીએ અને જેણે પોતાના જીવની આહુતિ આપી છે તેવા જવાનોને શ્રધ્ધાંજલિ અર્પી વાયુસેના દિવસની સાચી ઉજવણી કરીએ.

 1. Rina Rina

  Jay ho……………..

 2. Dinesh Dinesh

  Very Nice…….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *