Press "Enter" to skip to content

પંચાયતી રાજ અંગેની બંધારણીય જોગવાઈઓ

Gaurav Chaudhry 1

મિત્રો, બંધારણીય જોગવાઈઓ દ્વારા ભારતીય બંધારણમાં સુધારો કરવાની વ્યવસ્થા કરેલ છે. જે દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી લીધેલ છે. ભારતીય બંધારણના ભાગ 20 માં અનુછેદ 368માં બંધારણમાં સુધારો કરવા માટેની જોગવાઈ કરેલી છે.

બંધારણીય સુધારા:

જે મુજબ બંધારણમાં સુધારો કરવાની મુખ્ય ત્રણ રીતો છે. જેમ કે, સંસદમાં સામાન્ય બહુમતિ દ્વારા, કે બન્ને ગૃહોમાં અલગ બહુમતિ દ્વારા ને કેટલાક ખાસ કિસ્સાઓમાં જરૂર પડે તો વિશિષ્ટ બહુમતિ દ્વારા સુધારો લાવી શકાય છે. જેના આધારે અત્યાર સુધીમાં 100 થી પણ વધારે બંધારણીય સુધારા થયેલા છે. જેમાં આજના લેખમાં આપણે પંચાયતી રાજ અંગેના જુદી જુદી સરકારોમાં થયેલા સુધારા વિશે જાણીશું.

કલમ 40 ની બંધારણીય જોગવાઇઓ :

ભારતીય બંધારણમાં પંચાયતીરાજ અંગેની જોગવાઈઓમાં કલમ 40 હેઠળ ગ્રામ પંચાયતની રચના કરવાનું સુચવેલ છે. જેમાં સૂચવ્યા મુજબ, તે માટે જરૂરી પગલાં રાજ્ય સરકાર લેશે. અને સ્વરાજના પાયાના એકમ તરીકે કામ કરી શકે તે માટે જરૂરી સત્તા અને અધિકાર આપશે. જ્યારે કલમ 243માં ગ્રામ પંચાયતમાં મધ્યવર્તી પંચાયત અને જિલ્લા પંચાયતની વ્યાખ્યા, પંચાયતી વિસ્તાર, ગ્રામસભાની જોગવાઈ, 20 લાખ થી ઓછા વસ્તીવાળા રાજ્યોમાં મધ્યવર્તી પંચાયતી રાજની રચના કરી શકાય નહિ તેની જોગવાઈ કરેલ છે.

કલમ 243:

આ સિવાય તેમાં પંચાયતોની રચના અને તેમાં અનુસુચિત જાતિ અને જનજાતિની મહિલાઓ માટે અનામત બેઠકોની જોગવાઈ કલમ 243 (ગ) માં કરેલ છે. કમલ 243 (ચ) મુજબ પંચાયતની મુદત તેની પ્રથમ બેઠકથી પાંચ વર્ષથી વધુ ન હોવી જોઈએ. તેમજ રાજ્યપાલ દ્વારા નાણાકિય જોગવાઈ માટે નાણાપંચ અંગેની ભલામણ અને પંચાયતના હિસાબોનું ઓડિટિંગ કરવા રાજ્ય વિધાનસભા તેની જોગવાઈ કરેલ છે. પરંતુ આ કલમ 243 ભારતના અમુક રાજ્યો જેવા કે નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ અને મણિપુરના વિસ્તારો તેમજ પશ્ચિમ બંગાળ અને દાર્જિલિંગને લાગુ  પડતી નથી.

 

ભારતીય બંધારણમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે જેમ વિષયોની વહેંચણી કરેલ છે તેમ પંચાયતોને વહિવટ કરવા માટે વિષયોની વહેંચણી નો ઉલ્લેખ ભારતીય બંધારણના અનુચ્છેદ 243 (G) હેઠળ 11મી અનુસુચિમાં કરેલ છે. જેમાં પંચાયતોના વહિવટ હેઠળ લગભગ 29 વિષયોને આવરી લેવાયા છે. જેમાંની કેટલાક નીચે મુજબ છે.

પંચાયતોને ફાળવાયેલા વિષયો:

  • ખેતી અને કૃષિ વિકાસ, જમીન વિકાસ તે અંગેના સુધારા અને ભૂમિ રક્ષણ,
  • લઘુસિંચાઈ યોજના વોટર શેડ વિકાસ, પાણી સંવર્ધન ડેરી અને મરઘાં ઉછેર કેન્દ્રો,
  • મત્સ્ય ઉદ્યોગ,સામાજિક સંવર્ધન અને ખેતી સંવર્ધન નાના પાયાના ઉદ્યોગ,
  • ફૂડ પ્રોસેસિંગ, ખાદી ગ્રામ અને કુટિર ઉદ્યોગ અને પીવાનું પાણી,
  • બળતણ અને ઘાસચારો, માર્ગો, પુલ, અવારા, જળમાર્ગ,
  • ગ્રામિણ વીજકરણ અને વીજળીનું વિતરણ, બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો, ટેકનિકલ તાલિમ અને વોકેશલ શિક્ષણ,
  • ગ્રંથાલયો, સાંસ્કૃતિ પ્રવૃત્તિ, કુટુંબ કલ્યાણ, મહિલા અને બાળ વિકાસ, બજાર,
  • પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, દવાખાનાં, કુટુંબ કલ્યાણ, મહિલા અને બાળ વિકાસ,
  • માનસિક રોગ ધરાવતા લોકોનું કલ્યાણ, અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિઓ (કલમ 337, 338),
  • જાહિર વિતરણ પ્રણાલી, ધાર્મિક અકસ્માતોનો વિભાવ વગેરે વિષયો આવરી લેવામાં આવ્યા છે.

પરંતુ આપણે ત્યાં ગુજરાત રાજ્ય સરકારે 29 વિષયો પૈકી 15 બાબતો ની સોપણી પંચાયતને કરેલ છે.

આ વિષયમાં આ અગાઉનો લેખ ‘પંચાયતીરાજ અને વિવિધ સમિતિઓ‘ પણ જુઓ.

  1. Coconut Oil Coconut Oil

    I’m no longer certain where you are getting your info, however great topic.
    I must spend some time studying much more or figuring out more.
    Thank you for excellent information I was in search of this info
    for my mission.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *