Press "Enter" to skip to content

કમળો Jaundice થાય ત્યારે અજમાવવા જેવા સરળ ઉપચારો

Pankaj Patel 0

કમળો અથવા પીળિયો તરીકે ઓળખાતો રોગ એ અંગ્રેજીમાં Jaundice તરીકે ઓળખાય છે.

ખાસ કરીને ઉનાળામાં આ રોગની તકલીફ થાય છે.

કમળો થવાના મુખ્ય કારણોમાં દૂષિત પીણાં, પાણી અને ખાધ્ય પદાર્થોનું સેવન હોય છે.

પીળિયાની તકલીફ લિવરને થયેલી અસરના કારણે અનુભવાય છે.

લક્ષણો:

 • પીળિયો નામ જ દર્શાવે છે કે તેમાં રોગીનું શરીર પીળાશ પડતા રંગનું અનુભવાય છે,
 • જેમ કે ચામડી પીળી દેખાવી. આંખોનો સફેદ ડોળો પીળાશ પડતો દેખાય છે.
 • પેશાબનો રંગ વધારે ઘટ્ટ થાય છે.
 • પેટમાં (ખાસ કરીને ડાબી બાજુ) દુખાવો થવો.
 • ઊલટીઓ આવવી.
 • શરૂઆતમાં હાથે, ત્યાર બાદ પગે અને પછી આખા શરીરે ખણ આવવી.
 • ઊંઘ ને લગતી સમસ્યાઓ થવી.
 • જલ્દીથી થાક લાગી જવો.
 • ઉપરોક્ત એક કે એકથી વધુ લક્ષણો હોય તો પીળિયો ઓળખાઈ જાય છે.
 • બાળકોમાં ચામડી અને આંખોનો પીળાશ પડતો રંગ, અનિન્દ્રા, ભૂખ ના લાગવી, ખૂબ રડવું જેવા લક્ષણો દેખાય છે.

ઘરગથ્થુ ઉપચારો:

 • મધ સાથે ગાજરનો રસ પીવાથી કમળો મટે છે.
 • મધમાં પાકાં કેળા ખાવાથી કમળો મટે છે.
 • આદુંનો રસ ને ગોળ ખાવાથી કમળો મટે છે.
 • સફેદ કાંદો, ગોળ અને થોડી હળદર મેળવી સવાર-સાંજ ખાવાથી કમળો મટે છે.
 • હળદરનું ચૂર્ણ તાજી છાશમાં નાંખીને સવાર-સાંજ પીવાથી કમળો મટે છે.
 • લીંબુની ચીરી ઉપર સોડા-બાય-કાર્બ(ખાવાનો સોડા) નાખીને સવારના પહોરમાં ચૂસવાથી કમળો મટે છે.
 • ૧૦૦ થી ૨૦૦ ગ્રામ દહીમાં ૨ થી ૪ ગ્રામ પાપડખાર મેળવીને વહેલી સવારે નરણે કોઠે લેવાથી 3 દિવસમાં કમળો મટે છે.
 • ગાજરનો ઉકાળો પીવાથી કમળામાં આવેલી અશક્તિને લોહીની અછત દૂર થાય છે.
 • કરિયાતું બે ચમચી અને સાકર દોઢ ચમચી ફાકવાથી પીળિયો મટે છે.
 • લીમડાના પાનનો રસ તથા મધ સવારના નરણે-કોઠે પીવાથી પીળિયો મટે છે.

આ ઉપરાંત આ ઉપચારો પણ અજમાવી શકાય:

 • હિંગને પાણીમાં ઘસીને આંખમાં લગાડવાથી કમળામાં રાહત અનુભવાય છે.
 • કમળામાં ભૂખ ન લાગતી હોય તો બે ચમચી આદુનો રસ અને અડધી ચમચી ત્રિફળા ચૂર્ણ સાથે દિવસમાં બે વાર લેવાથી ભૂખ લાગશે.
 • અરીઠાનું પાણી નાકમાં નાંખવાથી કમળામાં રાહત અનુભવાય છે.
 • એક છલવાળા કેળા પર ભીનો ચૂનો લગાવી રાતે ખુલ્લી ચાંદનીમાં મૂકવું સવારે તે કેળાની છાલ ઉતારી ખાઈ જવું આમ કરવાથી છ દિવસમાં કમળો મટે છે.
 • દાડમના રસમાં સાકર ભેળવી શરબત બનાવીને દિવસમાં ત્રણ ચાર વખત લેવાથી કમળામાં રાહત અનુભવાય છે.
 • બીલીના પાનનો રસ પીવાથી કમળામાં રાહત અનુભવાય છે.
 • અરડૂસીના રસમાં મધ નાંખીને પીવાથી કમળામાં રાહત અનુભવાય છે.
 • અઘેડાના મૂળને છાશમાં વાટીને પીવાથી કમળામાં રાહત અનુભવાય છે.
 • કુંવરપાઠાનો ગર્ભ ખાવાથી કમળો તથા આંખની પીળાશ મટે છે.
 • ગળોના રસમાં મધ ભેળવીને સવારમાં પીવાથી કમળામાં રાહત અનુભવાય છે.

અહી દર્શાવેલા ઉપચારો જાત અનુભવથી મેળવેલા છે અને અસરકારક છે. આમ છતાં, દરેકના શરીરની પ્રકૃતિ અને રોગના પ્રમાણ અનુસાર દરેકને દરેક ઉપચાર અસર ના પણ કરે.

આ ઉપચારો એ કોઈના વ્યક્તિગત રોગનું નિદાન નથી પણ સામાન્ય સંજોગોમાં રોગ નિયંત્રણ માટેના સરળ અને જલ્દી થઈ શકે તેવા ઉપાયો દર્શાવવાનો આશય છે. રોગ જલ્દી નિયંત્રણમાં ના આવે ત્યારે પ્રશિક્ષિત વૈદ કે ડોકટરનો સંપર્ક કરી તેમના માર્ગદર્શનમા ઉપચાર કરવા સલાહ છે.

શીવામ્બુ (સ્વમૂત્ર) ના ઔષધ તરીકે અગત્યને જાણવા આ લેખ જરૂર વાંચો: શિવામ્બુ (સ્વમૂત્ર) શ્રેષ્ઠ ઔષધ તરીકે Urine Therapy

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *