Press "Enter" to skip to content

પંચાયતીરાજની યોજનાઓ -1 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો

Gaurav Chaudhry 0

પંચાયતીરાજની યોજનાઓ -1 એ વિવિધ સરકારોએ પંચાયતી રાજની સંસ્થાઓને સારી કામગીરીના પ્રોત્સાહન અને લોક કલ્યાણકારી યોજનાઓનો અભ્યાસ છે. 

આ યોજનાઓ જુદી જુદી સરકારો એ જુદા જુદા સમયે અમલમાં મુકેલ છે. 

કેટલીક યોજનાઓ બદલાઈને નવી યોજનાઓ પણ શરૂ થયેલ છે, પણ મૂળ યોજનાથી કેટલાક પ્રભાવક પરિણામો મળેલ હોઈ તેને પણ સમાવી લીધી છે. 

આ યોજનાઓનો સમાવેશ કુલ બે ભાગમાં કરેલ હોવાથી 1 અને 2 એવા વિભાગ પાડ્યા છે. 

 કલ્યાણકારી યોજનાઓ ગ્રામ પંચાયતોને કેન્દ્ર સરકાર દ્વારા ચલાવતી સામાજિક વિકાસની વિભિન્ન યોજનાઓના અમલીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

આવી યોજનાઓ નીચે મુજબ ગણાવી શકાય. 

ઈન્દીરા આવાસ યોજના :

ગ્રામ્ય વિસ્તારોમાં ભૂમિહીન ખેતમજૂરોને મફત પ્લોટ આપવાની યોજના ઈ.સ. 1972માં ઈન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે શરૂ કરવામાં આવી હતી.

ગુજરાત સરકારે આ યોજનાનો પ્રારંભ તા.31-5-1972 થી શરૂ કર્યો હતો.

સરદાર આવાસ યોજના :

કેન્દ્ર સરકારની મફત પ્લોટની ઈન્દિરા આવાસ યોજના જેવી ગુજરાત સરકારે તા. 10-4-1997 થી સરદાર આવાસ યોજના અમલમાં મૂકી છે.

આ યોજના હેઠળ રૂ. 36,000 સરકારી સહાય અને રૂ 7000 નો લોકફાળો નક્કી કરવામાં આવેલ હતો.

આ યોજના માટે અગાઉ રૂ 11,000 ની વર્ષિક આવક મર્યાદા હતી, તેના બદલે તા.1-5-2001 થી ગરીબી રેખા નીચે જીવતાં તમામ કુટુંબોને આમાં આવરી લેવમાં આવેલ છે.

પોતાના માલિકીના પ્લોટમાં પણ મકાન બાંધવા આ યોજનાનો લાભ આપવાનું ઠરાવ્યું છે.

(તમામ મકાન સહાય યોજનાઓમાં વર્તમાનમાં સહાયની રકમમાં મોટો વધારો કરવામાં આવેલ છે.)

અભિનવ ગ્રામ યોજના :

ઈ.સ. 1997-98માં તત્કાલીન રાજ્ય સરકારે ગામડામાં શહેરો જેવી સુવિધા મળી રહે અને લોકોનું શહેરો તરફનું સ્થળાંતર અટકે તે હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવી હતી.

આ યોજના અંતર્ગત દરેક તાલુકામાંથી એક ગામ પસંદ કરીને પંચાયત ઘર, શાળાનો ઓરડો, કોમ્યુનિટી હોલ જેવી સુવિધાઓ પૂરી પાડવા રૂપિયા પચાસ હજાર સુધીની ગ્રાન્ટ આપવામાં આવતી હતી.

જો કે યોજનાનો હેતુ સફળ ન થવાને લીધે અને જનતા સરકાર બદલવાથી યોજના બંધ થઈ ગઈ.

ગુજરાત ગૌરવગ્રામ એવોર્ડ :

ગુજરાત સરકારે તા-29-7-2006 થી સારી કામગીરી કરનાર પંચાયતના સરપંચ, તલાટી કમ મંત્રી, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા/જિલ્લા પંચાયતના પ્રમુખો, જિલ્લા વિકાસ અધિકારી અને નિયામક ગ્રામ વિકાસ એજન્સીને આપવાનું ઠરવ્યું હતું.

સ્વાસ્થ ગ્રામ – સ્વચ્છ ગ્રામ યોજના :

નિર્મળ ગુજરાત વર્ષ 2007 ના અંતર્ગત આ યોજના માટે ઈ.સ. 2008-09 વર્ષમાં રૂપિયા એક લાખથી જોગવાઈ કરવામાં આવી હતી.

તીર્થગ્રામ યોજના :

ગુજરાત સરકારે તા.21-7-2004 થી આ યોજનાનો અમલ કરવામાં આવ્યો છે.

વિકાસમાં અવરોધરૂપ બનતાં જ્ઞાતિવાદ, કોમવાદને અટકાવવા ગામમાં સદ્દભાવ, ભાઈચારો અને સામૂહિક એખલાસ જળવાઈ રહે તેમજ ઝઘડાનો નિકાલ ગ્રામ્યકક્ષાએ આવે તે હેતુથી આ યોજનાનો અમલ કરવામાં આવ્યો છે.

યોજનામાં ભાગ લેવા માટેના ઘોરણો :

  1. છેલ્લા પાંચવર્ષમાં ગામમાં નીચેના કાયદા પૈકી એકેય ગુનો નોંધાયેલ ન હોય. ફોજદારી ધારો, ક્રીમીનલ પ્રોસિજર કોડ, નાર્કોટિસ એક્ટ, જુગારધારો, બોમ્બે પ્રોહિબિશન એક્ટ.
  2. ધો-7 સુધી અધવચ્ચેથી અભ્યાસ છોડનારની સંખ્યા નહીવંત હોવી જોઈએ.
  3. ગ્રામના સ્થાનિક પ્રશ્નો અંદરોઅંદરની સમજૂતિથી પતાવેલા હોવા જોઈએ.
  4. ગામમાં જ્ઞાતિ કે કોમનાં ધર્મસ્થાનો અંગે કોઈ વિવાદ હોવા ન જોઈએ.
  5. દલિત અને પછાત વર્ગના લોકો પ્રત્યે ભેદભાવ વગરનો વ્યવહાર થવો જોઈએ.
  6. ગામની સ્વચ્છતા જળવાય તેવા પ્રયાસો થયેલા હોવા જોઈએ.
  7. ખેતતલાવડી, બોરીબંધ દ્વારા જળસંચય અંગે સારી કામગીરી થયેલી હોવી જોઈએ.
  8. ગામમાં અસ્પૃષ્યતા ન હોવી જોઈએ.
  9. સમરસ ગ્રામપંચાયતોને અગ્રતા આપવામાં આવશે.
  10. સમીક્ષાના વર્ષમાં પણ ગામમાં કોઈ ફોજદારી ગુનો કે તકરાર હોવી ન જોઈએ.

તીર્થગ્રામ તરીકે પસંદ થયેલ ગામને રૂપિયા એક લાખ આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

પંચાયતીરાજની યોજનાઓ -1 ઉપરાંત અન્ય યોજનાઓનો અભ્યાસ આ પછીના લેખમાં કરીશું. 

અહી સમાવેલ પંચાયતીરાજની યોજનાઓ -1 એ પરિક્ષાલક્ષી તૈયારી ઉપરાંત સામાન્ય જાણકારીના ઉદ્દેશથી પણ મહત્વની છે. 

સહુ લાભાર્થીઓ યોજનાઓનો મહત્તમ લાભ લે તેવા પ્રયત્નો આપણે જાગૃત નાગરિક તરીકે કરવા જોઈએ. 

આ વિષયમાં આથી અગાઉનો લેખ ‘ જિલ્લા પંચાયતની સમિતિઓ – પંચાયતનો વાસ્તવિક વહીવટ‘ પણ જુઓ. 

આ વિષયમાં આ પછીનો લેખ ‘ પંચાયતીરાજની યોજનાઓ -2 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો’ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *