Press "Enter" to skip to content

Gujarati Dhoran 8 Prasnottar [ધોરણ 8 ગુજરાતી]

Dinesh Patel 3

ગુજરાત બોર્ડના અભ્યાસક્રમમાં ધોરણ 8 એ પ્રાથમિક વિભાગનું છેલ્લું વર્ષ ગણાય છે. વર્તમાન સમયમાં પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ, પાઠ્યક્રમ અને પાઠ્યપુસ્તકો તેમજ સમગ્ર શિક્ષણ-પ્રક્રિયામાં બદલાવ થઈ રહ્યો છે. આ બદલાવ મુખ્યત્વે જે-તે વિષયો અંગેની આપણી સમજ તેમજ શિક્ષણ-પ્રક્રિયા અંગેની સમજ અંગેનો છે. વિદ્યાર્થીની સર્જનશીલતા, વિચારશક્તિ, તર્કશક્તિ અને પૃથક્કરણ કરવાની આવડત વિકસે એ નવા અભ્યાસક્રમનો મુખ્ય હેતુ છે.

આ પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલી પ્રવૃત્તિઓ એવી રીતે યોજવામાં આવી છે કે જેથી પ્રવૃત્તિ પછી એ અંગે ચર્ચા અથવા ચિંતન થાય, ઉપયોજન થાય અને શું શીખ્યાં એ પણ તારવી શકાય. બાળકોને અવારનવાર વ્યક્તિગત રીતે તેમજ સામૂહિક રીતે નાનાં કે મોટાં જૂથમાં કામ કરવાનો–ભણવાનો અવસર મળે એવી અધ્યયન-પ્રક્રિયામાં મદદરૂપ બને એવાં પાઠ્યપુસ્તકો બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અલબત્ત, નવા અભ્યાસક્રમ મુજબ પાઠ્યપુસ્તક પોતે પણ આખરે તો એક અધ્યયન-સામગ્રી છે, લક્ષ્ય નથી. મતલબ કે સાધન છે, સાધ્ય નથી.

તેથી પાઠ્યપુસ્તક પોતે સમગ્ર શિક્ષણનું સાધન ન જ બની શકે તેમ છતાં એવું જરૂરી કહી શકાય કે પ્રવૃત્તિલક્ષી શિક્ષણની આ તરાહ કદાચ સૌ પ્રથમવાર પ્રયોજાઈ રહી છે. આશા છે કે આ પાઠ્યપુસ્તકના ઉપયોગ દ્વારા અધ્યયન-અધ્યાપન-પ્રક્રિયા સરળ તેમજ રોચક બનશે.


ધોરણ 8 ગુજરાતી માં સિમેસ્ટર-1 અને સિમેસ્ટર-2 થઈને કુલ 22 પ્રકરણ છે જે પ્રશ્નોત્તર સ્વરૂપે નીચે મુજબ છે:


ગુજરાતી ધોરણ 8 [પ્રથમ સત્ર] [Gujarati Dhoran 8 [Pratham Satr]]

1 બજારમાં [Bajar Ma]

2 એક જ દે ચિનગારી [Ek j de Chingari]

3 જુમો ભિસ્તી [Jumo Bhisti]

4 તને ઓળખું છું, માં [Tane Olakhu Chhu Maa]

5 એક મુલાકાત [Ek Mulakat]

6 ધૂળિયે મારગ [Dhuliye Marag]

7 દેશભક્ત જગડુશા [Desh Bhakt Jagadusha]

8 આજ આનંદ [Aaj Anand]

9 દીકરાનો મારનાર [Dikrano Marnar]

10 અઢી આના [Adhi Aana]


ગુજરાતી ધોરણ 8 [દ્વિતીય સત્ર] [Gujarati Dhoran 8 [Dvitiy Satr]]

1 વળાવી બા આવી [Valavi Ba Aavi]

2 નવા વર્ષના સંકલ્પો [Nava Varsh Na Sankalpo]

3 શરૂઆત કરીએ [Sharuat Kariye]

4 સાકરનો શોધનારો [Sakar no Shodhanaro]

5 અખંડ ભારતના શિલ્પી [Akhand Bharatana Shilpi]

6 સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે! [Sudama Ditha Shri Krushnadevre]

7 સંસ્કારની શ્રીમંતાઈ [Sanskar ni Shriemantai]

8 દુહા-મુક્તક-હાઇકુ [Duha-Muktak-Haiku]

9 સાંઢ નાથ્યો [Sandh Nathyo]

10 બહેનનો પત્ર [Bahen no Patra]

11 કમાડે ચીતર્યા મેં [Kamade Chitra Me]

12 કિસ્સા-ટુચકા [Kissa-Tuchaka]


ગુજરાત રાજ્ય પઠ્યપુસ્તક મંડળ દ્વારા તૈયાર કરેલ ધોરણ 8 ગુજરાતી નું પુસ્તક ખુબ કાળજીપૂર્વક તૈયાર કરાયેલ છે. ગુજરાતી આપણી માતૃભાષા છે. લોકોની માન્યતા મુજબ સરકારી શાળા કરતાં ખાનગી શાળાઓમાં વધુ કાળજી લેવાય છે પણ, આ માન્યતા હંમેશાં સાચી નથી. વિદ્યાર્થી કોઈ પણ શાળામાં ભણતો હોય પણ પોતાના વાલીની મદદથી જો ઓનલાઇન અભ્યાસ કરવા માગે તો ઉચ્ચગુણવત્તાનું અભ્યાસ સાહિત્ય ધરાવતા રીસોર્સ સેન્ટર સાથે વિનામૂલ્યે જોડાઈ શકે છે. બદલાતાં સમય સંજોગો અને પરિસ્થિતિ મુજબ ઓનલાઇન શિક્ષણ હાલની વાસ્તવિકતા બનેલ છે. જેથી ઓનલાઇન શિક્ષણની રીત પણ દરેકે અજમાવવી જોઈએ.

  1. www.earthlabfoundation.org www.earthlabfoundation.org

    This is truly useful, thanks.

  2. Clinton Clinton

    Thanks, it’s quite informative

  3. Elmer Elmer

    Thanks, it is quite informative

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *