Press "Enter" to skip to content

પંચાયતીરાજ અને વિવિધ સમિતિઓ

Pankaj Patel 0

પંચાયતીરાજ ના સુધારા અને તેને લોકાભિમુખ બનાવવા જુદા જુદા સમયે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવેલ.
અને તેમની ભલામણો અનુસાર પંચાયતીરાજ માં અનેક વ્યાપક સુધારા કરવામાં આવેલ છે.
જેનો આ લેખમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
બળવંતરાય મહેતા સમિતિની ભલામણો અને પંચાયતીરાજ વિકાસમાં તેની અસરો અંગે આપણે અગાઉના લેખમાં જોઈ ગયા છીએ.

અશોક મહેતા સમિતિ

જનતા દળ સરકારના સમયગાળામાં ઈ.સ. 1977માં અશોક મહેતાનાં અધ્યક્ષપદે પંચાયતી રાજ અંગે સુધારા કરવા માટે સમિતિની રચના કરવામાં આવી. જેમને દ્વિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કરેલી આ સિવાય કેટલીક બીજી ભલામણો કરેલ છે. જે નીચે મુજબ છે.

  • (1)   બંધારણમાં ફેરફાર કરીને સ્થાનીક સ્વરાજ્યની સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપવો.
  • (2)  સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી નિયમિત સમય અંતરે થવી જોઈએ.
  • (3)  પંચાયતી રાજ ત્રીસ્તરીયની જગ્યાએ દ્વિસ્તરીય કરવું અને તેમાં એક ગ્રામ્યકક્ષાએ અને બીજી જિલ્લા સ્તરે રચના થાય તેમ કરવું.
  • (4)  જિલ્લા પંચાયતની રચના સીધી ચુંટણીથી થવી જોઈએ અને તેનો અધ્યક્ષ બિનસરકારી હોવો જોઈએ.
  • (5)  પંચાયતોને સુપર સીડ કરવાની રાજ્યોની સત્તા મર્યાદિત કરી છ મહિનાની અંદર નવેસરની ચુંટણી કરાવવી જોઈએ. એટલુજ નહિ, સુપર સીડના પગલાં અંગે વિધાન સભાને વિશ્વાસમાં લેવી.
  • (6)  ન્યાય પંચાયતનું નિર્માણ કરવું અને સામાજિક ઓટિડની વ્યવસ્થા કરવી.

ઝીણાભાઈ દરજી સમિતિ :

હિતેંદ્રભાઈ દેસાઈના સમયગાળામાં ગુજરાત સરકાર દ્વાર 12 એપ્રિલ 1972ના રોજ એક સમિતિની રચના કરવામાં આવી હતી.

આ સમિતિએ પોતાનો અહેવાલ 30 સપ્ટેમ્બર 1972ના રોજ સુપરત કર્યો.

જેની કેટલીક ભલામણો નીચે મુજબ છે.

  • (1)  ત્રણેય સ્તરની પંચાયતો માટે સીધી જ ચુંટણી કરવામાં આવે જેમાં મહિલાઓ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે અથવા ઓછામાં ઓછી બે બેઠકો ફાળવવામાં આવે.
  • (2)  અનૂસૂચિત જાતિ અને જનજાતિ માટે ઓછામાં ઓછી એક અનામત બેઠક ફાળવવામાં આવે.
  • (3)  ગ્રામ પંચાયતની ચુંટણી સીધા મતદારો દ્વારા કરવી અને સરપંચની ચુંટણી પણ સીધા મતદારો દ્વારા કરવામાં આવે.
  • (4)  ગ્રામપંચાયત ની આવક માટે કરવેરા ઉઘરવવાની જોગવાઈ કરવામાં આવે અને ગ્રામસભા પર વધુ ભાર આપવામાં આવે.
  • (5)  ગ્રામપંચાયત સિવાય તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોમાં પક્ષીય ધોરણે ચુંટણી થવી જોઈએ. અને બેવડુ સભ્ય પદ પર નિયંત્રણ મુકાવુ જોઈએ. એટલે કે, કોઈ એક સભ્ય એક સમયે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત બે માંથી એકનો જ સભ્ય રહી શકે.
  • (6)  ન્યાયપંચાયત અને સમાધાન પંચની રચનામાં ફેરફારો કરવા, જેવી કેટલીક બાબતો ઝીણાભાઈ દરજી સમિતિએ કરી.

રિખવદાસ સમિતિ :

મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વપ્રમુખ શ્રી રિખવદાસ શાહની અધ્યક્ષતામાં 23 મે 1977 ના રોજ એક સમિતિની રચના કરવામાં આવી.

આ સમિતિએ પોતાનો અહેવાલ 18 જુલાઈ 1978ના રોજ સરકારને સુપરત કર્યો.

જેની ભલામણો નીચે મુજબ છે.

  • (1)  ગ્રામપંચાયત સ્થળે જો કોઈ ઉમેદવાર બિનહરિફ ચુંટાય કે સમગ્ર પંચાયતની ચુંટણી બિનહરિફ થાય તો તેઓને પ્રોત્સાહન રૂપે ગ્રાંટ આપવામાં આવે.
  • (2)  સરકાર દ્વારા ગ્રામપંચાયત અને ગ્રામસભાની શક્તિઓ વધારવામાં વધુ ભાર આપવો જોઈએ.
  • (3)  પંચાયતી રાજને ભારતીય બંધારણમાં બંધારણીય દરજ્જો આપવો જોઈએ. આ સિવાય પંચાયતોને અધિકારો અને સાધનો તબદિલ કરવાની ભલામણ અને ગામડામાં થતાં દબાણ પંચાયત પોતાની મેળે દૂર કરાવે તેવી ભલામણો આ સમિતિ દ્વારા કરવામાં આવેલ.

 

લોકનાયક તરીકે ઓળખાતા જયપ્રકાશ નારાયણજી દ્વારા પંચાયતીરાજ સંસ્થાને બંધારણીય દરજ્જો મળે તે માટે ઘણા પ્રયત્નો કરેલા. તેઓ પંચાયતી રાજનાં પ્રખર પ્રણેતા હતા. અને પંચાયતીરાજ ને બંધારણીય દરજ્જો મળે તે માટે મક્કમ આગ્રહી હતા.

હવે આપણે પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવામાં મદદરૂપ થયેલ તેવી સમિતિનો અભ્યાસ કરીશું.

હનુમંત રાવ સમિતિ :

આ સમિતિની સ્થાપના 1984માં કરવામાં આવી હતી. આ સમિતિનાં મત મુજબ કલેક્ટરની ભૂમિકાને પંચાયતી રાજમાં વધારવામાં સુચવ્યું. જ્યારે બળવંતરાય મહેતા અશોક મહેતા અને જી.વી.કે.રાવ દ્વરા કલેક્ટરની ભૂમિકા ઘટાડવાનું સુચવેલ.

જી.વી.કે.રાવ. સમિતિ :

આ સમિતિ જી.વી.કે.રાવ. સમિતિ કે કાર્ડ સમિતિ તરીકે ઓળખાય છે.

જેની સ્થાપના 1985માં તત્કાલીન વડાપ્રધાનશ્રી રાજીવ ગાંધી દ્વારા કરવામાં આવેલ.

જેની ભલામણો નીચે મુજબ છે.

  • (1)  ચાર સ્તરીય પંચાયતી રાજની જોગવાઈ કરવામાં આવી. રાજ્ય વિકાસ પરિષદની સ્થાપના કરવામાં આવી અને તેના અધ્યક્ષપદે મુખ્યમંત્રી રહેશે. પંચાયતમાં બાળકો મહિલાઓ અને વૃદ્ધો માટે ઉપસમિતિની રચના કરવી વગેરે.
  • (2)  આ સમિતિ દ્વારા પંચાયતી રાજની સંસ્થાઓને મૂળિયા વગરના ઘાસ સાથે સરખાવેલ.

એમ.એલ.સંઘવી સમિતિ :

જેની સ્થાપના જૂન 1986માં તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીની સરકારમાં કરવામાં આવેલ.

આ સમિતિએ પોતાનો રિપોર્ટ ઈ.સ. 1986માં સરકારને સુપરત કરેલ.

જેની ભલામણો નીચે મુજબ છે.

  • (1)  પંચાયતી રાજની બંધારણીય દરજ્જો આપવો. ગ્રામપંચાયતને વધુ મહત્વ આપવું.
  • (2)  રીવાઈટેલાઈજેશન ઑફ પંચાયતી રાજ ઈન્ટ્રીટ્યુશનની સ્થાપના કરવી.

પી.કે.ગુંથન સમિતિ :

જેની સ્થાપના 1988માં કરવામાં આવી હતી. જેની ભલામણો નીચે મુજ્બ છે.

  • (1)  પંચાયતીરાજ ને બંધારણીય દરજ્જો આપવો.
  • (2)   ચુંટણી નિયમિત થવી જોઈએ.
  • (3)   પંચાયતીરાજ ની સંસ્થાનો કાર્યકાળ પાંચ વર્ષનો હોવો જોઈએ.

આ સિવાય આઠ સભ્યોની જાદવજી મોદી સમિતિ, ડાહ્યાભાઈ નાયક સમિતિની પણ રચના કરવામાં આવેલ.

પંચાયતીરાજ ને મજબૂત બનાવવામાં સમયે સમયે બનેલી આ દરેક સમિતિનું મહત્વ છે. આ દરેક સમિતિઓ અને તેને અનુરૂપ સરકારો દ્વારા કરાયેલ સુધારાથી આજની પંચાયતી રાજ વ્યવસ્થા અમલમાં આવી છે.

આ વિષયમાં આથી અગાઉનો લેખ ‘પંચમુખી કાર્યક્રમ અને બલવંતરાય મહેતા સમિતિ‘ આ બ્લોગ સાઇટ પર ઉપલબ્ધ છે.

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *