Press "Enter" to skip to content

કમરનો દુખાવો અથવા સંધિવા માટે ઘરગથ્થુ ઉપચારો

Pankaj Patel 0

કમરનો દુખાવો કે જેને સંધિવા પણ કહેવાય છે તે આજના સમયમાં વ્યાપકપણે જોવા મળે છે. 

બેસીને કરવાના કામો, પાણીમાં ફ્લોરાઈડનું ઊંચું પ્રમાણ, સખત મજૂરીના કામ અથવા અન્ય બીજા અનેક કારણો છે જેનાથી કમરનો દુખાવો કાયમી થઈ જતો હોય છે. 

ઓપરેશન અથવા આડઅસર ધરાવતી દવાઓ સતત લેવાની થાય તેના કરતાં પ્રમાણમાં નિર્દોષ ગણાતા ઘરગથ્થુ ઉપચારોથી જો ઘાર્યું પરિણામ મળે તો તે કેમ ના અજમાવવા? 

અહી દર્શાવેલા ઉપચારો જાત અનુભવે મેળવેલ પરિણામો આધારિત છે અને કારગર પણ છે. 

આમ છતાં, શરીરની પ્રકૃતિ અનુસાર બધા જ ઉપાયો બધાના માટે કારગત ના પણ નીવડે. 

વળી, જેને અન્ય રોગ હોય કે કોઈ પદાર્થોની એલર્જી હોય તેવા સંજોગોમાં ડોકટર કે વૈદની સલાહથી ઉપચાર કરવાની ભલામણ છે. 

અહી કોઈ વ્યક્તિના રોગનું નિદાન કરવાનો પ્રયત્ન નથી પણ દરેકને માટે ઉપયોગી થાય તેવી સરળ અને અસરકારક ઉપચારની માહિતી આપવાનો આશય છે જે ધ્યાનમાં રાખશો. 

સરળ ઉપાયો નીચે મુજબ છે:  

 • અજમો અને ગોળ સરખે ભાગે મેળવી સવાર-સાંજ ખાવાથી કમરનો દુખાવો મટે છે.
 • સૂંઠ અને ગોખરુ સરખે ભાગે લઈ તેનો ઉકાળો કરી રોજ સવારે પીવાથી કમરનો દુખાવો મટે છે.
 • સૂંઠનું ચૂર્ણ ગરમ પાણી સાથે પીવાથી કમરાનો દુખાવો મટે છે.
 • ખજૂરની પાંચ પેશીનો ઉકાળો કરી, તેમાં અર્ધો તોલો મેથી નાખી પીવાથી કમરનો સુખાવો મટે છે.
 • સૂંઠ, લસણ, અજમો અને રાઈ નાંખીને તેલ ગરમ કરી તેની માલિસ કરવાથી કમરનો દૂખાવો તથા શરીર જકડાઈ ગયેલું હોય તો તે મટે છે.
 • સાંધાનો દુખાવો પણ મટે છે.
 • રાઈના તેલ સાથે કાંદાનો રસ મેળવીને માલિસ કરવાથી સંધિવાનો દુખાવો મટે છે.
 • આદુંના રસમાં સહેજ મીઠું નાંખી તેની માલિસ કરવાથી સંધિવાનો દુખાવો મટે છે, ડોક રહી ગઈ હોય તો તે પણ મટે છે.
 • જાયફળને સરસિયાના તેલમાં ઘસી માલિસ કરવાથી જકડાયેલા સાંધા છૂટા પડે છે. અને સંધિવા મટે છે.
 • લવિંગનું તેલ ઘસવાથી સંધિવાનો દુખાવો મટે છે.
 • ઘાણા 10 ગ્રામ અને સૂંઠ 3 ગ્રામ લઈ વાટી, તેનો ઉકાળો, બનાવી, તેમાં મધ નાખી પીવાથી  પડખાનો દુખાવો તથા છાતીનો દુખાવો મટે છે.

વળી, આ ઉપરાંત પણ કેટલાક ઉપાયો છે જે કમરનો દુખાવો હોય તો અજમાવી શકાય: 

 • સૂંઠ, સાજીખાર અને હિંગનું ચૂર્ણ ગરમ પાણીમાં લેવાથી સર્વ પ્રકારનાં શૂળ મટે છે.
 • જીરું, હિંગ અને સિંધવની ફાકી ઘી સાથે લેવાથી સર્વ પ્રકારનાં શૂળ મટે છે.
 • એક ચમચી શેકેલી હિંગ થોડા ગરમ પાણીમાં પીવાથી પડખાનો દુખાવો મટે છે.
 • સૂંઠનો ઉકાળો કરી, તેમાં એક ચમચી દિવેલ નાખીને પીવાથી સંધિવાનો દુખાવો મટે છે.
 • દોઢ બે તોલા મેથી ફાકવાથી વા મટે છે.
 • કોઈ પણ પ્રકારનું શૂળ – પડખાં, છાતી, હદય કે માથામાં દુખાવો હોય ત્યારે તુલસીનો રસ ગરમ કરી તેના પર માલિસ કરવાથી તરત આરામ થાય છે. આવા પ્રસંગે બે ચમચી તુલસીનો રસ પી જવો.
 • મેથીને થોડા ઘીમાં શેકી તેનો લોટ કરવો, તેમાં ગોળ, ઘી ઉમેરીને લાડું બનાવી લેવા.
 • આ લાડુ ૮-૧૦ દિવસ સુધી ખાવાથી કમરનો દુખાવો અને સંધિવા મટે છે.
 • જકડાઈ ગયેલાં અંગો છૂટાં પડે છે અને હાથે-પગે થતી કળતર પણ મટે છે.
 • કાચા બટાટાની છાલ કાઢ્યા વગર ટુકડા કરી તેનો રસ કાઢી તુરત જ પીવાથી સંધિવામાં ઘણો ફાયદો થાય છે.
 • તાંબાના વાસણમાં આખી રાત રાખેલું પાણી સવારે નરણે કોઠે પીવાથી સંધિવામાં ફાયદો થાય છે.
 • દરિયાના પાણીમાં નિયમિત સ્નાન કરવાથી સંધિવાના દર્દીને ખૂબ જ ફાયદો થાય છે.
 • દરિયાના પાણીમાં સ્નાન કરવાનું શક્ય ન હોય તો દરિયાઈ મીઠું ગરમ પાણીમાં ઓગાળી તેનાથી સ્નાન કરવું.
 • કૌચાંનાં બીજ ૧ કિલો લઈ સાંજે પાણીમાં પલાળો, સવારે તેનાં ફોતરાં ઉખાડીને તેનો ગર્ભ કાઢી તે ગર્ભ તડકામાં સૂકવી દો. સુકાયા બાદ તેનું ચુર્ણ બનાવી ત્રણ ગ્રામ ચૂર્ણ સાથે ૧ ગ્રામ અશ્વગંધાનું ચૂર્ણ મેળવી રોજ સવારે અને રાત્રે જમ્યા પહેલાં ગરમ દૂધ સાથે લેવાથી સંધિવા તથા લકવાના રોગીને ફાયદો થાય છે.
 • સૂંઠનો કાઢો બનાવીને પીવાથી સાંધાનો દુખાવો મટે છે.
 • કાનમાં પીડા કે રસી આવતી હોય તો અજમાવવા જેવા ઉપાયો જાણવા આ લેખ જરૂર વાંચો : કાનની પીડા – અજમાવવા જેવા સરળ ઉપચારો

કમરનો દુખાવો અંગ્રેજીમાં Lumbar pain કહેવાય છે અને Back pain ના એક ભાગ તરીકે તેની સારવાર થાય છે.

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *