Press "Enter" to skip to content

Jiv Vigyan Dhoran 12 Prasnottar [ જીવવિજ્ઞાન ધોરણ 12 ] – Gujarat Board GSEB

Dinesh Patel 2

જીવવિજ્ઞાન ધોરણ 12 (Jiv Vigyan Dhoran 12) માટે આગામી વર્ષ 2018-19 થી ગુજરાતમાં CBSE અભ્યાસક્રમના ગુજરાતી ભાષાંતરવાળા પાઠ્યપુસ્તકો ઉપયોગમાં લેવાનું નક્કી થયેલ છે અને આ અંગેની ગણી-ખરી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. તેમ છતાં આ વર્ષે એટલે કે જે વિદ્યાર્થીઓ એ માર્ચ-2018 માં પરીક્ષા આપવાની છે તેમનાં માટે વર્તમાન પરિસ્થિતિ ચાલુ રહે છે. જેથી જીવવિજ્ઞાન વિષય અંગેની આ માહિતી ખાસ તેમના માટે છે.


જીવવિજ્ઞાન ધોરણ 12 એટલે B ગ્રુપના વિદ્યાર્થીઓ માટે સૌથી અગત્યનો વિષય છે. વિષય વર્ણનાત્મક હોવા છતાં કાળજી પૂર્વકની તૈયારી હોય તો સ્ક્રોરીગ સબજેક્ટ છે. જુનાં સિમેસ્ટર 3 અને સિમેસ્ટર 4 નો સમાવેશ કરી આ વર્ષે સમગ્રં વર્ષનો એક વિષય બનેલ છે જેની બોર્ડ પરીક્ષામાં આખા ધોરણ 12 જીવવિજ્ઞાન વિષયની પરીક્ષા આપવાની રહેશે. હવેથી સિમેસ્ટર 3 એટલે MCQ અને સિમેસ્ટર 4 એટલે વર્ણનાત્મક પ્રશ્નો એવા ભેદભાવ રહેનાર નથી. વિદ્યાર્થીઓને સલાહ છે કે સિમેસ્ટર 3 અને સિમેસ્ટર 4 બંન્ને ભાગનો વર્ણનાત્મક પ્રશ્નોના સ્વરૂપે અભ્યાસ કરવો જેથી પરીક્ષામાં ઇચ્છિત પરિણામ મેળવી શકાય.


ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા અગાઉથી તૈયાર કરેલ સિમેસ્ટર3 અને સિમેસ્ટર 4 ના પાઠ્યપુસ્તકો ખૂબ કાળજી પૂર્વક તૈયાર કરાયેલા છે. કેટલાંક ટૉપીક તો CBSE Textbook કરતા પણ વધુ વિસ્તૃત રીતે સમજાવેલ છે. વિષય નિષ્ણાતો દ્વારા તૈયાર કરાયેલ આ પુસ્તકમાંથી આકૃતિ, કોષ્ઠક અને સમીકરણો સહિત સમજણ પૂર્વક તૈયારી કરવામાં આવે તો સારા માર્ક લાવતા તમને કોઈ નહીં રોકી શકે. પરીક્ષાની તૈયારી દરમિયાન સમય ન ખૂતે તે માટે સમયબદ્ધ લખવાની પ્રેક્ટીસ વિદ્યાર્થીઓને ખુબ ઉપયોગી થશે.


જીવવિજ્ઞાનમાં ધોરણ 12 માટેનાં બંન્ને પુસ્તકોમાં થઈ કુલ 25 પ્રકરણોનો સમાવેશ કરવામાં આવેલ છે જે નીચે મુજબ છે:

જીવવિજ્ઞાન ધોરણ 12 -સિમેસ્ટર III – Jiv Vigyan Dhoran 12 – Semester III

વનસ્પતિઓમાં વહન [ Vanaspatio Ma Vahan ]

2 ખનીજપોષણ [ Khanij Poshan ]

3 પ્રકાશસંશ્લેષણ [ Prakash Sanlsheshan ]

4 શ્વસન [ Shvasan ]

5 પાચન અને અભિશોષણ [ Pachan Ane Abhi Shoshan ]

6 શ્વાસોચ્છવાસ અને વાયુઓની આપ-લે [ Shvaso Chchavas Ane Vayuoni Apale ]

દેહજળ અને પરિવહન [ Dehjal Ane Parivahan ]

8 ઉત્સર્ગપદાર્થ અને તેનો નિકાલ [ Utsarg Padarth Ane Teno Nikal ]

9 પ્રચલન અને હલનચલન [ Prachalan Ane Halan Chalan ]

10 સજીવો અને વસતિ [ Sajivo Ane Vasati ]

11 નિવસનતંત્ર [ Nivasan Tantra ]

12 જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ [ Jaiv Vividhata Ane Tenu Sanrakshan ]

13 પર્યાવરણીય સમસ્યાઓ [ Paryavaraniy Samasyao ]


જીવવિજ્ઞાન ધોરણ 12 [ સિમેસ્ટર IV – Jiv Vigyan – Dhoran 12 – Semester IV

1 પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન [ Pranio Ma Chetakiy Niyantran Ane Sah Niyaman ]

2 રાસાયણિક સંકલન અને નિયંત્રણ [ Rasayanik Sankalan Ane Niyantran ]

3 સજીવોમાં પ્રજનન [ Sajivo Ma Prajanan ]

4 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન [ Sapushpi Vanaspatioma Lingi Prajanan ]

5 વનસ્પતિઓમાં વૃદ્વિ અને વિકાસ [ Vanaspatio Ma Vruddhi Ane Vikas ]

6 માનવીમાં પ્રજનન [ Manavi Ma Prajanan ]

7 પ્રાજનનિક સ્વાસ્થ્ય [ Prajananik Svasthya ]

8 આનુવંશિકતા અને ભિન્નતા [ Anuvanshikata Ane Bhinnata ]

9 આનુવંશિકતાઓનો આણ્વિય આધાર [ Anuvanshikatao No Aanviya Adhar ]

10 ઉદવિકાસ [ Udavikas ]

11 બાયોટેકનોલૉજી [ જૈવતિકનિકી ] : સિદ્વાંતો અને પ્રક્રિયાઓ [ Bayotekanoloji [ Jaivatikaniki ] : Sidhanto Ane Prakriyao ]

12 બાયોટેકનોલૉજી [ જૈવતિકનિક ] અને તેનું પ્રયોજન [ Bayotekanoloji [ Jaivatikanik ] Ane Tenu Prayojan ]


ધોરણ 12 B ગ્રુપના વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષામાં ગુજરાત બોર્ડ નાં પાઠ્ય પુસ્તકો અનુસાર તૈયારી કરી સારૂ પરિણામ અવશ્ય મેળવી શકશે. પરંતું હવેથી આગળના અભ્યાસ માટે માત્ર બોર્ડના પરિણામ આધારે પ્રવેશ મળનાર ન હોય. વિદ્યાર્થીએ પોતાની પસંદગીના અભ્યાસ ક્રમમાં જવા જરૂરી NEET કે GUJCET જેવી સ્પર્ધાત્મક પરીક્ષા ઓ માટે પણ તૈયારી કરવાની રહેશે. B ગ્રુપના વિદ્યાર્થીઓ માટે જીવવિજ્ઞાનનું વેટેજ અન્ય વિષયો કરતાં વધુ હોવાથી આ વિષયમાં તૈયારી માટે વધુ મહેનતની જરૂર પડનાર છે. વળી, ગુજરાત બોર્ડ ના પુસ્તકો ઉપરાંત પણ કેટલોક વધારાનો અભ્યાસક્રમ સ્પર્ધાત્મક પરીક્ષામાં સમાવવામાં આવ્યો છે. જેની તૈયારી પણ કરવી જરૂરી છે. ઉપરાંત બોર્ડ પરીક્ષામાં વર્ણનાત્મક પશ્નો જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષામાં MCQ પ્રકારના પ્રશ્નો પુછાતા હોવાથી વિષયનો સર્વાંગી અભ્યાસ આવશ્યક બની જાય છે.

 1. shit shit

  The art of ghazal singing has was able to entice millions around the globe.

  Contestants worldwide will record songs independently, or synergy into virtual bands of 2
  to 4 musicians, and compete for $5600 in prizes.
  Painting can be an authentic gift due to the durability and
  utility.

 2. http://www.w88wins.net/ http://www.w88wins.net/

  As a result of their work, Positive View’s
  events have received coverage from several global television networks
  and still have also been streamed for online viewing. You don’t have to invest in the most important or
  heaviest tripod form of hosting use. Here it is possible to shop by theme or browse a complete array of themes if you’re sill unsure on the to base the party.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *