Press "Enter" to skip to content

જૂની શરદી અને તેનો ઘરગથ્થુ અથવા આયુર્વેદિક ઈલાજ

Pankaj Patel 0

શરદી શિયાળામાં સામાન્ય તકલીફો પૈકીની એક છે. આપણે તેને અવગણીએ અને તે કાયમી થઈ જાય ત્યારે વધુ મુશ્કેલી સર્જે છે. આવી શરદીને જૂની શરદી કહી શકાય. એ ગમે તે ઋતુમાં પજવે છે. 

લક્ષણો: 

  • શરદીના કારણે માથું ભારે રહે.
  • દુઃખે બેચેની લાગે.
  • વારંવાર છીંકો આવે.
  • નાકમાંથી લીંટ વહે.
  • આંખો લાલ થાય. 
  • ઉચ્છવાસ ગરમ નીકળે. 
  • સૂકી ખાંસી આવે. 
  • ભૂખ ઓછી લાગે. 
  • કોઈક વખત ઠંડી લાગે.
  • જમતી વખતે નાક ગળવાથી જમવામાં તકલીફ પડે. 

આ બધાં જૂની શરદીનાં સર્વસાનામ્ય લક્ષણો છે. 

ઉપાયો/ઉપચાર: 

જૂની શરદી  મટાડવા માટે નીચે દર્શાવેલા ઉપાયોમાંથી અનુકૂળતા પ્રમાણે કરી શકાય.

  • એક-બે દિવસ સાદા અગર શિવામ્બુ ઉપવાસ કરવા. તે દરમ્યાન શક્ય તેટલું વધુ હુંફાળુ પાણી પીવું.
  • એકાદ વખત શિવામ્બુ અગર ઉકાળેલા લીમડાના પાનના હૂંફાળા પાણીનો એનીમા લેવો.
  • સવાર-સાંજ શિવામ્બુ અગર હુંફાળા પાણીનું નસ્ય કરવું.
  • નાક પર ગરમ ઠંડો શેક કરવો.
  • દિવસમાં ત્રણ વાર તાજા શિવામ્બુના કોગળા કરવા અને તેમાં ત્રણ-ત્રણ ટીંપા નાકમાં નાંખવાં.
  • ચાર દિવસના વાસી શિવામ્બુથી સવાર-સાંજ મોઢું, ગળું, બોચી અને છાતીએ અડધા કલાકથી હળવી માલિસ કરવી.
  • સવારે ઊઠીને, બપોરે જમ્યા બાદ બે કલાકે અને રાત્રે સુતી વખતે શિવામ્બુપાન કરવું.
  • શક્ય તેટલો વધુ આરામ કરવો.

આ ઉપરાંત બીજા પણ કરી શકાય તેવા ઉપચાર છે: 

  • સવારે નાસ્તામાં ખાટાં મીઠાં અને સાંજે મીઠા ફળ લેવાં.
  • આદું, તુલસી, ફૂદીનો, અગર, સૂંઠ, મરી, તજ, લવિંગ, એલચીનો ઉકાળો રોજ બે વાર પીવો.
  • ઉપવાસ બાદ ઉપવાસ જેટલા દિવસ લીંબુ રસ, તુલસી, અરડૂસી, મધ, આદું, હ્ળદર રસ, સંતરા, મોસંબી રસ, લીલી કાળી દ્રાક્ષ પપૈયા ઉપર રહેવું.
  • થૂલાવાળી રોટલી, મોળું દહીં, મગ અને બાફેલા શાકનો આહાર લેવો.
  • બ્રેડ, બિસ્કીટ, આમલી, ખાટું દહીં તેમજ અન્ય ખાટો, તીખો, તળેલો ફ્રિજનો આહાર તેમજ પાણી ન લેવું.
  • ખાંડ તેમજ મીઠું બને તેટલું ઓછું લેવું.

અહી દર્શાવેલા ઉપાય એ જાતઅનુભવથી મળેલા અને ઉપયોગી ઉપચારો છે. આમ છતાં, દરેકને માટે બધા જ ઉપાયો કારગર ના પણ નીવડે.

આ માહિતી સામાન્ય રીતે દરેકના ઉપયોગમાં આવી શકે અને સરળ ઉપચાર થાય તેવા આશયથી આપી છે.

આમ છતાં, દરેકના શરીરની પ્રકૃતિ અનુસાર વિશિષ્ટ સારવાર તો કોઈ યોગ્ય વૈદ કે ડોકટર જ કરી શકે, કેમ કે તે દર્દીને તપાસી નિદાન કરી શકે.

કમરમાં દુખાવો હોય તો તેના ઉપચાર જાણવા આ પોસ્ટ જરૂર જુઓ :
 કમરનો દુખાવો અથવા સંધિવા માટે ઘરગથ્થુ ઉપચારો

શરદી અંગ્રેજીમાં Common Cold અથવા Cold તરીકે ઓળખાય છે અને તે વાઇરસથી થતી સંક્રામક બીમારી ગણાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *