Press "Enter" to skip to content

કાનની પીડા – અજમાવવા જેવા સરળ ઉપચારો

Pankaj Patel 0

કાનની પીડા અથવા કર્ણશૂળ એ ખૂબ પીડાદાયક તકલીફ હોય છે.

ઘણી વખત તાત્કાલિક ઉપાય ના યોજવામાં આવે તો ખૂબ મુશ્કેલી અનુભવાય છે.

અહી કેટલાક સરળ ઉપચારો દર્શાવ્યા છે જે કર્ણશૂળમાં ઉપયોગી થાય તેવા છે. 

આ ઉપાયો અનુભવજન્ય છે. અને દરેક ઉપાય બધા માટે અસરકારક ના પણ હોય. 

આમ છતાં, આ પૈકી કોઈક ઉપાય દરેકને ઉપયોગી થઈ શકે અને દર્દ મટાડવા કામ આવે તેવા આશયથી રજૂ કરેલ છે.

આવા કેટલાક સરળ ઉપાયો નીચે મુજબ છે:   

  • તેલમાં લસણની કળી કકડાવીને, તે તેલનાં ટીપાં કાનમાં નાંખવાથી કાનના સણકા અને કાનની રસી મટે છે.
  • આદુંનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાંખવાથી ચસકા મટે છે.
  • મધનાં ટીપાં કાનમાં નાંખવાથી કાનનો દુખાવો અને રસી મટે છે.
  • તલના તેલમાં હિંગ નાંખી ઉકાળી તે તેલનાં ટીપાં કાનમાં નાંખવાથી દુખાવો મટે છે.
  • તુલસીના રસનાં ટીપાં કાનમાં નાંખવાથી કાનનો દુખાવો અને સણકા મટે છે અને પરુ નીકળતું હોય તો તે પણ મટે છે.

આ ઉપરાંત નીચેના ઉપાયો પણ કાનની પીડા માટે ઉપયોગમાં લઈ શકાય: 

  • કાંદાનો રસ અને મધ મેળવી તેનાં ટીપાં નાંખવાથી સણકા મટે છે અને પરુ થયું હોય તો તે પણ મટે છે.
  • નાગરવેલના પાનનો રસ ગરમ કરી તેના ટીપાં નાંખવાથી કાનનાં સણકા અને દુખાવો મટે છે.
  • આંબાના પાનનો રસ ગરમ કરી તેનાં ટીપાં નાંખવાથી કનના સણકા અને દુખાવો મટે છે.
  • ફુલાવેલી ફટકડી અને હળદર ભેગી કરી કાનમાં નાંખવાથી કાન પાક્યો હોય અને રસી નીકળતી હોય તો તે મટે છે.
  • વરિયાળી અધકચરી વાટીને પાણીમાં ખૂબ ઉકાળો. તે પાણીની વરાળ દુખતા કાન પર લેવાથી કાનની બહેરાશ, કાનનું શૂળ અને કાનમાં થતો અવાજ મટે છે.
  • તેલમાં થોડી રાઈ વાટીને કાનના સોજા પર લેપ કરવાથી સોજો મટે છે.

સ્થળ સમય અને વ્યક્તિના દર્દ અનુસાર આ ઉપાય પણ અજમાવી શકાય: 

  • કાનમાં કોઈ જીવજંતુ ભરાઈ ગયું હોય તો સરસિયાના તેલના ટીપાં નાંખવાથી બહાર નીકળી જાય છે.
  • કાનમાં બગાઈ, કાનખજૂરો જેવાં જીવજંતુ ગયાં હોય તો મધ અને તેલ ભેગાં કરી કાનમાં ટીપાં નાંખવાથી ફાયદો થાય છે, કાનનું શૂળ અને રસી પણ મટે છે.
  • કાનની બહેરાશ દૂર કરવા પાંચ-સાત પેશાબનાં ટીપાં દરરોજ નાંખતાં રહેવાથી બહેરાશ દૂર થાય છે.
  • તુલસીનાં પાંદડાને લીંબુના રસમાં વાટી તેનાં ચાર ટીપાં દિવસમાં ત્રણવાર કાનમાં નાંખવાથી દુખાવો મટે છે.
  • માતાના ધાવણમાં મીઠું મેળવી ટીપાં નાંખવાથી કર્ણશૂળ મટે છે.
  • ભોરિગણીનું મૂળિયું ઘસી કાનમાં ટીપાં નાંખવાથી કર્ણશૂળ મટે છે.
  • કાનફોડીના પાનનો રસ કાનમાં નાંખવાથી દુખાવો મટે છે.
  • આકડાના પાન પર ઘી લગાવી તેને ગરમ કરી રસ કાઢી કાનમાં ટીપાં નાંખવાથી કર્ણશૂળ મટે છે.

આવી જ રસપ્રદ જાણકારી નાભિ અંગે જાણવા જુઓ : નાભિ – કુદરતની અણમોલ દેન

કબજિયાતના ઘરેલુ ઉપાયો જાણવા જુઓ : કબજિયાત – અનેક રોગોનું મૂળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *