Press "Enter" to skip to content

ગૂરૂપૂર્ણિમા

Pankaj Patel 0

Guru-Purnimaगुरु ब्रम्हा गुरु विष्णू, गुरुः देवो महेश्वरा |
गुरु शाक्षात परब्रम्हा, तस्मै श्री गुरुवे नमः ||

ગૂરૂપૂર્ણિમા અથવા ગુરૂના મહિમા વિષે જાણવા જઈએ તો એનાથી ઇતિહાસ અને આપણાં આધ્યાત્મિક ગ્રંથો ભરેલા પડ્યા છે. પહેલાના સમયથી શરૂ કરીને આજે પણ ગુરૂનું મહત્વ સર્વોપરી માનવામાં આવે છે. હા એમાં થોડું પરિવર્તન આવ્યું છે પણ ચોક્કસથી કહી શકાય કે આ ભયંકર કલયુગમાં પણ ગુરૂનું સ્થાન એક શ્રેષ્ઠ છે. ગુરૂપૂર્ણિમા એ આપણા ભારત દેશમાં ઉજવાતો એક તહેવાર છે, જે ગૂરૂઓને સમર્પિત છે. ગૂરૂ શબ્દ એ શિક્ષક માટે વાપરવામાં આવે છે. ગૂરૂપૂર્ણિમાનો દિવસ એ વેદ વ્યાસજીનો જન્મદિવસ છે. વેદવ્યાસજી સંસ્કૃતના વિદ્વાન હતા. વેદવ્યાસજીએ આપણાં ચારેય વેદ અને ઘણા પુરાણો રચ્યા છે. વેદ વ્યાસજીના આ યોગદાન બદલ તેઓ જગતગૂરૂ કહેવાયા અને એમના જન્મદિવસને ગૂરૂપૂર્ણિમાં તરીકે ઉજવવાની શરૂઆત થઈ.

ગૂરૂપૂર્ણિમા ના આ તહેવારે ઘણી જગ્યાએ ગૂરૂઓના સન્માન માટે વિવિધ આયોજનો કરવામાં આવે છે. કેટલીક જગ્યાએ મેળાઓ લાગે છે તો ક્યાંક પવિત્ર નદિઓમાં સ્નાન કરવાની પરંપરા છે. મોટાભાગના લોકો પોતાના ગૂરૂના દર્શનાર્થે જાય છે અને કેટલાંક આસપાસના મંદિરોમાં કે અન્ય જગ્યાએ જઈ ગૂરૂના આશિર્વાદ પ્રાપ્ત કરે છે. ભારતમાં આજેય કેટલીય જગ્યાઓ અને આસ્થાના કેંદ્રો છે જ્યાં ગૂરૂપૂર્ણિમાના દિવસે દર્શને જવાનું ખૂબ જ માહાત્મ્ય છે. લોકો આવી જગ્યાના દર્શનથી પોતાની જાતને ધન્ય માને છે. ઘણા લોકો આખો દિવસ ઉપવાસ કરે છે અને સાંજે ગૂરૂને મળ્યા પછી જ જમે છે. બધાની અલગ અલગ માન્યતા અને આસ્થા હોય છે. ગૂરૂપૂર્ણિમાના આ શૂભ અવસરે દરેક લોકો પોતાના ગૂરૂનું ઋણ ચૂકવવાના એક પ્રયાસ તરીકે એમની પૂજા અર્ચના અને ભક્તિ કરે છે.

જોવા જઈએ તો દુનિયામાં અલગ અલગ ઘણાં બધા ધર્મના લોકો રહે છે અને એમના ધર્મ પ્રમાણે એમની માન્યતા પણ અલગ અલગ હોય છે. હિંદુઓ મંદિરમાં જાય છે, તો મુસ્લિમો મસ્જિદ કે દરગાહમાં જાય છે, શીખ લોકો ગુરુદ્વારામાં તો ઈસાઈ લોકો ચર્ચમાં. આ બધા લોકોમાં પોતાના દેવી-દેવતાઓને પૂજવાની અલગ અલગ રીતો અને પદ્ધતિઓ હોય છે પણ બધામાં એક વસ્તુ તો સરખી જ છે અને એ છે ‘ગૂરૂ.’ ગૂરૂ એ કોઈપણ વ્યક્તિ હોઈ શકે છે. કોઈ મહાત્મા, કે ચર્ચના ફાધર અથવા કોઈ સામાન્ય શાળાના શિક્ષક પણ ગૂરૂ જ છે. એવું પણ કહેવાય છે કે શાળા એક એવી જગ્યા છે જ્યાં બાળક પોતાના જીવનની પહેલી શિક્ષા પ્રાપ્ત કરે છે અને પોતાના જીવનના પહેલા ગૂરૂ સાથે સંપર્કમાં આવે છે.

Maharshi_Vyasa-image ekalavya2

પ્રાચીનકાળની વાત કરીએ તો એ સમયે ભણવા માટે કોઈ શાળા કે કૉલેજો ન હતી. એ સમયે વિદ્યાર્થીઓ કોઈ ઋષિના આશ્રમમાં રહીને શિક્ષા પ્રાપ્ત કરતાં હતાં. એ સમયે વિદ્યાર્થીઓમાં એમના ગૂરૂ પ્રત્યે એક અલગ શ્રદ્ધા અને સન્માનની ભાવના હતી જે આજે સમયના બદલાવની સાથે ક્યાંય દેખાતી નથી અને દેખાય છે તો પણ ઘણી ઓછી જગ્યાએ. પહેલાના સમયમાં ભણવાની કોઈ ફી કે પૈસા નહોતા આપવા પડતા પણ હા ગૂરૂદક્ષિણા આપવાની પરંપરા હતી. અને એ ગૂરૂદક્ષિણાની પરંપરા વિશે સમજવા માટે એકલવ્યના ઉદાહરણથી મોટું બીજું કોઈ ઉદાહરણ હોઈ જ ના શકે. હા એ જ એકલવ્ય જેમણે પોતાના ગૂરૂની આજ્ઞા પાડવા માટે કોઈ સંદેહ વગર પોતાના હાથનો અંગૂઠો કાપી ગૂરૂને અર્પણ કર્યો હતો. ધન્ય છે એની ગૂરૂભક્તિની, ધન્ય છે એની ગૂરૂ પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધાને અને એના ગૂરૂના સન્માનને. આજે એકલવ્ય જેવો શિષ્ય મળવો બહુ મુશ્કેલ છે. પરંતુ ગૂરૂપૂર્ણિમા નો આ તહેવાર આજેય ઉજવાય છે. જે એક મહત્વની વાત છે.

સામાન્ય રીતે જોવા જઈએ તો માતા-પિતા પણ પોતાના બાળકના ગૂરૂ કહેવાય છે, કારણ કે શાળામાં જતા પહેલા બાળકના શિક્ષક એ જ હોય છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ ભગવાન અને આપણા શરીરની આત્માના મિલન માટે એક માધ્યમ બને એ જ સાચા ગૂરૂ. દરેકના જીવનમાં એક સ્થાન ગૂરૂ માટે તો હોવું જ જોઈએ. ગૂરૂ એ માણસને શાંતિ અને જ્ઞાનનો રસ્તો બતાવે છે અને છેવટે એ ભગવાન તરફ લઈ જવાનું એક માધ્યમ બને છે. પરંતુ આજના વૈશ્વિકીકરણના જમાનામાં ગૂરૂપૂર્ણિમાની ઉજવણીમાં ઘણું જ પરિવર્તન આવ્યું છે. આપણે આ તહેવાર કેવી રીતે ઉજવીએ છીએ એ મહત્વનું નથી પણ આપણા મનમાં આપણા ગૂરૂ માટે સન્માન હોવું જરૂરી છે. ક્યારેક આસારામ જેવા ગૂરૂઓને કારણે સમાજમાં ખરાબ છાપ કે અસર પણ પડે છે પરંતુ જો આપણામાં સાચી ભાવના અને શ્રદ્ધ હોય તો આપણને પણ સાચા ગૂરૂ મળે જ છે અને આપણો ઉદ્ધાર કરે છે તથા આપણને યોગ્ય માર્ગદર્શન અને એક સાચી રાહ ચીંધે છે, તો એ આપણા પર છે કે આપણે કેવા ગૂરૂની શરણમાં જઈએ છીએ.

 

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *