Press "Enter" to skip to content

પ્રાર્થના એ આત્માનો ખોરાક છે

Pankaj Patel 0

પ્રાર્થના આજે દુનિયામાં અગાઉ કરતાં સૌથી વધુ જરૂરી છે, કેમ કે ..

દુનિયામાં આજે ટેકનોલોજીનો જમાનો છે.

આ જ ટેકનોલોજીને કારણે આખી દુનિયા એક થઈ ગઈ હોય એવું લાગે છે.

વૈશ્વિકીકરણને કારણે આપણે જાણે કે ભૌતિક સુખો પાછળ પડી ગયા છીએ અને એમાં ક્યાંક ને ક્યાંક આપણા મનની શાંતિ ખોવાઈ ગઈ છે.

દુનિયાનો દરેક માણસ આજે પોતાના કામમાં વ્યસ્ત જણાય છે.

ભૌતિક સુખો પાછળ એવી તે દોટ મૂકી છે કે ખબર નહી એ ક્યાં જઈને ઊભો રહેશે.

આ બધાની વચ્ચે એના મનની શાંતિ અને એની શુદ્ધતા કેવી રીતે જાળવવી ? એનો જવાબ છે પ્રાર્થના.

મનની શાંતિ અને શુદ્ધતા માટેનો રસ્તો :

પ્રાર્થના એ મનની શાંતિ અને એને સ્વસ્થ તથા શુદ્ધ રાખવા માટે કરવામાં આવે છે.

જે રીતે શરીરને સ્વસ્થ રાખવા માટે ખોરાકની જરૂર પડે છે તેમ આપણા હૃદયને સ્વસ્થ રાખવા માટે શુદ્ધ મનથી પ્રાર્થના કરવી પડે છે.

પ્રાર્થનાથી જ આપણું મન પવિત્ર અને પ્રસન્ન બને છે.

દુનિયામાં ઘણા બધા ધર્મના લોકો રહે છે અને દરેક ધર્મમાં પ્રાર્થનાને મહત્વ અપાયું છે.

હા, પ્રાર્થનાના નામ અલગ-અલગ હોઈ શકે પરંતુ યાદ તો ભગવાનને જ કરવાના છે.

પ્રાચીન સમયથી જ મનુષ્ય ધ્યાન કરતો આવ્યો છે.

પ્રાર્થનાથી આપણા શરીરમાં શક્તિનો સંચાર થાય છે.

જેનાથી આત્મબળ વધે છે અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે.

આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે કોઈપણ શુભ કાર્યની શરૂઆત પ્રાર્થનાથી જ કરીએ છીએ.

કારણ કે પ્રાર્થનાથી આપણા મનમાં સકારાત્મક ઊર્જાનો સંચય થાય છે અને આપણે સારી રીતે કાર્ય કરી શકીએ છીએ.

શાળા કે કૉલેજોમાં વિદ્યાર્થીઓ પણ અભ્યાસકાર્યની શરૂઆત પ્રાર્થનાથી જ કરે છે.

રોજ-બરોજના કામ અને સફળતા અને નિષ્ફળતામાં ઘણીવાર આપણે સભાન રહી શકતા નથી.

પ્રાર્થનાથી  આપણને એમાં શાંતિ મળે છે.

પ્રાર્થનાથી આપણા દોષો આપણે જોઈ શકીએ છીએ અને એને દૂર કરી શકીએ છીએ.

એટલે જ ગુજરાતી સાહિત્યકાર કાકા કાલેલકરે કહ્યું છે કે, ‘પ્રાર્થના હૃદયનું સ્નાન છે.’

પ્રાર્થના

અંતરની અભિવ્યક્તિ  :

પ્રાર્થનાને અંતરની અભિવ્યક્તિ કહી છે. તેના  માટે શબ્દોની જરૂર નથી. અગ્રેજીમાં એક કહેવત ખૂબ જ પ્રચલિત છે કે “ prayer needs no speech”. પ્રાર્થનામાં શબ્દો એ તો માધ્યમ માત્ર છે. એટલે જ  એ મનથી થવી જોઈએ હોઠથી નહિ. શબ્દો તો આપણા ભાવને ભગવાન સુધી લઈ જવાનું એક માધ્યમ માત્ર છે. આપણા મનમાં પડેલા કચરાને સાફ કરવાનું જો કોઈ સાધન હોય તો એ પ્રાર્થના જ છે. પ્રાર્થના જ એક એવું માધ્યમ છે જેના દ્વારા આપણે ભગવાન સાથે સીધા સંપર્કમાં આવી શકીએ છીએ, પરંતુ એ જો સાચા મનથી અને નિસ્વાર્થ ભાવે કરેલી પ્રાર્થના હોય તો.

પ્રાર્થનાની નિયમિતતા :

ગમે તેટલું કામ હોવા છતા ગાંધીજી સવાર-સાંજ નિયમિતપણે પ્રાર્થના કરતાં હતાં અને અન્ય લોકોને પણ એમાં જોડતા હતાં. ગાંધીજી પોતે એવું કહેતાં કે, “ ભગવાને મારી પ્રાર્થનાનો જવાબ ન આપ્યો હોય એવું ક્યારેય બન્યું જ નથી.” સાચા ભાવથી અને શુદ્ધ મનથી કરેલી પ્રાર્થનાને ભગવાન સાંભળે જ છે અને એનો જવાબ પણ આપે છે તેવું ગાંધીજીએ કહ્યું છે. દ્રૌપદીએ ખરા હૃદયથી  પ્રભુપ્રાર્થના કરી અને ભગવાને એમના ચીર પૂર્યા. સતી સાવિત્રીની પ્રાર્થનાથી એના પતિ સત્યવાનને પુનર્જીવન પ્રાપ્ત થયું હતું. નરસિંહ મહેતાને ભગવાને દરેક સંકટમાંથી ઉગાર્યા હતાં. આવા તો ઘણા ઉદાહરણો અને પ્રસંગો મળશે જેમાં ભગવાને પ્રાર્થનાને સાંભળી હોય અને મદદે આવ્યા હોય.

વર્તમાન સમયમાં દુનિયા અશાંતિ, મુશ્કેલીઓ, ટકરાવ અને ઘણી બધી માનવનિર્મિત તથા પ્રાકૃતિક સમસ્યાઓનો સામનો કરી રહી છે. દરેક માણસને સુખ અને શાંતિ જોઈએ છે અને ઘણીવાર એ મેળવવા કોઈ ખોટા માર્ગે વળી જાય છે. લોકો આવી મુશ્કેલીઓમાંથી નીકળવા માટે ઘણા બધા ઉપાયો કરતા હોય છે પરંતુ જો એમાં કોઈ અસરકારક ઉપાય હોય તો એ પ્રાર્થના છે. કોઈ કાર્ય અશક્ય લાગતું હોય તેને શક્ય બનાવવાનો અભિગમ અને પ્રેરણા પ્રાર્થના દ્વારા જ મળે છે. ધ્યાન એ આપણા મનને શાંતિ અર્પે છે અને આપણી નિરાશાને આશામાં પરિવર્તિત કરે છે.

પ્રાર્થના ભગવાન સાથેની appointment :

આપણે દરરોજ પ્રાર્થના કરવી જોઈએ. આમ તો આપણે ઘણા બધા લોકો જોડે appointment ગોઠવવીએ છીએ તો ભગવાન સાથે કેમ નહિ ? અંગ્રેજીમાં ખૂબ સરસ કહ્યું છે કે, “ Prayer is an appointment with GOD ”. એટલે કે  એ ભગવાન સાથેની appointment છે જે ક્યારેય માંગવાની જરૂર નથી. કારણે કે પ્રાર્થના તો કોઈપણ સમયે કરી શકાય છે. દરરોજ ધ્યાન કરવાથી આપણા વિચારો શુદ્ધ બને છે. આપણા શરીરમાં હકારાત્મક શક્તિનો સંચાર થાય છે તથા ખરાબ વિચાર દૂર થાય છે. પ્રાર્થનાથી મનુષ્ય વિનમ્ર અને વિનયી બને છે. મહાત્મા ગાંધી કહેતા કે,

“ પ્રાર્થના ધર્મનો નિચોડ છે. પ્રાર્થના એ યાચના નથી, તે તો આત્માનો અવાજ છે. પ્રાર્થના એ આત્મસુદ્ધિનું આહવાન છે. પ્રાર્થના આપના મનની અંદર વિનમ્રતાને જન્મ આપે છે.”

માનસિક અશાંતિને શાંતિમાં ફેરવો:

કેટલાક લોકો પોતાને નાસ્તિક સમજે છે. કદાચ આવા લોકોને પ્રાર્થનાની સૌથી વધારે જરૂર છે. પ્રાર્થનાને અધાર્મિક રીતે જોઈએ તો શાંત ચિત્તે કોઈ પરમશક્તિનું ધ્યાન કરતાં માનસિક શક્તિને ઉત્તેજન આપવા આપણે જે અને જેવી રીતે કોઈ ક્રિયા કરીએ તે પ્રાર્થના જ છે. ધર્મે-ધર્મે તેની રીત બદલાય તો કેટલાક તેને યોગ કહે અથવા અન્ય કોઈ નામ આપે પરંતુ અંતે તો તે એક જ છે.

આજના સમયમાં જીવન દોડાદોડી અને માનસિક અશાંતિ ભર્યું બન્યું છે. આ અશાંતિ માણસને ઓછા કાર્યક્ષમ અને જલદી થાકી જતા બનાવે છે. કેટલાક રોગોનું મૂળ પણ આ માનસિક અશાંતિમાંથી જન્મે છે. જીવન વધુ વ્યવસ્થિત અને જીવવા લાયક બનાવવા દરેકે થોડોક સમય ધ્યાન માટે આપવો જોઈએ. પ્રાર્થનાના ચમત્કારિક પરિણામો મળે છે એટલું ચોક્કસ છે. આપણે તેને તે સ્વરૂપમાં સ્વીકારીએ અથવા નહિ તેનાથી તેની અસરોને કોઈ ફરક પડતો નથી.

આવા અન્ય સુવિચારો માટે અમારી  ‘સુવિચાર અને વિચાર વિસ્તાર‘  બ્લોગ ચેનલ ફોલો કરો.

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *